________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦]
૩૧૫ ને વિભાવપુદ્ગલ અર્થાત્ સ્કંધ. હવે, સ્વભાવપુદગલના-પરમાણુના-પણ બે ભેદ કહે છે: કાર્યપરમાણુ ને કારણપરમાણુ. આનો વિશેષ ખુલાસો આગળ (ગાથા ૨૫માં ) આવશે.
વળી, “ધોના છ પ્રકાર છેઃ (૧) પૃથ્વી, (૨) જળ, (૩) છાયા, (૪) (ચક્ષુ સિવાયની) ચાર ઈન્દ્રિયોના વિષયભૂત સ્કંધો, (૫) કર્મયોગ્ય સ્કંધો અને (૬) કર્મને અયોગ્ય સ્કંધો-આવા છે ભેદ છે.”
જુઓ, અનેક રજકણોનો જે પિંડ થાય તેને સ્કંધ કહે છે, અને તેના ઉપર કહ્યા પ્રમાણે છ પ્રકાર છે. તો, “કંધોના ભેદ હવે કહેવામાં આવતાં સૂત્રોમાં (હવેની ચાર ગાથાઓમાં) વિસ્તારથી કહેવાશે. હવે પછીની ચાર ગાથાઓમાં તેનો વિસ્તાર કહેવાશે.
શ્લોક ૩૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન: “(પુદગલપદાર્થ) ગલન દ્વારા (અર્થાત ભિન્ન પડવાથી) “પરમાણુ” કહેવાય છે, અને પૂરણ દ્વારા ( અર્થાત સંયુક્ત થવાથી) “સ્કંધ ” નામને પામે છે.'
જુઓ, અહીંયાં પરમાણુ અને સ્કંધની વ્યાખ્યા કરે છે. તો, કહે છે-ગલન દ્વારા પરમાણુ કહેવાય છે. એટલે શું? કે જે પરમાણુ છે તે સ્કંધમાંથી–પિંડમાંથી છુટો પડતાં પ્રાપ્ત થાય છે. અહા ! જે આ રજકણોના જથ્થારૂપ પિંડ-સ્કંધ છે તેમાંથી જે છેલ્લો રજકણ એકાકી છૂટો પડે તેને અહીં પરમાણુ કહેવામાં આવે છે.
વળી, પૂરણ દ્વારા અર્થાત્ સંયુક્ત થવાથી સ્કંધ નામને પામે છે. એમ તો, પોતે પરમાણુ યુદ્ધ ને ગલ-પુરાવું ને ગળવું-એવા બન્ને સ્વભાવરૂપ છે. પણ અહીં સ્થૂળ રીતે, પરમાણુનો સ્વભાવ સ્કંધથી છૂટા પડવાનો-જુદા પડવાનો-ગળવાનો છે એમ કહે છે; અને તેને પરમાણુ કહીએ. જ્યારે ઘણા રજકણોનો પિંડ-જથ્થો થાય એટલે કે પૂરણ થાય તેને સ્કંધ કહીએ.
હવે કહે છે-“આ પદાર્થ વિના લોકયાત્રા હોઈ શકે નહિ.'
અહા! જે આ ગમન, ને હલન-ચલન છે ને? તે આ જડની ક્રિયા છે, તે કાંઈ આત્માની ક્રિયા નથી. હાલવું, ચાલવું, ઊઠવું, બેસવું, દાળ-ભાતનું થવું, ખાવું-પીવું ને મકાનનું થવું ઇત્યાદિ જે બધી ક્રિયાની સ્થિતિ છે તે પુદ્ગલ પરમાણુની છે, પણ આત્માની નહિ. તો, કહે છે કે આ પદાર્થ વિના લોયાત્રા એટલે કે લોકમાં ભ્રમણ હોઈ શકે નહિ. અહા ! આમથી તેમ જવું તે પુદ્ગલની ક્રિયા છે, અને તે ભગવાન આત્માથી ભિન્ન છે; આત્માની તે ક્રિયા છે નહિ. એ પુદ્ગલની ક્રિયાને આત્માની માને તે ભ્રાન્તિ છે, મિથ્યાત્વ છે. -લ્યો, એ ૨૦મી ગાથાનો કળશ થયો. હવે ૨૧ થી ૨૪-એમ ચાર ગાથાઓ.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com