________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૪
[ નિયમસાર પ્રવચન - અજીવ અધિકાર -
ગાથા ૨૦ઃ ટીકા ઉપરનું પ્રવચન: “હવે અજીવ અધિકાર કહેવામાં આવે છે.”
જુઓ, જીવ અધિકાર પૂર્ણ થયો, ને હવે અજીવ અધિકાર શરૂ થાય છે. અહા ! ભગવાને જ્ઞાનમાં જીવ અને અજીવ એમ બે જાતનાં દ્રવ્યો જોયાં છે. તેમાં અજીવના પાંચ પ્રકાર છે. તો, એણે તે જાણવા જોઈશે ને? અહા! પહેલાં શુદ્ધ ચૈતન્યવસ્તુ ભગવાન આત્માની વાત કરી, ને હવે એનાથી ભિન્ન અજીવનું સ્વરૂપ કહે છે. તે અજીવમાં પણ, પહેલાં પુદ્ગલનું સ્વરૂપ વર્ણવે છે.
તો, કહે છે-“આ, પુદ્ગલદ્રવ્યના ભેદોનું કથન છે.' જુઓ, અજીવ પાંચ પ્રકારના છે. તેમાંથી જે પુદ્ગલ છે તેની આ વ્યાખ્યા છે. ત્યાં, પ્રથમ તો પુદ્ગલદ્રવ્યના બે ભેદ છેઃ સ્વભાવપુદ્ગલ અને વિભાવપુદ્ગલ.”
અહા! મુદ્દ-પુરાવું તે, પૂરણ: અને ગલગંગળવું, છૂટા પડવું તે-એમ પૂરણ ને ગલન જેમાં (સ્વભાવથી) થાય છે તે પુદ્ગલ છે. તેના બે ભેદ છેઃ સ્વભાવપુદ્ગલ અને વિભાવપુદ્ગલ.-આ બધું જાણીને એ પુદ્ગલ મારા આત્માથી જુદી ચીજ છે એમ શ્રદ્ધા કરવી. અને તે માટે આ બતાવવામાં આવે
હવે કહે છે-“તેમાં, પરમાણુ તે સ્વભાવપુદ્ગલ છે અને સ્કંધ તે વિભાવપુદ્ગલ છે.'
અહા! શું કીધું? કે જે એક પોઈન્ટમાત્ર-એક (અવિભાગી) રજકણ છે, કે જેને બીજાથી કાંઈ પણ સંબંધ નથી અર્થાત્ જેમાં વિભાવ નથી તે પરમાણુ છે, ને તેને સ્વભાવપુદ્ગલ કહે છે. એક પરમાણુને સ્વભાવપુદ્ગલ કહેવામાં આવે છે. અહા ! એક પુદ્ગલ પરમાણુ જે સહજ સ્વભાવપણે છે તે જ વાસ્તવિક પુદ્ગલ છે, સ્વભાવપુદ્ગલ છે. અહા ! આવો પુદ્ગલ પરમાણુ પોતાના (જડ) સ્વભાવપણે છે, પણ તે કાંઈ આત્માના સ્વરૂપમાં છે એમ નથી, આત્માથી અત્યંત ભિન્ન જ છે.
હવે, બે રજકણથી માંડીને અનંત પરમાણુ જે પિંડરૂપે એકઠા (બંધાયેલા) દેખાય છે તે બધાને વિભાવપુદગલ કહેવામાં આવે છે. આ શરીર, મન, વાણી, ઇન્દ્રિય, કર્મ, પૈસા, દાળ, ભાત, શાક, રોટલા, સોનું, પથ્થર, માટી ઇત્યાદિ બધા સ્કંધ છે, એટલે કે ઘણા રજકણોના બનેલા પિંડ છે, અને તે વિભાવપુદગલ છે. એક પિંડમાં રહેલા એ રજકણો એકબીજાના નિમિત્ત-નૈમિત્તિક સંબંધમાં આવ્યા છે ને? તેથી, વિકારી પર્યાયમુક્ત તે પુદ્ગલો વિભાવપુદ્ગલ છે. જો કે તેને વિકાર છે, છતાં દુ:ખ નથી. જડ છે ને? જડને શું સુખ-દુ:ખ? પણ, આ તો એનું સ્વરૂપ આવે છે એમ અહીં વર્ણવ્યું છે.
ભાઈ, સ્વભાવપુદ્ગલ હો, કે પિંડગત વિભાવપુલ હો, ભગવાન આત્માથી એ ભિન્ન જ છે, ને એનાથી ચૈતન્યવહુ આત્મા અત્યંત ભિન્ન જ છે. - હવે કહે છે-“સ્વભાવપુદ્ગલ કાર્યપરમાણુ અને કારણ પરમાણુ એમ બે પ્રકારે છે.”
અહા ! એક પરમાણુ કે જે છેલ્લો પોઈન્ટ છે તે વસ્તુ છે, અસ્તિ છે, જગતનું તત્ત્વ છે. તેના, કહે છે, બે ભેદ છે. જુઓ, પહેલાં પુગલના બે ભેદ કહ્યા સ્વભાવપુલ અર્થાત્ પરમાણુ,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com