________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૨૦]
૩૧૩
-૨અજીવ અધિકાર
ગાથા - ૨૦ अणुखंधवियप्पेण दु पोग्गलदव्वं हवेइ दुवियप्पं। खंधा हु छप्पयारा परमाणू चेव दुवियप्पो।।२०।। પરમાણુ તેમ જ સ્કંધ એ બે ભેદ પુદ્ગલદ્રવ્યના; છ વિકલ્પ છે સ્કંધો તણા ને ભેદ બે પરમાણુના. ૨૦
અન્વયાર્થ- [1yધવિધેન તુ] પરમાણુ અને સ્કંધ એવા બે ભેદથી [પુનિદ્રવ્ય] પુદ્ગલદ્રવ્ય [ દ્ધિવિત્પન્ ભવતિ] બે ભેદવાળું છે; [ ધા: ] સ્કંધો [વતુ] ખરેખર [ પર્ણવIST:] છે પ્રકારના છે [ પરમાણુ: ઘ gવ દ્વિવિ7: ] અને પરમાણુના બે ભેદ છે.
ટીકા- આ, પુદ્ગલ દ્રવ્યના ભેદોનું કથન છે.
પ્રથમ તો પુદ્ગલદ્રવ્યના બે ભેદ છેઃ સ્વભાવપુદ્ગલ અને વિભાવપુદ્ગલ. તેમાં, પરમાણુ તે સ્વભાવપુદ્ગલ છે અને સ્કંધ તે વિભાવપુદ્ગલ છે. સ્વભાવપુદ્ગલ કાર્યપરમાણુ અને કારણ પરમાણુ એમ બે પ્રકારે છે. સ્કંધોના છ પ્રકાર છે: (૧) પૃથ્વી, (૨) જળ, (૩) છાયા, (૪) (ચક્ષુ સિવાયની) ચાર ઇન્દ્રિયોના વિષયભૂત સ્કંધો, (પ) કર્મયોગ્ય સ્કંધો અને (૬) કર્મને અયોગ્ય સ્કંધો-આવા છે ભેદ છે. સ્કંધોના ભેદ હવે કહેવામાં આવતાં સૂત્રોમાં (હવેની ચાર ગાથાઓમાં) વિસ્તારથી કહેવાશે.
[ હવે ૨૦ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે
(અનુકુમ ) गलनादणुरित्युक्तः पूरणात्स्कन्धनामभा। विनानेन पदार्थेन लोकयात्रा न वर्तते।। ३७।।
[શ્લોકાર્ચ- ] (પુદ્ગલપદાર્થ) ગલન દ્વારા (અર્થાત્ ભિન્ન પડવાથી) “પરમાણુ' કહેવાય છે અને પૂરણ દ્વારા (અર્થાત્ સંયુક્ત થવાથી) સ્કંધ' નામને પામે છે. આ પદાર્થ વિના લોકયાત્રા હોઈ શકે નહિ. ૩૭.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com