________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧૨
નિયમસાર પ્રવચન
આમાં તો જૈન સિવાયના ઉત્તરદર્શનોનાં બધાં મિથ્યા કથનો છે એમ કહે છે. આ અજ્ઞાનીને-અન્યમતિને બહુ આકરું લાગે હોં. પક્ષમાં જે બેઠો હોય તેને આ એવું લાગે કે અરર! આ શું કહે છે? પણ બાપુ! આ તો વસ્તુસ્થિતિ છે ને ભગવાન! તું કે બીજો કોઈ જ્યારે આત્માને કહે, અને તે (આત્મા) જો સર્વવ્યાપક હોય તો તો થઈ રહ્યું. તેમાં બીજું કાંઈ હોય જ નહિ. અર્થાત્ સમજવું હોય નહિ, ને કાંઈ ટાળવું પણ હોય નહિ; કાંઈ જ હોય નહિ. પણ એમ તો છે નહિ. માટે, તે સર્વવ્યાપક નથી, પણ પોતાના (અસંખ્યાત પ્રદેશના) ક્ષેત્રમાં વ્યાપક છે. ભાઈ, એનો કેટલો આકાર છે, કેવો આકાર છે, એના કેટલા ભાવ છે, એના કેટલા અર્થપર્યાય છે ઇત્યાદિ એ વસ્તુસ્થિતિ તો એણે જાણવી જોઈશે ને? પરંતુ એ બધું બે નયનું કથનવર્ણન તો ભગવાન વીતરાગના મારગમાં જ છે, બીજે ક્યાંય છે જ નહિ. માટે, કહે છે, બીજાનાં-પર મતનાં કથનોથી ધર્મી-સંત પુરુષોને શું કામ છે?
લ્યો, એ જીવ અધિકાર પૂરો થયો.
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદ્ભગવતકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) જીવ અધિકાર નામનો પહેલો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.”
(અને, આ રીતે પુરુષ પૂ. ગુરુદેવ શ્રી કાનજીસ્વામીનાં તાત્પર્યવૃત્તિ ટીકા ઉપરનાં જીવ અધિકાર પરનાં પ્રવચનો સમાપ્ત થયાં.)
—
—
—
—
—
—
—
—
—
—
Please inform us of any errors on rajesh@AtmaDharma.com