________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯]
૩૧૧ સત્ત્વ છે તેમાં જે રમે છે, લીન-તલ્લીન થાય છે તે જરૂર શીઘ્ર કેવળજ્ઞાનને પામે છે. અહીં “રમે છે તે પર્યાય થઈ, ને જેમાં રમે છે તે વસ્તુ-દ્રવ્ય થયું. (આમ બંને નય અવિરોધપણે સિદ્ધ થયા.)
હવે કહે છે-“fક્ષતિષ પરમતોm: વિરું સં સંજ્ઞનાનામ્” “પૃથ્વી ઉપર પર મતના કથનથી સજ્જનોને શું ફળ છે?”
અહા! આવો ભગવાન સર્વજ્ઞ વીતરાગદેવનો સુંદર સર્વોત્કૃષ્ટ મારગ છે, તો પછી તેને છોડીને અન્યમતના કથનમાં શું છે કે સજ્જનો તે પ્રતિ પ્રેરાય? અહા ! સર્વજ્ઞ પરમેશ્વરે જે આ બે નયો કહ્યા છે, ને વસ્તુની સ્થિતિ યથાતથ્ય દર્શાવી છે, હવે તે તેમની સિવાય પૃથ્વી ઉપરના અન્યમતમાં તો ક્યાંય છે નહિ. ન્યાય અને યુક્તિયુક્ત વસ્તુનું અને મારગનું સ્વરૂપ અન્યમતમાં ક્યાંય છે નહિ, તો અન્યમતના કથનથી સજ્જનોને શું લાભ થાય? કાંઈ લાભ ન થાય. લ્યો, આમ કહે છે.
હવે માણસને આ બહુ આકરું લાગે છે. પણ બાપુ! આ તો વસ્તુની સ્થિતિ-મર્યાદા છે. વસ્તુનું સ્વરૂપ જ આવું છે, ને તે વસ્તુના સ્વરૂપનું કથન ભગવાન સર્વજ્ઞના માર્ગ સિવાય બીજે ક્યાંય છે જ નહિ. તેથી અહીં કહે છે–પર મતના કથનથી સજ્જનોને શું ફળ છે? એમ કે ભગવા તો સજ્જનોને સમયસાર મળે જ છે. પર્ણ આનંદ ને કેવળજ્ઞાન મળે જ છે. તો છે પછી અન્યમતથી સજ્જનોને શું કામ છે? કેમકે અન્યમતથી તો સંસાર સિવાય બીજું કાંઈ ફળ નથી. અન્યમતનું ફળ સંસાર જ છે.
પ્રશ્નઃ આમાં શું કરવું? કેમકે જૈન પરમેશ્વરે કહ્યું એ જ બસ સાચું-એમ માનવાથી તો પક્ષ થઈ જશે?
સમાધાનઃ એમ નહીં થાય ભાઈ ! કેમકે જૈન પરમેશ્વરે જ સત્ય જોયું-જાણ્યું છે, ને કહ્યું છે. અહા ! વીતરાગભાવે તેમણે જાણ્યું છે ને કહ્યું છે. માટે ભગવાને કહેલી વાત બીજે ક્યાંય નથી. સર્વજ્ઞ પરમેશ્વરના વીતરાગ મારગ સિવાય બીજે ક્યાંય આ વાત છે નહીં. ભાઈ, કોઈને સારું લાગે કે ન લાગે. બાપુ! મારગ તો આ છે. સમજાણું કાંઈ... ?
ભાઈ, વસ્તુની સ્થિતિ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર સિવાય સત્યાર્થ સ્વરૂપે કોણ કહી શકે? જુઓને! આ છેલ્લી ગાથામાં વ્યંજનપર્યાયની વાત કહીને આવું સ્વરૂપ સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય નથી એમ કહેવું છે. આ સમયે સમયે જે આકૃતિ તેના (-જીવના) અસ્તિત્વમાં છે તેને કહીને ત્રણ કાળની પર્યાયનું અસ્તિત્વ એનામાં કેવું છે એ સિદ્ધ કર્યું. તો, હવે આવી વાત બીજે ક્યાં છે બાપુ? નથી જ. તેથી તો કહે છે કે પૃથ્વી ઉપરના અન્યમતના કથનથી સજ્જનોને શું ફળ છે? અર્થાત્ સત્પરુષોને સર્વજ્ઞ વીતરાગના મારગ સિવાય બીજું કેમ હોય? ન જ હોય.
અહા ! વીતરાગ પરમેશ્વરે કહેલા આવા દ્રવ્ય-પર્યાયના સ્વરૂપનું જેને અંતરમાં ભાન થયું છે, ને જે ભેદવિજ્ઞાનના અભ્યાસથી નિરંતર નિજસ્વરૂપમાં રમે છે, તેને સમયસાર મળે જ છે, કેવળજ્ઞાન સહિત પરમાનંદની પ્રાપ્તિ થાય જ છે, તો પછી અન્યમતના કથનથી તેને શું ફળ છે? અર્થાત્ સત્પરુષોને અન્યમત પ્રતિ રુચિ હોય જ નહિ, કેમકે એનું ફળ સંસાર છે. શું કીધું? અન્યમતની રુચિ-શ્રદ્ધા ને અન્યમતના અનુસરણથી તો ચતુર્ગતિના પરિભ્રમણરૂપ સંસાર જ ફળશે. માટે જેનાથી સંસાર જ ફળે એવા અન્યમતના અનુસરણથી સપુરુષને શું કામ છે? અહા! કહે છે-“જગતના જૈનેતર દર્શનોનાં મિથ્યા કથનોથી સજ્જનોને શો લાભ છે?' લ્યો,
Please inform us of any errors on rajesh@AtmaDharma.com