________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૧)
[ નિયમસાર પ્રવચન જ્ઞાયકમાં એકાગ્ર-લીન થાય છે, તેઓ તે પરમજ્યોતિને શીધ્ર પામે છે જ, અર્થાત્ તેઓ અલ્પકાળમાં કેવળજ્ઞાનને પામે છે જ. લ્યો, આવી અંતરની વાતુ!
શ્લોક ૩૬: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ “જેઓ બે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા થકા પરમજિનના પાદપંકજયુગલમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે.'
અહા ! દ્રવ્ય, દ્રવ્યપણે ત્રિકાળ ધ્રુવ છે, ને પર્યાય, પર્યાયપણે વર્તમાન છે; તે બેય થઈને એક સમયમાં આખી વસ્તુ છે-એમ વસ્તુસ્થિતિને જે યથાર્થ જાણે છે તે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા એવા સંતપુરુષો છે. અર્થાત્ સપુરુષો બે નયોના વિષયને ઓળંગતા નથી, પણ વસ્તુને બે નયોની યુક્તિ વડે જેમ છે તેમ યથાર્થ જાણે છે. વળી તેઓ પરમજિન અર્થાત્ ભગવાન વીતરાગ સર્વજ્ઞદેવના ચરણકમળમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે. અહા ! ધર્મી સંત પુરુષો ભગવાન વીતરાગદેવના ચરણકમળમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે.
અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરને જેવી અંદરમાં પૂર્ણ સહજ શક્તિ હતી તે પર્યાયમાં વ્યક્ત-પ્રગટ થઈ છે. તો, એવા પૂર્ણ પરમાત્મા વીતરાગ સર્વજ્ઞદેવે કહેલા બે નયોની યુક્તિને નહીં ઓળંગતા થકા-બેય નયને જેમ છે તેમ યથાતથ્ય જાણતા થકા-ધર્મી સપુરુષ પરમ યોગીશ્વર જિનપરમાત્માના ચરણકમળમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે. એટલે શું? કે ભગવાનને જેમ પૂર્ણ વીતરાગતા ને સર્વજ્ઞતા પર્યાયમાં પ્રગટ થયા છે તેમ, પોતાનો પણ અંદર પૂર્ણ સહજ વીતરાગ ને સર્વજ્ઞસ્વભાવ છે એમ જાણીને, પુરુષો નિજ વીતરાગસ્વભાવમાં ભ્રમરની જેમ લીન થાય છે. અહા ! ભમરો જેમ ગુંજારવ કરે છે, ને પુષ્પના રસમાં મત્ત થઈ લીન થાય છે તેમ ભગવાન આત્માના ચિદાનંદઘન સ્વભાવમાં સત્પરુષો, આ હું છું—એમ પ્રતીતિ કરીને મત્ત થઈ તલ્લીન થાય છે. આવો મારગ છે.
તો, ભગવાને કહેલા માર્ગમાં રહેલા “એવા જે સત્પરુષો તેઓ શીધ્ર સમયસારને અવશ્ય પામે છે.”
એ તો સમયસારમાં પણ આવ્યું હતું ને કે સર્વ નયોનું કથંચિતપણું સ્વીકારીને... અહા ! વિભાવનયથી આત્મા વિભાવપણે છે, કેમકે પર્યાયમાં વિભાવ છે, માટે વિભાવનય વિભાવ અસત નથી, કેમકે નહીંતર તો વ્યવહારનય જ ન હોય. તેથી બંને નયો વડે કથંચિત્ જે પ્રકારે જ્યાં વ્યાખ્યાન હોય તેને તે પ્રમાણે ત્યાં સ્વીકારીને જાણીને જે પોતાના સચ્ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મામાં રમે છે તે આત્માને જરૂર શીધ્ર પામે છે, અર્થાત્ અલ્પકાળમાં તેને પૂર્ણ આનંદ ને કેવળજ્ઞાનની પ્રાપ્તિ થાય છે.
અહા! ભગવાને કહેલા બે નયોનું ને તેના વિષયોનું વાસ્તવિક જ્ઞાન કરીને, જે નિજ સ્વભાવમાંનિજ પરમભાવમાં-રમે છે તે શીધ્ર આત્માને પામે છે એમ કહેવું છે. ભાઈ, જ્ઞાન તો બેય નયનું કરવાનું છે ને? બે નય છે, ને ભગવાને બે નય કહ્યા છે, એટલે બેયને જાણવા તો જોઈશે ને? પણ બેયને જાણીને, શુદ્ધ ચૈતન્યઘનસ્વભાવમાં, એટલે કે અનાદિ-અનંત શુદ્ધ ચૈતન્યરસનું નિજ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com