________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ઉO૯
ગાથા-૧૯] જિનવચનમાં રમવું છે.
તો, જિનવચનમાં અર્થાત્ વીતરાગી ભાવમાં એટલે કે ભગવાન જિનેશ્વરે કહેલા અખંડ, એક ધ્રુવ જ્ઞાયકભાવમાં જે પુરુષો રમે છે, “તેઓ સ્વયમેવ મોહને વમી નાખીને,' ...
અહાહા..! કહે છે-તેઓ સ્વયમેવ-પોતે જ-મિથ્યાત્વને વમી નાખે છે. અહા! પર્યાયમાં વિકારવિભાવ હોવા છતાં જેઓ ભગવાન જ્ઞાયકસ્વરૂપ નિજ આત્મામાં એકાગ્ર-અંતર્લીન થાય છે તેઓ પોતાની મેળે જ બીજા કોઈ કારણ વિના જ-મિથ્યાત્વને વમી નાખે છે. (અર્થાત તેઓ સમ્યકત્વને પામે છે. )
એ તો કાલે (કળશ ૩૪માં) આપણે ન આવ્યું? કે અમારા આત્મસ્વભાવમાં વિભાવ નથી, તેથી તેની અમને ચિંતા નથી અને અહીંયાં પણ જેને સ્વભાવનું ભાન ગયું છે તેની વાત છે ને? તેથી, કહે છે કે, પર્યાયમાં વિકાર ને વિભાવ છે, છતાં પૂર્ણાનંદસ્વરૂપ ભગવાન આત્માનો પરમભાવ એવો જે સ્વભાવ છે તેના ભાનમાં-દષ્ટિમાં, વિભાવ અસત્ છે. અહા! નિત્યાનંદ ધ્રુવ વસ્તુમાં વિભાવ નથી, ને વસ્તુની દષ્ટિમાં પણ વિભાવ નથી. પર્યાયમાં વિભાવ સત્ છે તો હો, પણ જેને નિજ સ્વભાવનું ભાન થયું છે કે આ સ્વભાવ તો ચૈતન્ય..ચૈતન્ય.ચૈતન્ય-એવો જ્ઞાનમૂર્તિ ધ્રુવ છે તે કહે છે કે આ સ્વભાવમાં વિભાવ કેવો?
અહાહા....! મુનિરાજ કહે છે-અમને સ્વભાવની દષ્ટિ થઈ છે તેથી અમને વિભાવની ચિંતા નથી અહા ! શુદ્ધ ચિદાનંદઘન નિજ પ્રભુને અમે જાણ્યો છે, ને તેમાં વિભાવ અસત્ છે, તેથી અમને વિભાવની કોઈ ચિંતા નથી. એટલે કે હવે અમને સંસાર જ નથી એમ કહે છે. અહા ! હવે અમારે ક્યાં ભવ કરવો પડશે, ને ક્યાં જશું-એવી કોઈ ચિંતા અમને નથી, કેમકે અમે તો નિજ પરમભાવસ્વભાવમાં છીએ ને ત્યાં જ રહેશું-રમશું-ઠરશું.
તો, કહે છે-“તેઓ સ્વયમેવ મોહને વમી નાખીને, અનૂતન (-અનાદિ) અને કુનયના પક્ષથી નહિ ખંડિત થતી એવી ઉત્તમ પરમજ્યોતિને-સમયસારને-શીધ્ર દેખે છે જ.”
અહાહા..! ચૈતન્યની પરમજ્યોતિ, જ્ઞાનની ઝળહળ જ્યોતિ એવો ભગવાન આત્મા અનૂતન છે, અર્થાત્ તે નવો થયો નથી, પણ તે પુરાણ પુરુષ અનાદિથી છે, છે ને છે જ. વળી તે કુનયના પક્ષથી ખંડિત થતો નથી. એટલે કે કોઈ એકાંત કહેતું હોય કે-દ્રવ્ય નથી, પર્યાય જ છે; વા પર્યાય નથી, દ્રવ્ય જ છે–તો એવા કુનયથી તે ખંડિત થતો નથી. વળી, તેને અહીં જ્યોતિ કહી છે ને? તો, સંસારને તો બાળીને ભસ્મીભૂત કરી નાખે છે એવી એ ઉત્તમ જ્યોતિ છે.
તો, કહે છે–એ પુરુષો, મોહરહિત થઈને, ઉત્તમ ચૈતન્યજ્યોતિરૂપ નિજ સમયસારને શીધ્ર દેખે છે જ અર્થાત્ અલ્પકાલમાં તેઓ મુક્તિને પામે છે. પાછું જોયું? “શીઘ્ર દેખે છે જ'—એમ કહ્યું છે. અહા ! પૂર્ણાનંદસ્વરૂપ નિજ ભગવાન આત્માનું અને અપૂર્ણ તથા વિકારની દશાનું-બેયનું યથાર્થ જ્ઞાન કરીને જે પૂર્ણ ચિદાનંદઘનસ્વરૂપમાં ઢળે છે, રમે છે, લીન થાય છે, અહાહા...જેમની રમતું સ્વભાવ સાથે મંડાણી છે, તેમને મોહનો-મિથ્યાત્વનો નાશ થઈને અલ્પકાળમાં મુક્તિ થાય છે જ.
અહા! એ ઉત્તમ જ્યોતિ-પરમ ચૈતન્યજ્યોતિ નહોતી ને થઈ છે એમ નથી. એ તો અનાદિથી એવી ને એવી જ વિદ્યમાન છે, તેમ જ તે કદીય કુનયથી ખંડિત થતી નથી; કુનયથી-મિથ્યા પક્ષથીખંડિત થાય એવી એ ચીજ જ નથી. તો, જેઓ જિનવચનમાં રમે છે, એટલે કે ભગવાન
Please inform us of any errors on rajesh@AtmaDharma.com