________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩/૮
| [ નિયમસાર પ્રવચન અખંડ; કાંઈ કોઈ પ્રદેશ આમ છૂટો-જુદો પડી જાય છે એમ નથી; છતાં તે છૂટો છે, ભિન્ન છે. કેમ? કેમકે નહીંતર તો, અર્થાત્ એકમાં બીજાનો અભાવ ન રહે તો, અસંખ્ય પ્રદેશ સિદ્ધ થઈ શકશે નહિ. આ વાત પ્રવચનસારની ૯૯મી ગાથામાં છે. અહા ! આ બધું જાણીને એણે વળવાનું ને ઠરવાનું તો અખંડ, ધ્રુવ દ્રવ્યમાં જ છે હોં. પરંતુ દ્રવ્ય ઉપર વળવામાં પર્યાયનું સત્યપણું (સપણું ) જો જ્ઞાનમાં ન હોય તો, અહા! જે રીતે તેનો વ્યંજનપર્યાય વિકારી વા નિર્વિકારી છે તેનું સાચું જ્ઞાન ન હોય તો, તે સ્વભાવ તરફ વળીઢળી શકશે જ નહિ.
અહીં કહે છે-“કેમ કે પૂર્વ કાળે તે ભગવતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે.' સિદ્ધો પણ પૂર્વે સંસારીઓ હુતા તેથી આ વ્યવહાર છે.
પ્રશ્નઃ પણ સિદ્ધ તો અનાદિના છે ને?
સમાધાન: સાંભળને હવે! અનાદિના સિદ્ધ છે એ તો સામાન્ય અપેક્ષાએ વાત છે. પણ જ્યાં વ્યક્તિ-વ્યક્તિ નવા સિદ્ધ થાય છે એમ વાત છે ત્યાં તો તેઓ પહેલાં સંસારી હતા, ને નવા સિદ્ધ થયા એમ કહેવાય છે. તો, કહે છે–પૂર્વ કાળે તે ભગવંતો સંસારી હતા, ને તેથી આ વ્યવહાર છે એમ કે સિદ્ધ પહેલાં અશુદ્ધ હતા, માટે તેઓ અત્યારે અશુદ્ધ છે એમ કહેવાનો વ્યવહાર છે.
એ તો ભક્તિમાં આવે છે ને કે હે ભગવાન! તમે અત્યારે મોટા થઈને બેઠા છો, પણ અજ્ઞાનદશામાં આપણે બધા ભેગા રમતા હતા તે શું તમે ભૂલી ગયા? હે પ્રભુ! બાળપણે ( અજ્ઞાનપણે ) આપણે નિગોદાદિમાં સાથે રહ્યા હતા તે શું આપ ભૂલી ગયા ? આવું આવે છે ને ? તો, ભક્તિમાં આમ કહીને. સિદ્ધને પર્વે અજ્ઞાનદશા હતી એમ સિદ્ધ કરે છે. અને તેથી તેમને વર્તમાનમાં અજ્ઞાનદશા છે એવો કહેવાનો વ્યવહાર છે એમ કહે છે.
બહુ કથનથી શું? સર્વ જીવો બે નયોના બળે શુદ્ધ તેમ જ અશુદ્ધ છે એવો અર્થ છે.”
અહા! જેવી સ્થિતિ અશુદ્ધ આકૃતિની ને મલિનતાની પૂર્વે હતી તે સિદ્ધ કરીને, સિદ્ધદશામાં પણ તે વર્તમાનમાં છે એમ આરોપ કરીને કહ્યું. ને આ રીતે બે નયોના બળે બધા જીવો આવા શુદ્ધ-અશુદ્ધ છે એમ કહે છે. આવી ગંભીર વાતુ છે બાપુ!
હવે કહે છે-“એવી રીતે (આચાર્યદવ ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ચોથા શ્લોક દ્વારા ) કહ્યું છે કે-'
બન્ને નયોના વિરોધને નષ્ટ કરનારા, સ્યાસ્પદથી અંકિત જિનવચનમાં જે પુરુષો રમે છે...'
અહા! સ્યાસ્પદની મુદ્રાવાળી ભગવાન કેવળીને વાણી અર્થાત્ વાણીનો ભાવ બંને નયોના વિરોધને નષ્ટ કરી દે છે. સ્યાસ્પદ એટલે શું? સ્યાસ્પદ એટલે કથંચિત, કોઈ અપેક્ષાએ કહેવું તે. અહા ! તો અપેક્ષા દર્શાવીને જિનવચન બંને નયોના વિરોધને મટાડી દે છે. અહા ! દ્રવ્યાર્થિક નયે દ્રવ્ય ત્રિકાળ શુદ્ધ છે, ને પર્યાયનયે, પર્યાયથી જોતાં, પર્યાયમાં અશુદ્ધતા છે, વિકાર છે. વળી સિદ્ધને નિર્વિકાર શુદ્ધતા છે, તોપણ પૂર્વે અશુદ્ધતા હતી તે અપેક્ષાએ અશુદ્ધતા છે એમ કથંચિત કહેવાય છે. આ પ્રમાણે સ્યાસ્પદથી અંકિત જિનવાણી સર્વ વિરોધને મટાડી દે છે.
તો, એવા જિનવચનમાં જે પુરુષો રમે છે... જિનવચનમાં રમે છે એટલે શું? એટલે કે વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેવા ભાવમાં રમવું અર્થાત્ ભગવાને કહેલો શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય જે શુદ્ધ ચિત્માત્ર વસ્તુ એક જ્ઞાયકભાવ છે તેમાં એકાગ્ર થઈ તેનો જ અભ્યાસ કરવો તે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com