________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯ ]
૩૦૭ અહા ! વસ્તુની સ્થિતિ કેવી રીતે મૂકે છે એ તો જુઓ! અત્યારે ભલે સિદ્ધને વિભાવરૂપ આકૃતિ ન હોય, પણ પૂર્વે અસંખ્ય પ્રદેશની વિભાવરૂપ આકૃતિ હતી, તેથી પૂર્વની અવસ્થાનો આરોપ કરીને તેમને તે અત્યારે છે એમ ભૂત નૈગમનયના બળે કહેવામાં આવે છે. સિદ્ધને વિભાવવ્યંજનપર્યાય પૂર્વે પર્યાયમાં હતી ને? તેથી, તે પર્યાય નાશ થઈ હોવા છતાં તે વર્તમાનમાં છે એમ નથી કહેવામાં આવે છે.
આમાં શું કહે છે તે સમજાય છે કાંઈ...? અહીંયાં ત્રણે કાળની પર્યાયનું સ્વરૂપ બતાવીને જીવના આકારની વિકારી પર્યાયને સિદ્ધ કરે છે. અને આવી વાત સર્વજ્ઞ સિવાય બીજે ક્યાંય હોઈ શકે નહીં. અહા! ભગવાન સિદ્ધને વર્તમાન વ્યંજનપર્યાય શુદ્ધ છે, એટલે તેનો નાનો-મોટો આકાર થતો નથી, અને તેથી તેમને વ્યંજનપર્યાય ગણી નથી. પરંતુ તેમને (સિદ્ધને) પૂર્વે વ્યંજનપર્યાયમાં નાનો-મોટો આકાર હતો. જેમ દરેક સંસારી જીવની વ્યંજનપર્યાયમાં ફેરફાર થાય છે, તેમ પૂર્વે સિદ્ધના જીવને પણ વ્યંજનપર્યાયમાં ફેરફાર થતો હતો. તો, એ લક્ષમાં લઈ પૂર્વની વિભાવરૂપ આકારની પર્યાયનો આરોપ દઈને તે વર્તમાનમાં છે એમ નૈગમનયે કહેવામાં આવે છે.
તો, કહ્યું કે, સિદ્ધને પૂર્વે વ્યંજનપર્યાય-આકૃતિની પર્યાય-વિકારી હતી. પણ અત્યારે તે અશુદ્ધ નથી. છતાં, પૂર્વની પર્યાયનો આરોપ કરીને અત્યારે વિભાવવ્યંજનપર્યાય છે એમ કહેવાય છે. લ્યો, હવે આવી વસ્તુ છે તેમાં બધાયનો સમન્વય ક્યાંથી કરવો? અહા ! સર્વજ્ઞસ્વભાવી ભગવાને આવું જોયું છે. અને ઉપર ટીકામાં પણ કહ્યું ને કે “ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છે.' તો, તેમની સિવાયતેમને છોડીને બીજે ક્યાંય આવી વાત છે નહીં, હોઈ શકે નહીં. સર્વાપણું એક સમયમાં ત્રણ કાળ ને ત્રણ લોકને જાણે છે. અને એવી પ્રત્યેક જીવની શક્તિ છે. તો, આ શક્તિ જેમને પ્રગટ થઈ છે તેવા સર્વજ્ઞ પરમેશ્વરે વસ્તુનું આવું સ્વરૂપ જોયું છે અને વસ્તુનું સ્વરૂપ પણ આ રીતે જ હોઈ શકે. નહીંતર, બીજી રીતે તે સાબિત થઈ શકતું જ નથી.
અહીં કહે છે ભગવાન સિદ્ધને વર્તમાનમાં વિભાવભંજનપર્યાય છે, ને અશુદ્ધતા પણ છે એમ ભૂત નૈગમનયના બળે કહી શકાય છે; કેમકે પૂર્વે તેઓ અશુદ્ધ હતા ને? તો અત્યારે પણ એવા છે એમ ભૂત નૈગમનયથી કહેવાય છે. જેમ ભવિષ્યમાં જે રાજા થવાનો હોય તેને અત્યારે રાજા કહેવાય, અને રાજાપણાથી કોઈ ઉતરી ગયો હોય-રાજાપણું બીજાને સોંપી દીધું હોય તો પણ તેને રાજા કહેવાય, તેમ સિદ્ધને પૂર્વે સંસારની દશામાં આકૃતિની વિકારી પર્યાય હતી તેથી, ભલે અત્યારે તે નથી તોપણ, ભૂતકાળની અપેક્ષા લઈ વર્તમાનમાં તે છે એમ કહેવામાં આવે છે. હવે આવી વાત, અધ્યાત્મની વાત સાથે મુનિવરોએ કુંદકુંદાચાર્યદવે પણ અહીં નાખી છે; તો ભાઈ ! એણે જાણવી તો પડશે ને? અહા ! અંદર જેવો વસ્તુની પર્યાયનો અંશ છે, વા પર્યાયનો જેવો સ્વભાવ છે તેવો એણે નકકી કરવો પડશે એમ કહે છે. અહા ! વસ્તુ તો જે છે એ જ છે; પણ તે ચીજ આવી છે એમ એના જ્ઞાનમાં યથાતથ્ય ન આવે તો પછી તેનો સહારો-આશ્રય કેવી રીતે લઈ શકે ?
અહા! આ નિયમસાર (મોક્ષમાર્ગ) છે ને? તેથી, જેવો અસંખ્ય પ્રદેશી ભગવાન આત્મા છે તેવો અહીં વર્ણવે છે. જુઓ, શ્રીમદે પણ આત્મસિદ્ધિમાં કહ્યું છે ને કે-“શુદ્ધ બુદ્ધ ચૈતન્યઘન...' તો, ત્યાં એમ કહ્યું છે કે ભગવાન આત્મા ચૈતન્યઘન છે, અસંખ્ય પ્રદેશ છે. તેના એક પ્રદેશમાં બીજા પ્રદેશનો અભાવ છે. માટે, અસંખ્ય પ્રદેશ સિદ્ધ થાય છે. આત્માના તે અસંખ્ય પ્રદેશ છે તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com