________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩/૬
[નિયમસાર પ્રવચન જુઓ, આ પ્રશ્નનું સમાધાન ! કહે છે–અમે કહેલો સ્ત્રાર્થ વ્યર્થ નથી ઠરતો. કેમકેમ કે એ વિભાવભંજનપર્યાય સિદ્ધને પૂર્વે હતો, તેથી એનો ઉપચાર કરીને તે સિદ્ધને વર્તમાનમાં છે એમ અહીં કહેવામાં આવેલ છે. બીજી રીતે કહીએ તો, પૂર્વે સિદ્ધને સંસારપર્યાય-વિકારપર્યાય નહોતી એમ નથી, પણ તે પૂર્વે હતી જ. આમ જીવની પર્યાયની સ્થિતિ સિદ્ધ કરે છે.
અહા ! સંસારી જીવને તો વર્તમાનમાં જ વિકારી પર્યાય છે. પરંતુ સિદ્ધને તે વર્તમાન નથી; સિદ્ધને વર્તમાન તો પરિપૂર્ણ શુદ્ધ જ પર્યાય છે. તથાપિ સિદ્ધ ભગવંત પણ પર્યાયનયે વિભાવવ્યંજનપર્યાયથી સહિત હોય છે એમ જે કહેવામાં આવ્યું તેનું સમાધાન એમ છે કે પૂર્વે (સંસારાવસ્થામાં) સિદ્ધના જીવને પણ વિકારી આકારની પર્યાય હતી અને તેને લક્ષમાં લઈને તે અપેક્ષાએ તેઓ એનાથી સહિત છે એમ કહેવામાં આવેલ છે. અહા ! આમ જીવની પર્યાયની સ્થિતિ અહીં સિદ્ધ કરે છે. સમજાય છે કાંઈ? પરંતુ આ જાણીને પાછો આશ્રય તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો લેવાનો છે હોં. અહા ! જ્ઞાન બેયનું કરવાનું છે, કેમકે જ્ઞાન તો વસ્તુ જેમ છે તેમ જાણે ને? અન્યથા ન જાણે. પણ ધર્મી પુરુષ આશ્રય તો ત્રિકાળી ધ્રુવ દ્રવ્યનો જ લે છે. ધ્રુવનું જ એને શરણ છે.
અહા! અહીં કહે છે-ભગવાન સિદ્ધનો જીવ પણ પૂર્વે સંસારદશામાં હતો. શું કીધું? પૂર્વે તેઓ સિદ્ધ જ હતા એમ કાંઈ નથી, પૂર્વે તેઓ સંસારી જ હતા; અને ત્યારે તેઓ વિકારપણે હતા. આત્માનો આકાર પણ ત્યારે કર્મના સંબંધમાં વિભાવપણે હતો. પરંતુ પછી કર્મનો સંબંધ છૂટી ગયો, ને તેઓ સ્વભાવપણે થઈ ગયા. માટે, પૂર્વની અપેક્ષાએ, ભૂત નૈગમનયે તેમને વિભાવભંજનપર્યાય કહેવાય છે.
નીચે ફૂટનોટમાં અર્થ છે, જુઓ.
જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે છે, ભવિષ્યકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે), અથવા કંઈક નિષ્પન્નતાયુક્ત અને કંઈક અનિષ્પન્નતાયુક્ત વર્તમાન પર્યાયને સર્વનિષ્પન્નવત સંકલ્પિત કરે (અથવા કહે), તે જ્ઞાનને (અથવા વચનને) નૈગમનય કહે છે.'
જુઓ, ભૂતકાળની અવસ્થાને વર્તમાનવ-જાણે કે તે અત્યારે જ હોય એમ-સંકલ્પિત કરે અથવા કહે તે નૈગમનાય છે. (જેમ કે ભગવાન આદિનાથને હમણાં પણ તીર્થકર આદિનાથ કહેવા.)
તેવી રીતે ભવિષ્યકાળની અવસ્થાને વર્તમાનવ-જાણે કે તે અત્યારે જ હોય એમ-સંકલ્પિત કરે અથવા કહે તેય નૈગમનય છે. જેમકે કોઈ મોક્ષમાર્ગી કે જે સિદ્ધદશાને અત્યારે સાધે છે તેને સિદ્ધ કહેવા. મોક્ષ થયો નથી છતાં, પ્રવચનસારમાં તેને મોક્ષતત્ત્વ કહ્યું છે તે આ નયે કહ્યું છે.
તથા કંઈક નિષ્પન્ન ને કંઈક અનિષ્પન્ન એવી વર્તમાન અવસ્થાને સર્વનિષ્પન્નવત, સંપૂર્ણ નિષ્પન્ન થઈ ગયેલી કહેવી-જાણવી તેય નૈગમનાય છે. જેમ કે ચૂલા ઉપર ચોખા ચઢી રહ્યા હોય તેને ચઢી ગયેલા ભાત કહીએ તે નૈગમનય છે.
તો, આ પ્રમાણે, એક પ્રકારે નહીં, પણ અનેક પ્રકારે જેમાં કથન હોય તે નૈગમનાય છે. હવે કહે છે- “તે નૈગમનય ત્રણ પ્રકારનો છે. ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવી નૈગમ. અહીં ભૂત નૈગમન ની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે.” અત્યારે પણ સિદ્ધને અશુદ્ધ વ્યંજનપર્યાય છે એમ ભૂત નૈગમનયના બળે કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com