________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯ ]
વિભાવભંજનપર્યાય છે. તો, તે વિભાવવ્યંજનપર્યાયો સહિત પરિણતિ સિદ્ધને નથી.
‘ કેમ ? ’ તો કહે છે-‘સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી.’
અહાહા...! ભગવાન સિદ્ધ સદા નિરંજન-નિર્વિકાર હોવાથી તેમને વિભાવવ્યંજનપર્યાય નથી. અહો ! કેવી ગજબ શૈલીથી વસ્તુને સિદ્ધ કરે છે!
એટલું કે
૩૦૫
અહા ! એક તો એમ કહ્યું કે
-જીવના અસંખ્ય પ્રદેશ છે; વળી,
–તેનો સમય-સમયનો આકાર વિભાવરૂપ પણ હોય છે. વળી,
–શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે સંસારીનેય વિભાવવ્યંજનપર્યાય નથી.
વિભાવવ્યંજનપર્યાયાર્થિક નયના બળે સિદ્ધનેય વિભાવવ્યંજનપર્યાયોથી સહિતપણું છે. વિશેષ
–સિદ્ધને વિભાવવ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી.
ઓહો..! કેવી વસ્તુની સ્થિતિ વર્ણવી છે. અહા! આવું વસ્તુનું સ્વરૂપ જૈન સર્વજ્ઞ પરમેશ્વરના માર્ગ સિવાય બીજે ક્યાંય હોઈ શકે જ નહિ. અહા! આ વાત અહીં જીવ અધિકારમાં કરીને આખી વસ્તુની સ્થિતિ સુસ્પષ્ટ વર્ણવી છે. અહો ! મુનિરાજની ગજબ શૈલી છે!
અહા! વસ્તુ નામ જીવનો આકાર જ ન હોય તો, પ્રદેશત્વગુણ જ સિદ્ધ થાય નહિ, અને તો, એનો વિભાવરૂપ આકાર સંસારમાં છે તેય સિદ્ધ થાય નહિ. અરે, વસ્તુ જ સિદ્ધ ન થાય.
વળી, કહે છે–સિદ્ધને બીજા ગુણોનું પરિણમન હોય છે, અર્થપર્યાયો સહિત સિદ્ધને પરિણતિ છે, પણ સિદ્ધને વ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી, અર્થાત્ વિભાવવ્યંજનપર્યાયો સંસારદશામાં જ જીવને હોય છે, પણ તે ભગવાન સિદ્ધને હોતી નથી. કેમ ? સિદ્ધ નિત્ય નિરંજન હોવાથી. આવી ગંભીર વાતુ બાપુ !
· (પ્રશ્ન: ) જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમ જ પર્યાયાર્થિક બંને નયોથી સંયુક્ત છે (અર્થાત્ બધા જીવોને બન્ને નયો લાગુ પડે છે) એવો સૂત્રાર્થ (ગાથાનો અર્થ ) વ્યર્થ ઠરે છે. ’
શું કહે છે? પ્રશ્ન સમજાણો કે નહિ? એમ કે બધા જીવો બે નયોથી સહિત છે એમ તમે કહ્યું હતું, ને અહીંયાં પાછું સિદ્ધને વિભાવવ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી–એમ કહીને તમે જ તેને કાઢી નાખો છો. તો, બધા જીવો બે નય સહિત છે એવી તમારી વાત ક્યાં રહી? અહા! વસ્તુ-દ્રવ્ય તરીકે ને પર્યાયપણે બંને નયોથી બધા જીવો સહિત જ છે, અને તેથી વ્યંજનપર્યાય સહિત બધા જીવ છે એમ તમે કહ્યું હતું, જ્યારે હવે તમે તો એમ કહો છો કે તે વ્યંજનપર્યાયો સિદ્ધને નથી. તો, પહેલાં તમે જે સૂત્રનો અર્થ કર્યો હતો તે ખોટો ઠરે છે. લ્યો, આવો પ્રશ્ન !
× (ઉત્ત૨: વ્યર્થ નથી ઠરતો કારણ કે–) નિગમ એટલે વિકલ્પ; તેમાં હોય તે નૈગમ. તે નૈગમનય ત્રણ પ્રકારનો છેઃ ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવી નૈગમ. અહીં ભૂત નૈગમનયની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે, કેમ કે પૂર્વ કાળે તે ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે. બહુ કથનથી શું? સર્વ જીવો બે નયોના બળે શુદ્ધ તેમ જ અશુદ્ધ છે એવો અર્થ છે.'
Please inform us of any errors on rajesh@AtmaDharma.com