________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩૪
[ નિયમસાર પ્રવચન વાતુ ઝીણી બાપુ! હવે બીજી નય કહે છે:
વિભાવવ્યંજનપર્યાયાર્થિક નયના બળે...'
અહા! આ ભાષા જુઓ ! આત્માના અસંખ્ય પ્રદેશમાં કર્મના નિમિત્ત સંબંધથી જે આકારનું વિભાવપણું છે તે પોતામાં પોતાને કારણે છે, અર્થાત્ તે પોતાની જ સ્થિતિ છે એમ કહે છે. અહા! તે કર્મને લઈને છે એમ નથી. એટલે કે વિભાવવ્યંજનપર્યાયનું અસ્તિત્વ-હોવાપણું જીવની પોતાની સત્તાને લઈને પોતામાં છે, ને આ જીવની મર્યાદા છે એમ કહે છે.
તો કહે છે-“ વિભાવભંજનપર્યાયાર્થિક નયના બળે તે સર્વ જીવો (પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી) સંયુક્ત છે.'
જુઓ, “સર્વ જીવો' કહ્યા ને? મતલબ કે સિદ્ધ ભગવાનનો જીવ પણ વિભાવભંજનપર્યાયથી સહિત છે એમ કહે છે.
એ કેવી રીતે?
ભાઈ, સિદ્ધના જીવની પર્યાય પણ પૂર્વે (સંસારાવસ્થામાં) વિભાવવ્યંજનપણે હતી ને? અત્યારે નથી, પણ પૂર્વે હતી તેને અહીં ગણતરીમાં લઈને કહે છે કે સિદ્ધનો જીવ પણ વિભાવભંજનપર્યાયથી સહિત છે. અહા ! મુનિનું કથન કેટલું ગંભીર છે!
ભગવાન સિદ્ધને વૈભાવિક આકાર અત્યારે ભલે ન હો, કેમકે અત્યારે તો શુદ્ધ આકાર છે. પરંતુ અત્યારે તેને (શુદ્ધ આકારને) ગણવો નથી, પણ પૂર્વે એમને જે વિભાવભંજનપર્યાય-વિભાવિક આકારહતો તેની વાત કરવી છે. તો તેને લક્ષગત કરીને કહે છે-વિભાવવ્યંજનપર્યાયાર્થિક નયના બળે સર્વ જીવો પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી સંયુક્ત છે. અહા ! સંસારી ને સિદ્ધ બધાય જીવો વિભાવ-આકારથી સહિત છે. અહા ! એકલા સંસારી એમ નહિ, સિદ્ધ પણ વિભાવવ્યંજનપર્યાયોથી સહિત છે. કઈ અપેક્ષાએ? ભૂત નૈગમનયના બળે. અહા ! આવું જ જીવની પર્યાયનું સ્વરૂપ છે. સમજાણું કાંઈ....?
હવે કહે છે-“ વિશેષ એટલે કે સિદ્ધ જીવોને અર્થપર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી.'
જુઓ, અનંત ગુણોની શુદ્ધ અર્થપર્યાય સિદ્ધને છે, પણ પ્રદેશત્વગુણની આકૃતિનીવિભાવભંજનપર્યાય સિદ્ધને નથી. તો, કહે છે-વ્યંજનપર્યાયો સહિત પરિણતિ સિદ્ધને નથી. સિદ્ધને વ્યંજનપર્યાયો ગણી નથી, કેમકે તેમને વિભાવવ્યંજનપર્યાય નથી. વ્યંજનપર્યાયો એટલે અહીં વિકારી વ્યંજનપર્યાયો સમજવી. અહા! જેનો ( જે ગુણનો) જે અંશ વિભાવિકપણે છે તેને અહીં સિદ્ધ કરે છે. અહા! વસ્તુની મર્યાદા–સ્થિતિ ને એની સત્તા કેવી શૈલીથી સિદ્ધ કરે છે! ભાઈ, ત્રિકાળી સત્તા, ને એની પર્યાયની અશુદ્ધતાની સત્તા પણ એની (વસ્તુની) મર્યાદા છે. અહા ! ક્ષણ-ક્ષણની જે આકૃતિ-આકાર થાય છે તે પણ વસ્તુની મર્યાદા છે. માટે આવી વાત જ્યાં નથી, ને જ્યાં એક જ નયનું કથન છે તે કથન ગ્રહવાયોગ્ય નથી.
અહા! સંસાર અનાદિ–સાંત છે. વસ્તુ-જીવદ્રવ્ય અનાદિ-અનંત છે, પણ તેનો સંસાર અનાદિ-સાંત છે; અને ત્યાં લગી જ તેને વિભાવવ્યંજનપર્યાય હોય છે એમ અહીં કહે છે. તે વિકાર છે ને? કર્મના નિમિત્તે તેનો પ્રગટ આકાર છે માટે તે વિકાર છે, વિભાવરૂપ છે અર્થાત્
Please inform us of any errors on rajesh@AtmaDharma.com