________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯]
૩૦૩ કે જીવની વસ્તુસ્થિતિ આ છે એમ કહે છે. શું? કે જીવને વિભાવભંજનપર્યાય-વિકારી આકારસંસારદશામાં છે. અહા! એવો પર્યાયનયનો વિષય છે. અહા ! સંસારીને અસંખ્ય પ્રદેશની વિકારી પર્યાયવિભાવરૂપ પ્રગટ આકાર-હોવા છતાં, શુદ્ધ સત્તાગ્રાહક દષ્ટિમાં તે છે જ નહિ એમ કહે છે.-આમ કહીને
જીવની સત્તામાં ત્રિકાળી શદ્ધ સત્તા પણ છે. ને તેની વર્તમાન સત્તામાં અશદ્ધતા પણ છે એમ બેય સિદ્ધ કરે છે. સમજાય છે કાંઈ....?
હવે, આવી વાત એક સર્વજ્ઞના મત સિવાય બીજે ક્યાં છે બાપુ? એકલા દ્રવ્યને માનનારા વેદાંતાદિમાં આ ક્યાં હોય? તેમ જ એકલી પર્યાયને માનનારા ક્ષણિકવાદી બૌદ્ધમાં પણ આ ક્યાં હોય ?
અહા! અસંખ્ય પ્રદેશી અનંત આત્માઓ એકબીજાથી ભિન્નભિન્ન છે, ને તે પ્રત્યેકને સંસારમાં વિભાવપણે આકાર છે. તો, તેને વિભાવપણે આકાર છે એવું અસ્તિત્વ પર્યાયાર્થિક નયથી જાણવું. વળી, તેને “પર્યાયનયનો ઉપદેશ જાણવો” એમ કહે છે. બન્ને નયને અવલંબતો ઉપદેશ ગ્રહણ કરવો એમ કહ્યું ને? અહા ! કોઈ એકલા દ્રવ્યાર્થિક નયનો જ વિષય કહે, ને પર્યાયાર્થિક નયનો વિષય ન કહે-ન જણાવેલોપ કરે-તો તે ઉપદેશ જ ખોટો છે. ભાઈ ! આ તો વસ્તુસ્થિતિ જ આમ છે. નહીંતર બીજી રીતે વસ્તુસ્થિતિ સિદ્ધ જ થતી નથી. સમજાય છે કાંઈ....?
શ્રીમદ્ રાજચંદ્ર પણ એક પત્રમાં કહ્યું છે કે હર કોઈ પદાર્થની વ્યાખ્યા આપણે ચાર પ્રકારથી કરી શકીએ. તેના દ્રવ્યથી, તેના ક્ષેત્રથી, તેના કાળથી, ને તેના ભાવથી. આ રીતે તેઓએ વસ્તુની સ્થિતિ જણાવી છે. આત્મા માટે પણ જો ચાર બોલ ઉતારીએ તો તે જાણવા જેવા છે. દ્રવ્ય-આત્માનું ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે દ્રવ્ય છે, ક્ષેત્ર-તેનું ત્રિકાળ અસંખ્ય પ્રદેશી ક્ષેત્ર તે ક્ષેત્ર છે. સંસારમાં તેનો આકાર વિકારી છે અર્થાત્ પ્રગટ વ્યંજનપર્યાય સંસારમાં વિકારી છે, જ્યારે સિદ્ધને તે નિર્વિકાર શુદ્ધ છે. કાળ–આત્માની એક સમયની અવસ્થા તે કાળ છે, તથા ભાવ-તેના ત્રિકાળી શુદ્ધ ગુણો તે ભાવ છે. આ રીતે જીવવસ્તુનું
સ્વરૂપ છે. ભાઈ, જીવનું દ્રવ્ય ને પર્યાય આવું સ્વરૂપ છે, માટે એ બેય જાણવાલાયક છે, પણ એકેય નય નિષેધ કરવાલાયક નથી. અહીં સંસારીને પણ વિકારી વ્યંજનપર્યાય નથી એમ જે કહ્યું છે તે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના જોરે કહ્યું છે, કેમકે શુદ્ધ દ્રવ્યાર્થિક નયનો વિષય પર્યાય નથી, ત્રિકાળી શુદ્ધ દ્રવ્ય જ એનો વિષય
છે.
ભાઈ, આત્મા...આત્મા...આત્મા–એમ તો બધાય કહે છે. પણ આત્મા અસંખ્ય પ્રદેશ છે, ને તેનો સંસારમાં વિભાવરૂપ આકાર છે એવું વર્ણન સર્વજ્ઞ સિવાય બીજે ક્યાં છે? તેથી જ તો મુનિરાજ કહે છે કે બે નયોને અવલંબતો ઉપદેશ જાણવાયોગ્ય છે. ભલે વ્યવહારનયનો વિષય હેય હો, પણ તે જાણવો તો જોઈશે ને? જાણ્યા વિના કોને ય કરવો? વળી, જે છે તે હેય હોય ને? કે જે ન હોય તે હેય હોય? માટે, જે પર્યાયને જ સ્વીકારે-જાણે નહિ, તે આત્માના અસંખ્ય પ્રદેશી વિભાવિક આકારને પણ સ્વીકારતો-જાણતો નથી. તેથી તે જે કાંઈ કહે તે બધું મિથ્યા એકાંત જ હોય છે, કેમકે તે આખી વસ્તુની મર્યાદા સ્થિતિ જાણતો જ નથી.
આ જીવ અધિકારની છેલ્લી ગાથા છે ને? તો, એમાં બેય પડખાંથી વસ્તુસ્થિતિ સ્પષ્ટ કરી છે. તો, કહે છે-શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે એવું શાસ્ત્રનું વચન હોવાથી શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે સંસારીને પણ વિભાવભંજનપર્યાય નથી. અહીં સુધી શુદ્ધ દ્રવ્યાર્થિક નયની વાત કરી. આવી
Please inform us of any errors on rajesh@AtmaDharma.com