________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
| [ નિયમસાર પ્રવચન તેમાં શુદ્ધ દ્રવ્યાર્થિક નયના વિષયમાં–તે વ્યંજનપર્યાય નથી. અહા! સિદ્ધને તો તે વિભાવ વ્યંજનપર્યાય (પર્યાયરૂપે પણ ) છે જ નહિ, પણ સંસારીને પણ શુદ્ધ દ્રવ્યાર્થિક નયે તે વિભાવવ્યંજનપર્યાય નથી એમ અહીં કહે છે.
અહા ! શું કીધું-સમજાણું કાંઈ....?
કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયના જોરે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી.., આગળ (ગા. ૧૫માં) ચાર વ્યંજનપર્યાય આવી હતી ને?–દેવ, નારક, મનુષ્ય ને પશુ. તો, તેના પ્રદેશોનો આકાર...., આ અરૂપી જીવને પણ પ્રદેશોનો આકાર છે એમ કહે છે. હવે આવું સર્વજ્ઞ સિવાય બીજે ક્યાં છે?
તો, કહે છે–વસ્તુ છે તો તેનું ક્ષેત્ર પણ હોય છે. અહા! વસ્તુ-દ્રવ્ય હોય તો તેનું ક્ષેત્ર પણ હોય, તેનો કાળ પણ હોય, ને તેનો ભાવ પણ હોય છે. તો, તેનું જે ક્ષેત્ર છે તેનો આકાર હોય છે. અહા ! આવી વસ્તુની મર્યાદા છે, ને તે વડ વસ્તુની પરથી પૃથકતા છે. તો, આત્માના અસંખ્ય પ્રદેશનો આકાર છે તેને વ્યંજનપર્યાય કહે છે.
હવે અહીં કહે છે-સંસારની અપેક્ષાએ જે વિભાવભંજનપર્યાય (નર, નારક આદિ) છે તે શુદ્ધનયની દષ્ટિએ છે જ નહિ. અહા ! શુદ્ધ દ્રવ્યાર્થિક નયની દષ્ટિએ તે પર્યાય સિદ્ધને નથી ને સંસારીને પણ નથી. મૂળ તો તે પર્યાય સંસારીને નથી એમ કહેવું છે ને? કેમકે સિદ્ધને તો તે છે જ નહિ. તો, કહે છે- મુક્ત-અમુક્ત સમસ્ત જીવરાશિ પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી સર્વથા વ્યતિરિક્ત અર્થાત્ રહિત જ છે.
લ્યો, પાછું અહીં તો “સર્વથા' કહ્યું છે. “શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે' એમ વાત છે ને? એટલે એમાં પાછું “કથંચિત્' ન આવે. શુદ્ધ દ્રવ્યાર્થિક નયે તો સમસ્ત જીવરાશિ તેનાથી સર્વથા વ્યતિરિક્ત-રહિત જ છે, ભિન્ન જ છે. અહા! વિભાવભંજનપર્યાયરૂપ આકાર સંસારી જીવને પણ, શુદ્ધ સત્તાગ્રાહક દ્રવ્યાર્થિક નયથી છે જ નહિ; પણ તે જુદી જ છે. એટલે કે વ્યવહારથી તે શુદ્ધ તત્ત્વ જુદું છે એમ કહે છે. અહો ! કેવી શૈલી છે!
અહા! સંસારી જીવને અશુદ્ધતા અને વિભાવભંજનપર્યાય છે ખરાં. અહા ! એ બેય પર્યાયનયનો વિષય છે, ને એ પર્યાયરૂપે છે. પણ તેની ત્રિકાળી ધ્રુવ સત્તાની-શુદ્ધ ચિત્માત્ર વસ્તુ ભગવાન આત્માનીદષ્ટિએ જોતાં તે છે નહિ એમ કહે છે. સમજાય છે કાંઈ....?
કેમ? સવ્વ સુદ્ધદુ સુદ્ધાયા (શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે) એવું (શાસ્ત્રનું) વચન હોવાથી.” અહા ! શાસ્ત્રનું દ્રવ્યસંગ્રહ (ગા. ૧૩) નું આ વચન છે કે શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે. અહીંયાં વિભાવભંજનપર્યાયનો અભાવ બતાવવો છે હોં. એમ કે વસ્તુ અંદર શુદ્ધ છે, તો એમાં વિભાવભંજનપર્યાય-વિકારી આકાર-ક્યાંથી આવે? એમ કહેવું છે. અહીં જીવની મુખ્યપણે વાત છે હોં; કેમકે આકાશાદિને તો સદા શુદ્ધભંજનપર્યાય હોય જ છે. અહા! આ આકાશ સર્વવ્યાપક છે ને? તો તેના પ્રદેશોનો ભંજનપર્યાય-પ્રગટ આકાર-પણ છે, અને તે સદાય શુદ્ધ છે. તેવી રીતે ધર્માસ્તિકાય, અધર્માસ્તિકાય ને કાળને પણ સદા શુદ્ધ આકાર છે. માત્ર એક પુદગલને અને બીજા સંસારી જીવને વિકારી વ્યંજનપર્યાય હોય છે. પરંતુ, અહીં કહે છે–શુદ્ધનયથી “શુદ્ધ' ની દ્રષ્ટિથી-સંસારીને પણ એ વિકારી વ્યંજનપર્યાય નથી. આવી વાતુ! અહા ! આ જીવ અધિકાર છે ને? તેથી એમાં આ જીવતત્ત્વની મર્યાદાનું વર્ણન ચાલે છે; એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com