________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯]
૩૦૧ (શાસ્ત્રનું) વચન હોવાથી.'
અહાહા...! વસ્તુ નામ દ્રવ્યનો જે ત્રિકાળી સ્વભાવ છે-અહા ! એવી જે ધ્રુવ સત્તા છે-તેને ગ્રહનાર, જાણનાર એવા શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે...અહા ! એકલી ત્રિકાળી શુદ્ધ સત્તારૂપ વસ્તુ જે અભેદ એક દ્રવ્ય છે તેને જાણનાર શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી, મુક્ત તેમ જ અમુક્તમુક્ત નામ સિદ્ધ, ને અમુક્ત નામ સંસારી-એમ સિદ્ધ ને સંસારી સમસ્ત જીવરાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. અંદર પાઠમાં (ગાથામાં) છે જુઓ, મૂળ પાઠમાં જ “પર્યાયોથી વ્યતિરિક્ત”—એમ શબ્દ છે. તો, તેનો (પર્યાયથી તિરિક્તનો) અર્થ મુનિરાજે આ કર્યો છે કે વ્યંજનપર્યાયથી વ્યતિરિક્ત. પર્યાય એટલે અહીં કારણશુદ્ધપર્યાય કે નિર્મળ પર્યાયની વાત નથી લેવી. અહીં તો માત્ર વ્યંજનપર્યાયની જ વાત લેવી છે, અને તે પણ વિભાવવ્યંજનપર્યાયની વાત લેવી છે, પરંતુ સ્વભાવભંજનપર્યાયનીય વાત અહીં નથી લેવી.
પ્રશ્ન: એ શું કીધું? સ્વભાવભંજનપર્યાય ને વિભાવભંજનપર્યાય-એ શું છે?
સમાધાનઃ સંસારદશામાં અને પ્રદેશોનો જે આકાર હોય તેને વિભાવભંજનપર્યાય કહે છે અને સિદ્ધને પ્રદેશોને જે આકાર હોય તેને સ્વભાવભંજનપર્યાય કહે છે. પરંતુ તેની (સ્વભાવભંજનપર્યાયની) અહીંયાં વાત લેવી નથી. અહા ! જે સિદ્ધ છે તેને અસંખ્ય પ્રદેશી આકાર તો છે, પણ તે શુદ્ધ છે. તો, એની અહીં વાત નથી લીધી. વળી સિદ્ધને અર્થપર્યાય પણ શુદ્ધ છે, તેની પણ અહીંયાં વાત નથી લેવી. ભાઈ, જરા ધ્યાન દઈને સમજવું, કેમકે થોડામાં અહીં આખું તત્ત્વ મૂકયું છે.
અહા! આત્મા એ વસ્તુ છે કે નહિ? છે. તો, વસ્તુ છે તો તેનો આકાર પણ છે એમ કહે છે. અહા! તે આકારની સંસારદશામાં વિભાવવ્યંજનપર્યાય છે. ભાઈ, આ વસ્તુની સ્થિતિ છે હોં. અહા ! વસ્તુસ્થિતિની આવી વ્યાખ્યા વીતરાગ અતના મત સિવાય બીજે ક્યાંય છે નહિ. તો, કહે છે કે વસ્તુનો આકાર પ્રગટ છે. આપણે પહેલાં (ગા. ૧૫માં) આવ્યું તું ને? કે ઘટ-પટની જેમ વ્યંજનપર્યાય ચક્ષુ વડે દેખાય છે. જુઓને, આ (શરીરની અવગાહના પ્રમાણ ) આકાર દેખાય છે ને? જ્યારે અર્થપર્યાય છે તે સૂક્ષ્મ છે.
તો, અહીં કહે છે-જે શુદ્ધ ત્રિકાળી દ્રવ્ય ધ્રુવ વસ્તુ છે તેને જાણનાર નયના બળે, જોયું? ‘બળ’ એવો શબ્દ આમાં મૂક્યો છે. એટલે કે એ નયની અપેક્ષાથી “પૂવોક્ત વ્યંજનપર્યાયોથી”—અહીંયા વ્યજંનપર્યાય એટલે વિકારી વ્યંજનપર્યાયની વાત છે, આત્માના પ્રદેશોનો વિકારી આકાર છે તેની વાત છે. જેમ કે આ શરીર પ્રમાણે જીવનો અંદર જે આકાર છે તે વિકારી આકાર છે. (વ્યંજન=પ્રગટ-બાહ્ય આકાર ). ભાઈ, આ વસ્તુની સ્થિતિ છે હોં. આવી વસ્તુસ્થિતિ સર્વજ્ઞ પરમેશ્વરે જ જાણી છે ને કહી છે. આ વાત બીજે ક્યાંય હોય જ નહિ.
અહા ! આત્મા અસંખ્ય પ્રદેશી ચૈતન્ય પ્રભુ અનંતગુણનો પિંડલો છે. તો તે અનંતગુણનું પરિણમન તે અર્થપર્યાય છે; જ્યારે પ્રદેશત્વગુણનું જે આકારનું પરિણમન છે તે વ્યજંનપર્યાય છે, અને સંસારદશામાં તે વ્યંજનપર્યાય વિભાવરૂપે છે. તો, કહે છે-ત્રિકાળી સત્તાગ્રાહક શુદ્ધ દ્રવ્યાર્થિક નયની અપેક્ષાએ તે વિભાવવ્યંજનપર્યાય બેયને ( સંસારી ને સિદ્ધને) નથી. જો કે (પર્યાયથી જતાં) સંસારમાં વિભાવભંજનપર્યાય છે ખરી, પણ શુદ્ધ દ્રવ્યનો આશ્રય લેતાં જે ધ્રુવ જાણવામાં આવે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com