________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૩OO
[ નિયમસાર પ્રવચન હવે કહે છે–એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી પણ તે બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય છે.'
પ્રશ્નઃ આમાં તો બંને નયોને અવલંબવાનું આવ્યું?
સમાધાનઃ હા, એ બરાબર છે. પણ બન્ને નયોને અવલંબવું એટલે શું? કે જાણવા. અર્થાત્ અહીં જાણવાની વાત છે. બાકી અવલંબવું એટલે બીજું શું? અહા ! જેમાં અપેક્ષાએ વસ્તુનું કથન હોય છે એવા તે બેય નય ગ્રહવાયોગ્ય અર્થાત્ જાણવાયોગ્ય છે. આમાં બંને નય જેમ છે તેમ જાણવાની વાત છે. ભાઈ, એકલું દ્રવ્યનું જ કથન (ઉપદેશ) હોય, ને પર્યાયનું કથન જ ન હોય તો તે ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી. તથા એકાંતે પર્યાયનું જ કથન હોય, ને દ્રવ્યનું કથન જ ન હોય તો તે ઉપદેશ પણ ગ્રહવાયોગ્ય નથી. મોક્ષમાર્ગ પ્રકાશકમાં ગ્રહવાયોગ્ય એટલે જાણવાયોગ્ય-એમ વ્યાખ્યા-અર્થ કર્યો છે. માટે, દ્રવ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય-બંને જાણવાયોગ્ય છે. દ્રવ્ય જ છે, ને પર્યાય નથી જ એમ કોઈ માને તો તે મિથ્યા એકાંત છે, કેમકે વસ્તુનો નિર્ણય તો પર્યાય જ કરે છે. તેથી, જો પર્યાય જ ન હોય તો દ્રવ્ય-વસ્તુનો નિર્ણય કોણ કરે? કોઈ જ નહિ. અને તો, વસ્તુ પણ કાંઈ ન કરે. વળી, દ્રવ્ય એ તો ત્રિકાળી કાયમ વસ્તુ છે, તેથી જ તે ન જ હોય તો પર્યાયનો આધાર કોણ? કોઈ જ નહિ. તો પર્યાય પણ ન રહે. એ રીતે બધું જ નાશ પામે. માટે, બંને નય જાણવાયોગ્ય છે. સમજાણું કાંઈ?
અહા! એ તો મુનિરાજ પોતે જ આગળ (કલશ ૩૬માં) કહેશે કે આવી (સત્ય, ઉત્કૃષ્ટ) વાત જિનમતમાં અહતના મતમાં જ હોય છે. માટે, અન્યમતના કથનથી તને શું પ્રયોજન છે? માટે, અહંત પરમેશ્વરે બે નય કહ્યા છે તે યથાર્થપણે જાણવાયોગ્ય છે. બીજે ક્યાંય આવી વાત છે જ નહિ.
અહા ! દરેક વસ્તુ દ્રવ્ય ને પર્યાયસ્વરૂપ છે. માટે બેય (દ્રવ્ય ને પર્યાય ) વસ્તુ છે. પર્યાય ભલે વર્તમાન એક અંશ હો, તોપણ તે વસ્તુ છે, કાંઈ વસ્તુ નથી. જો ત્રિકાળી ધ્રુવ એકરૂપ દ્રવ્યની અપેક્ષાએ પર્યાયને અવસ્તુ કહેવાય છે, પણ એ બીજી (ઉપાદેય તત્ત્વ સિદ્ધ કરવાની) વાત છે. તો પર્યાયની અપેક્ષાએ પર્યાય પણ વસ્તુ છે, અસ્તિ છે. અને તેથી એક નયના આશ્રયવાળો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી. અર્થાત્ કોઈ એકલું ધ્રુવ દ્રવ્ય જ કહે, ને પર્યાય છે જ નહિ એમ એકાંત કહેતો હોય તો એવો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી.
અહા! પર્યાય આશ્રય કરવાલાયક નથી, પણ તે છે ખરી. તો, કહે છે એક નયના આશ્રયવાળો ઉપદેશ ગ્રહવાયોગ્ય-જાણવાયોગ્ય નથી પણ તે બંને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય છે. અંદર “બંને નયોને અવલંબતો ઉપદેશ”—એમ છે ને? તો, એમાં “વ્યવહારને અવલંબવો–એ ક્યાં (કહ્યું છે? એ તો બે નયોને અવલંબીને ઉપદેશ છે એમ વાત છે. અહા ! વસ્તુ તરીકે (વસ્તુની અપેક્ષાએ) વહુ-દ્રવ્ય પણ છે, ને પર્યાય તરીકે (પર્યાયની અપેક્ષાએ) પર્યાય પણ છે. આવો બે નયને અવલંબતો ઉપદેશ છે કે જે ગ્રહણ કરવાયોગ્ય છે, જાણવાયોગ્ય છે.
હવે કહે છે-“સત્તાગ્રાહક (-દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા) શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી મુક્ત તેમ જ અમુક્ત (-સિદ્ધ તેમ જ સંસારી) સમસ્ત જીવરાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. કેમ? “સર્વે સુદ્ધાં દુ સુદ્ધગયા” (શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે) ” એવું
Please inform us of any errors on rajesh@AtmaDharma.com