________________
ગાથા-૧૯ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૯
પ્રશ્નઃ દુનિયાને-બધાને-રાજી રાખવા બધાય સરખા છે એમ કહેવું જોઈએ ને ?
સમાધાનઃ ભાઈ, એમ કાંઈ ખોટી વાતથી બધા થોડા રાજી થઈ જાય? વળી, મોક્ષમાર્ગ પ્રકાશકના પાંચમા અધિકારમાં શું પં. ટોડરમલજીએ કહ્યું નથી કે- એવો તો કોઈ ઉપદેશ નથી, કે જે વડે સર્વ જીવોને ચેન થાય.' માટે, ભાઈ, બધાને પસંદ પડી જાય, ને બધા રાજી થઈ જાય એવી તો કોઈ અર્થાત્ એકેય વાત નથી. જો અભિપ્રાયમાં ફેર ન હોય તો પંથ જુદા અનેક પડે જ કેમ ? માટે, બધાને રાજી રાખવાનું જવા દે બાપુ! ને વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે કહેલી વાત સ્વીકાર.
અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર ભગવાન તીર્થંકરદેવે..., અહા! જુઓ, અહીં ‘ભગવાન અર્હત્ પરમેશ્વર' કીધા છે. એ પૂજ્ય છે ને? અહા! ઇન્દ્રોને પણ એ પરમેશ્વર પૂજ્ય છે. અહા ! એવા પરમેશ્વરે..., આ અદ્વૈત જ પરમેશ્વર છે હોં; બાકી જગતના કર્તા કોઈ પરમેશ્વર છે એમ છે નહિ. તો, એ ભગવાન અર્હત્ પરમેશ્વરે, કહે છે, બે નયો કહ્યા છેઃ દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. હવે તેનો અર્થ કરે છે:
દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે અને પર્યાય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે ને પર્યાયાર્થિક છે.’
શું કીધું આ ? કે વસ્તુ ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય જેનું પ્રયોજન છે તેને દ્રવ્યાર્થિક નય કહે છે. અહા ! ત્રિકાળી એકરૂપ અભેદ વસ્તુને વિષય કરનાર-જાણનાર-જ્ઞાનના અંશને દ્રવ્યાર્થિક નય કહે છે. અને પર્યાય જ–એક સમયની વર્તમાન અવસ્થા જ-જેનું પ્રયોજન છે તે પર્યાયાર્થિક નય છે. ભાઈ, બેય નયના વિષય જ્ઞાન કરવા (જાણવા ) માટે વસ્તુ (અસ્તિ ) છે કે નહીં? બન્ને વસ્તુ છે કે નહીં? કે પછી એક દ્રવ્યાર્થિક નયનો વિષય જ છે, ને પર્યાયાર્થિક નયનો વિષય જ નથી ? શું વ્યવહારનયનો વિષય જ નથી ? જો વ્યવહારનયનો વિષય જ ન હોય તો, પર્યાય જ ન હોય. અને પર્યાયના અભાવમાં કોઈ વસ્તુ જ સિદ્ધ નહિ થાય. પર્યાય જ ન હોય તો જીવની સિદ્ધદશા પણ ન હોય, ને એની સંસારદશા પણ ન હોય; અને તો જીવ પણ ન હોય. ભાઈ, એ રીતે તો કોઈ વસ્તુ જ સિદ્ધ નહિ થાય. માટે વ્યવહારનય અને વ્યવહારનયનો વિષય-અંશ, પર્યાય-અવશ્ય છે જ એમ સંમત કરવું.
સમયસારમાં જે એમ કહ્યું છે કેહું પ૨ને મારું-જીવાડું, સુખી-દુઃખી કરું એ કોઈ વિષય જ નથી તો એ બીજી વાત છે; કેમકે એ તો અભિપ્રાય જ નિરર્થક છે. અહા! એનો વિષય જ ક્યાં છે? અર્થાત્ એ એવું ક્યાં કરી શકે છે? એ એવું કરી શકતો જ નથી; માટે તેનો વિષય જ નથી. તેથી એને અજ્ઞાન કહે છે. જો તેનો વિષય હોત તો તેને વ્યવહારનય કહેવાત, પણ આ તો મૂળ (વિષય) જ નથી. શું કીધું? સમજાણું કાંઈ ?
જો તે પ૨નું કરી શકતો હોય તો ૫૨ને મારે-જીવાડે એ વ્યવહારનય કહેવાય. પણ એમ તો એ કરી શકતો જ નથી. તેથી તે વ્યવહારનય પણ નથી. કારણ કે એવી એની પર્યાય ક્યાં છે? એ ૫૨નું ક્ય ં કરી શકે છે?
તો બંને નયોનું અહીં સફળપણું કહ્યું છે. વ્યાર્થિક નય અને પર્યાયાર્થિક નય-એમ કહીને અર્હત પરમેશ્વરે કહેલા બંને નયોનાં નામ પ્રથમ કહ્યાં અને પછી તેની વ્યાખ્યા તથા પ્રયોજન સિદ્ધ કર્યાં. Please inform us of any errors on rajesh@AtmaDharma.com