________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૮
[ નિયમસાર પ્રવચન વળી (આ જીવ અધિકારની છેલ્લી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવ શ્લોક કહે છે) :
(મતિની ) अथ नययुगयुक्तिं लंघयन्तो न सन्तः परमजिनपदाब्ज
द्वन्द्वमत्तद्विरेफाः। सपदि समयसारं ते ध्रुवं प्राप्नुवन्ति क्षितिषु परमतोक्तेः किं फलं सज्जनानाम्।। ३६ ।।
[ શ્લોકાર્ચ- ] જેઓ બે નયોના સંબંધને નહિ ઉલ્લંઘતા થકા પરમજિનના પાદપંકજયુગલમાં મત્ત થયેલા ભ્રમર સમાન છે એવા જે પુરુષો તેઓ શીધ્ર સમયસારને અવશ્ય પામે છે. પૃથ્વી ઉપર પર મતના કથનથી સજ્જનોને શું ફળ છે (અર્થાત્ જગતના જૈનેતર દર્શનોનાં મિથ્યા કથનોથી સજ્જનોને શો લાભ છે) ? ૩૬
આ રીતે, સુકવિજનરૂપી કમળોને માટે જેઓ સૂર્ય સમાન છે અને પાંચ ઇન્દ્રિયોના ફેલાવ રહિત દેહમાત્ર જેમને પરિગ્રહ હતો એવા શ્રી પદ્મપ્રભમલધારિદેવ વડે રચાયેલી નિયમસારની તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં ( અર્થાત્ શ્રીમદ્ભગવતકુંદકુંદાચાર્યદેવપ્રણીત શ્રી નિયમસાર પરમાગમની નિગ્રંથ મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવવિરચિત તાત્પર્યવૃત્તિ નામની ટીકામાં) જીવ અધિકાર નામનો પહેલો શ્રુતસ્કંધ સમાપ્ત થયો.
ગાથા ૧૯ઃ ટીકા ઉપરનું પ્રવચન: અહા! ગાથાનો અર્થ સીધી ભાષામાં તો “દ્રવ્યાર્થિક નયે બધી પર્યાયથી રહિત જીવદ્રવ્ય છે”—એમ થાય છે, અને તેથી, કારણપર્યાયથી પણ રહિત જીવ છે એમ અર્થ થઈ જાય છે. પરંતુ, અહીં તેનો અર્થ ફક્ત એટલો જ કહ્યો છે કે શુદ્ધ દ્રવ્યાર્થિક નયે જીવ વ્યંજનપર્યાયથી રહિત છે. એટલે કે અહીં, પર્યાયરહિત
જીવ છે એમ જે કહ્યું છે તેમાં માત્ર વ્યંજનપર્યાય લેવી છે. અને પછી તો, પર્યાયનયે સિદ્ધ પણ ( વિભાવ) વ્યંજનપર્યાય સહિત છે એમ કહેશે કેમકે “બધા જીવો”—એમ શબ્દ છે ને? તો તેમ નયવિવક્ષાથી કહેશે. તો, કહે છે
અહીં બન્ને નયોનું સફળપણું કહ્યું છે.'
જુઓ, અહીંયાં બન્ને નયોની યાતીનો–બન્ને નય છે એમ-સ્વીકાર કર્યો છે. શું કીધું? બન્ને નયોની ક્યાતી છે, ને તેના વિષય પણ છે એમ સ્વીકાર છે. અહા ! દ્રવ્ય-પર્યાયરૂપ વસ્તુ છે, ત્યાં દ્રવ્યમાં પર્યાય નથી, પણ પર્યાય પર્યાયમાં છે એવો અહીંયાં સ્વીકાર છે.
તો, કહે છે-“ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છે: દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક.'
ભાઈ, જુઓ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે બે નયો કહ્યા છે એમ કહે છે. કેમકે આ વાત બીજે ક્યાંય છે નહિ. વીતરાગ સર્વજ્ઞ સિવાય આવી વાત બીજે ક્યાં છે?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com