________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૯]
૨૯૭ ગાથા – ૧૯ दव्वत्थिएण जीवा वदिरित्ता पुव्वभणिदपज्जाया। पज्जयणयेण जीवा संजुत्ता होंति दुविहेहिं।। १९ ।। પૂર્વોક્ત પર્યાયોથી છે વ્યતિરિક્ત જીવ દ્રવ્યાર્થિકે
ને ઉક્ત પર્યાયોથી છે સંયુક્ત પર્યાયાર્થિક. ૧૯. અન્વયાર્થઃ- [ટ્રવ્યાર્થિન] દ્રવ્યાર્થિક નયે [ નીવડ] જીવો [પૂર્વમતિપર્યાયાત્] પૂર્વકથિત પર્યાયથી [ વ્યતિરિn:] *વ્યતિરિક્ત છે; [ પર્યાયનમેન ] પર્યાયનયે [ નીવા:] જીવો [ સંયુpT: ભવન્તિ] તે પર્યાયથી સંયુક્ત છે. [ કાખ્યાન્] આ રીતે જીવો બને નયોથી સંયુક્ત છે.
ટીકા- અહીં બને નયોનું સફળપણું કહ્યું છે.
ભગવાન અર્હત્ પરમેશ્વરે બે નયો કહ્યા છે. દ્રવ્યાર્થિક અને પર્યાયાર્થિક. દ્રવ્ય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે દ્રવ્યાર્થિક છે અને પર્યાય જ જેનો અર્થ એટલે કે પ્રયોજન છે તે પર્યાયાર્થિક છે. એક નયને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય નથી પણ તે બન્ને નયોને અવલંબતો ઉપદેશ ગ્રહવાયોગ્ય છે. સત્તાગ્રાહક (-દ્રવ્યની સત્તાને જ ગ્રહણ કરનારા) શુદ્ધ દ્રવ્યાર્થિક નયના બળે પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી મુક્ત તેમ જ અમુક્ત (સિદ્ધ તેમ જ સંસારી) સમસ્ત જીવરાશિ સર્વથા વ્યતિરિક્ત જ છે. કેમ ? “સર્વે સુદ્ધી હું સુદ્ધગયા. (શુદ્ધનયે સર્વ જીવ ખરેખર શુદ્ધ છે)' એવું (શાસ્ત્રનું) વચન હોવાથી. વિભાવભંજનપર્યાયાર્થિક નયના બળે તે સર્વ જીવો (પૂર્વોક્ત વ્યંજનપર્યાયોથી) સંયુક્ત છે. વિશેષ એટલું કેન્દ્રસિદ્ધ જીવોને અર્થપર્યાયો સહિત પરિણતિ છે, પરંતુ વ્યંજનપર્યાયો સહિત પરિણતિ નથી. કેમ? સિદ્ધ જીવો સદા નિરંજન હોવાથી. (પ્રશ્ન:-) જો સિદ્ધ જીવો સદા નિરંજન છે તો બધા જીવો દ્રવ્યાર્થિક તેમ જ પર્યાયાર્થિક બને નયોથી સંયુક્ત છે (અર્થાત્ બધા જીવોને બન્ને નયો લાગુ પડે છે) એવો સૂત્રાર્થ (ગાથાનો અર્થ) વ્યર્થ ઠરે છે. (ઉત્તર:- વ્યર્થ નથી ઠરતો કારણ કે-) નિગમ એટલે વિકલ્પ તેમાં હોય તે નૈગમ. તે નૈગમય ત્રણ પ્રકારનો છે. ભૂત નૈગમ, વર્તમાન નૈગમ અને ભાવી નૈગમ. અહીં ભૂત નૈગમનયની અપેક્ષાએ ભગવંત સિદ્ધોને પણ વ્યંજનપર્યાયવાળાપણું અને અશુદ્ધપણું સંભવે છે, કેમકે પૂર્વ કાળે તે ભગવંતો સંસારીઓ હતા એવો વ્યવહાર છે. બહુ કથનથી શું? સર્વ જીવો બે નયોના બળે શુદ્ધ તેમ જ અશુદ્ધ છે એવો અર્થ છે.
એવી રીતે (આચાર્ય દેવ) શ્રીમદ્ અમૃતચંદ્રસૂરિએ (શ્રી સમયસારની આત્મખ્યાતિ નામની ટીકામાં ચોથા શ્લોક દ્વારા) કહ્યું છે કે
[શ્લોકાર્ચ- ] બન્ને નયોના વિરોધને નષ્ટ કરનારા, સ્યાસ્પદથી અંક્તિ જિનવચનમાં જે પુરુષો રમે છે, તેઓ સ્વયમેવ મોહને વમી નાખીને, અનૂતન (-અનાદિ) અને કુનયના પક્ષથી નહિ ખંડિત થતી એવી ઉત્તમ પરમજ્યોતિને-સમયસારને-શીધ્ર દેખે છે જ.”
* વ્યતિરિક્ત = ભિન્ન રહિત; શૂન્ય. ૧ જે ભૂતકાળના પર્યાયને વર્તમાનવત્ સંકલ્પિત કરે (અથવા કહે), ભવિષ્યકાળના પર્યાયને વર્તમાનવ
સંકલ્પિત કરે (અથવા કહે), અથવા કંઈક નિષ્પન્નતાયુક્ત અને કંઈક અનિષ્પન્નતાયુક્ત વર્તમાન પર્યાયને સર્વનિષ્પન્નવત સંકલ્પિત કરે (અથવા કહે), તે જ્ઞાનને (અથવા વચનને) નૈગમનય કહે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com