________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૬
[નિયમસાર પ્રવચન
વળી, ‘સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ નિજ ૫૨મગુણો હોય છે.' જોયું? સિદ્ધના ગુણો ‘સમસ્ત સિદ્ધિસિદ્ધ’ હોય છે. ‘સિદ્ધિસિદ્ધ’ એટલે ? એટલે કે મોક્ષથી સિદ્ધ થયેલા ગુણો, મોક્ષથી પરિપૂર્ણ થયેલા ગુણો. અને એ ‘નિજ પરમગુણો’ નો અર્થ નિજ ૫૨મ-સર્વોત્કૃષ્ટ પર્યાયો છે. વળી જુઓ, તેને (સિદ્ધિના ગુણોને ) નિજ ગુણો કહ્યા છે. જ્યારે સંસારીઓના ગુણોને સાંસારિક ગુણો કહ્યા, નિજ ગુણો ન કહ્યા. કેમ ? કેમકે એ નિજ સ્વભાવરૂપ પર્યાયો નથી, નિજ સ્વરૂપભૂત નથી. જ્યારે સિદ્ધના આ ૫૨મગુણો-પર્યાયો નિજ (પોતાના ) છે. તેઓ નિજ સ્વભાવભાવ ને ? માટે નિજ ( પોતાના ) ગુણો છે. -આ પ્રમાણે, કહે છે, વ્યવહારનય છે. એટલે કે ત્રિકાળી ધ્રુવ દ્રવ્ય તે નિશ્ચય, ને ઉત્પાદ-વ્યયરૂપ પ્રગટ પર્યાય તે વ્યવહારનય છે.-આ રીતે અહીં નિશ્ચય-વ્યવહારને-બંનેને સિદ્ધ કર્યા છે.
અહા! અજ્ઞાની હજી તો પ૨ને-શરીરાદિને-પોતાના માને છે. મૂઢ છે ને! જ્યારે અહીં કહે છેત્રિકાળી ધ્રુવ દ્રવ્યમાં સિદ્ધની પર્યાય પણ નથી, ને આ સંસારી પર્યાય પણ નથી. અહા! દ્રવ્યમાં–શુદ્ધ ૫૨મતત્ત્વમાં પર્યાય કેવી ? અરે, શુદ્ધપર્યાય પણ દ્રવ્યમાં ક્યાં છે? પર્યાય તો પર્યાયમાં છે. એ તો આગળ ૫૦મી ગાથામાં આવશે કે જેટલી કોઈ પર્યાય છે તે બધી પરદ્રવ્ય છે, પરભાવ છે, ને તેથી હેય છે. કેમકે પર્યાય દ્રવ્યમાં-ધ્રુવમાં–ચિન્માત્રવસ્તુમાં-નથી, માટે પર્યાય પરદ્રવ્ય જ છે એમ ત્યાં કહ્યું છે. ઝીણી વાત બહુ ભાઈ! આ ત્રિકાળી દ્રવ્ય સ્વ છે, તો પર્યાય કે જે એમાં નથી તે ૫૨ છે એમ ત્યાં વાત છે. માટે નિશ્ચયથી મુક્તિ પણ દ્રવ્યમાં નથી. એ (મુક્તિ ) પર્યાય છે ને? અને તે ઉત્પાદ-વ્યયરૂપ એક અંશ છે. માટે, તે ધ્રુવમાં ક્યાંથી આવે ? ન આવે. અહો ! મુનિરાજ વાતને ક્યાંથી ક્યાં લઈ ગયા તે તો જુઓ!
અહા ! ‘નિશ્ચયથી તો ’–ખરેખર ૫રમાર્થદષ્ટિથી તો- સિદ્ધિ પણ નથી જ.' એટલે કે નિજ ત્રિકાળી દ્રવ્યમાં સિદ્ધિસિદ્ધની પર્યાય નથી જ. કેમકે એ પર્યાય તો પર્યાયમાં છે. ‘અને સંસાર પણ નથી જ. જુઓ, માત્ર ‘ નથી ’ એટલું નહિ, પણ ‘નથી જ' એમ ભાર આપીને કહ્યું છે. વળી, કહે છે−‘ આ બુધ પુરુષોનો નિર્ણય છે.' અહા! ધર્માત્મા જ્ઞાની પુરુષોનો આ નિર્ણય છે. જુઓ તો ખરા! ધર્માત્માનો કેવો નિર્ણય છે કે દ્રવ્યમાં સિદ્ધિ ને સંસાર-બેય નથી.
આવો માર્ગ વીતરાગનો ભાખ્યો શ્રી જિનરાજ, (સમવસરણની મધ્યમાં શ્રી સીમંધર ભગવાન.)
એ ૧૮મી ગાથા થઈ. હવે ૧૯મી ગાથા.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com