________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૮]
૨૯૫ તથા એ ઉત્પાદ-વ્યય પર્યાયનયનો-વ્યવહારનયનો વિષય છે. લ્યો, સિદ્ધપર્યાય પણ વ્યવહારનયનો વિષય છે. અહા ! તેથી વસ્તુ ધ્રુવ અભેદ છે એમાં તે નથી. આવી વાત! પણ હજુ અજ્ઞાની તો દયા–દાનવ્રતાદિના રાગથી લાભ થવાનું માને છે. પણ એ રાગ તો ક્યાંય રહી ગયો બાપુ ! એ તો અશુદ્ધ વ્યવહાર છે, ને અસભૂત વ્યવહાર છે. મારગ આવો છે ભાઈ ! શું થાય? વસ્તુની સ્થિતિ જ આવી છે. જો વસ્તુ આવી રીતે ન હોય તો, બીજી રીતે એ સિદ્ધ જ થશે નહિ. ભાઈ, વસ્તુનું હોવાપણું સિદ્ધ કરતાં તો આ જ સ્થિતિ આવીને ઊભી રહે છે.
અહા! નિશ્ચય સમ્યગ્દર્શનનો વિષય જે વસ્તુ ધ્રુવ પરમાત્મા છે તેમાં, કહે છે કે, સિદ્ધિ પણ નથી ને સંસાર પણ નથી. તેમ જ તેમાં મોક્ષમાર્ગ પણ નથી. પણ જ્યાં ત્રિકાળી દ્રવ્યમાં મોક્ષ જ નથી ત્યાં વળી મોક્ષમાર્ગ તો ક્યાંથી હોય? કેમકે મોક્ષમાર્ગ તો અપૂર્ણ દશા છે. આવી વાત છે.
અહાહા..! “નિશ્ચયાત ન ઇવ સિદ્ધિ:' નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ. અને “ન ર મવતિ ભવો –સંસાર પણ નથી જ. “નિર્ણયોયં વુધીનીમ્'-આ બુધ પુરુષોનો-સમ્યગ્દષ્ટિઓનો નિર્ણય છે. જઓ આનું નામ તત્ત્વનો નિર્ણય. અહા ! આ જ વસ્ત (ઉપાદેય. આશ્રયયોગ્ય ) છે એમ નિર્ણય કાંઈ એમ ને એમ થાય ? એ તો જ્યારે અંદરમાં વસ્તુના તળમાં જાય ને સ્વાનુભવ કરે ત્યારે નિર્ણય થાય કે આ વસ્તુ છે. અહા ! અહીંયાં નિર્ણય કહ્યો છે ને ? તો, નિર્ણય ક્યારે થાય? કે દ્રવ્યસ્વભાવમાં એકાગ્ર થાય ત્યારે નિર્ણય થાય કે અહો ! વસ્તુ એ છે કે જેમાં સંસારેય નથી ને સિદ્ધિય નથી, સમજાય છે કાંઈ...?
ભાઈ, પર્યાયમાં સંસાર છે એ વ્યવહારનય કહ્યો; કેમકે પર્યાયમાં જે ઉદયભાવ, વિકારભાવ છે તે તેનામાં છે, પણ તે કાંઈ કર્મમાં છે, વા કર્મને લઈને છે એમ નથી. અહા ! એ ઉદયભાવ, મોહરાગ-દ્વેષ આદિ સંસારભાવ એની પર્યાયમાં છે. તો, એ જે વિકાર પર્યાયમાં છે તે પરને લઈને, કર્મને લઈને છે એમ નથી. પણ એ તો એની પર્યાયને લઈને છે. તેવી રીતે સિદ્ધિ પણ એની પર્યાયને લઈને છે, પણ કર્મનો અભાવ થયા માટે અહીં સિદ્ધિની પર્યાય છે એમ નથી, પણ એ તો એની પર્યાયને લઈને છે. તેવી રીતે સિદ્ધિ પણ એની પર્યાયને લઈને છે, પણ કર્મનો અભાવ થયો માટે અહીં સિદ્ધિની પર્યાય છે એમ નથી. નહીંતર તો, અર્થાત્ જો એમ ન સ્વીકારવામાં આવે તો એનો વ્યવહાર પણ સ્વતંત્ર સિદ્ધ થશે નહિ.
હવે કોઈને એમ થાય કે માળો આવો જૈનધર્મ! આવો ધર્મ કેવો? આવો ધર્મ તો આ સોનગઢવાળાઓએ નવો કાઢયો છે.-આમ કેટલાક કહે છે. પણ ભાઈ ! અનંત તીર્થકરોએ ઓધ્વનિ દ્વારા કહેલો એવો મારગ જ આ છે. આમાં સોનગઢનું તો કાંઈ નથી. બાપુ! આ તો વસ્તુસ્થિતિ કેવળી ભગવંતોએ કહી તે છે. તને અભ્યાસ નથી એટલે શું થાય? એ તો શ્રીમદ્ રાજચંદ્ર કહ્યું છે કે જૈનધર્મમાં અવાવરૂ કૂવા જેવું થઈ ગયું છે.
અહીં કહે છે-“સંસારીમાં સાંસારિક ગુણો હોય છે. સંસારીને જે રાગ-દ્વેષ-મોહાદિ છે તે એના ગુણો” છે એમ કહે છે અને એનાથી તેને દુ:ખનો લાભ થાય છે. અહા! દુઃખ આપે એવો એ રાગ-દ્વેષમોટુ આદિ ભાવોનો ગુણ એટલે સ્વભાવ છે. તો, આ સંસારીના ગુણો છે. અહા ! પુણ્ય ને પાપ; રાગ ને દ્વષ; દયા-દાન-વ્રત-પૂજા-ભક્તિ ઇત્યાદિ ભાવો ને ક્રોધાદિ ભાવો એ સાંસારિક ગુણો છે એમ કહે છે. ભારે આકરી વાત બાપા!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com