________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૪
[ નિયમસાર પ્રવચન
શ્લોક ૩૫ઃ શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ કહે છે-જ્ઞાની-ધર્મી પુરુષોનો, સમકિતીનો આ નિર્ણય છે. શું? કે-સંસારીમાં સાંસારિક ગુણો હોય છે અને સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ (મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા) નિજ પરમગુણો હોય છે-આ પ્રમાણે વ્યવહારનય છે.'
જુઓ, “ગુણો' શબ્દ અહીં પર્યાયોની વાત છે; કેમકે ગુણો તો ત્રિકાળી હોય છે, તેમાં વળી સંસાર કેવો ને મોક્ષ કેવો? અને એ તો અહીં વાત કરવી છે. તો, સંસારીમાં સાંસારિક ગુણો એટલે વિકારી પર્યાયો હોય છે એમ વાત છે.
વળી, “સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ નિજ પરમગુણો હોય છે. અહીં સિદ્ધમાં “નિજ પરમગુણો' કહ્યા એય પર્યાયો છે. “ગુણ”—એમ ભાષા છે, પણ તેનો અર્થ તો સમજવો જોઈએ ને? અહીં તો કહેવું છે કે-સંસારની પર્યાય સદોષ છે, જ્યારે સિદ્ધપર્યાય પરમ નિર્દોષ છે, પૂર્ણ નિર્દોષ છે.-આ પ્રમાણે વ્યવહારનય છે. શું કીધું આ? સંસારપર્યાય ને સિદ્ધની પર્યાય-બંનેય વ્યવહારનય છે, અર્થાત્ વ્યવહારનયનો વિષય છે. એ બન્ને પર્યાય છે ને? અને ભેદ પડયો ને? માટે, સંસારપર્યાય ને સિદ્ધપર્યાયબન્ને વ્યવહારનય છે. લ્યો, સિદ્ધપર્યાય પણ વ્યવહારનય છે એમ કહે છે. સમજાય છે કાંઈ?
હવે કહે છે-નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ અને સંસાર પણ નથી જ.'
જુઓ, વસ્તુ નામ આત્મામાં વિકારી વિભાવની પર્યાય તો નથી, પણ પૂર્ણ નિર્વિકાર એવી સિદ્ધની પર્યાય પણ નથી-એમ કહે છે. કારણ કે પર્યાય તો એક ભેદ છે, વ્યવહાર છે. માટે વસ્તુમાં-અંત:તત્વમાં સિદ્ધિ-મુક્તિ ને સંસાર-બેય નથી જ. અહા ! વ્યવહારનય છે, ને વ્યવહારનયનો વિષય પણ છે એમ પહેલાં સિદ્ધ કર્યું. એમ કે વ્યવહાર પર્યાયદષ્ટિએ-વ્યવહારે છે, પણ વસ્તુમાં ધ્રુવમાં એ વ્યવહાર નથી એમ કહે છે. ગજબ વાત છે ને?
અહાહા...! એક સમયમાં ભગવાન આત્મા અંદર શુદ્ધ ચિદાનંદકંદ ધ્રુવ ચૈતન્યમૂર્તિ પ્રભુ છે. ને તેમાં, કહે છે, સિદ્ધિ ને સંસાર-બેય નથી જ. કેમકે ભગવાન આત્મા તો ધ્રુવ અભેદ છે, અને સિદ્ધિ ને સંસાર તો ભેદરૂપ છે, તેમજ એ સિદ્ધિ ને સંસાર પર્યાયનયનો, વ્યવહારનયનો વિષય છે. અહા! સંસારનો વ્યય ને મુક્તિની ઉત્પત્તિ-એમ ઉત્પાદ-વ્યયરૂપ એ પર્યાયો તો વ્યવહારનયનો-વર્તમાન પર્યાયને જાણનાર જ્ઞાનના અંશનો વિષય છે. માટે, નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ, ને સંસારેય નથી જ; અર્થાત્ નિશ્ચયનો વિષય જે ધ્રુવ એકરૂપ અભેદ છે તેમાં એ પર્યાયો નથી. સમજાણું કાંઈ...?
“નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ.' અહા ! સ્વરૂપમાં સિદ્ધિ નામ મોક્ષ નથી જ અને તેથી આ જ નિશ્ચય મોક્ષમાર્ગ-શુદ્ધરત્નત્રય-એ પણ નિશ્ચયથી નથી જ. અર્થાત્ ત્રિકાળી ધ્રુવ અભેદ આત્મદ્રવ્યમાં નિશ્ચય મોક્ષમાર્ગ નથી. એ તો ભાઈ, પરમાત્મપ્રકાશમાં પણ આવે છે કે ભાવલિંગ કે જે નિર્વિકલ્પ મોક્ષમાર્ગ છે તે પર્યાય છે, અને તે પર્યાય વસ્તુમાં દ્રવ્યમાં ક્યાં છે? નથી. તો, એ વાત અહીં લીધી છે. અહા! ભાઈ, થોડું પણ વસ્તુનું જેવું અસ્તિત્વ છે તેવું એને બેસવું જોઈએ ને? અહા ! સંસારપર્યાય એક સમયની અવસ્થા છે, ને સિદ્ધપર્યાય પણ એક સમયની અવસ્થા છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com