________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૮]
૨૯૩ કહે છે–અમે શુદ્ધાત્માને એકને સતત અનુભવીએ છીએ. શું કીધું આ? ભગવાનને કેવળીને ને સિદ્ધને–અમે ભજીએ છીએ એમ નહિ, અને પર્યાયને અમે ભજીએ છીએ એમેય નહિ. પણ એ પ્રગટ પર્યાય તો અહીં એકને (દ્રવ્યને) જ ભજે છે એમ કહે છે. અહા ! અમે એકને-શુદ્ધાત્માને ભજીએ છીએ, ને એય સતત-નિરંતર ભજીએ છીએ. અર્થાત્ નિરંતર દ્રવ્યસ્વભાવ પ્રતિ જ અમારું પરિણમન વર્તે છે એમ કહે છે. જુઓ, આ ધર્મની દશા ને આ વાસ્તવિક સ્થિતિ! અત્યારે તો માર્ગ રહ્યો એક કોર ને બહારમાં ( વિકલ્પની) “ધામધૂમ ને ધમાધમ” ચાલે છે. પણ બાપુ! એમાં કાંઈ નથી. અહો! દિગંબર સંતોએ તો જગતને ન્યાલ કરી નાખ્યું છે. તેઓ સ્વયં તો ન્યાલ થઈ ગયા. ને જગત
અહાહા...! કહે છેશુદ્ધ ભગવાન આત્મા કે જે કર્મથી વિમુક્ત ને વિભાવ વિનાની ચીજ છે, અને જે અમારા જ્ઞાનકમળમાં બિરાજે છે તે એકને જ અમે સતત અનુભવીએ છીએ. અહા ! કરવાયોગ્ય તો આ છે ભાઈ ! બાકી બીજી લાખ વાતો (ક્રિયા) કરે, પણ એ બધાં થોથેથોથાં છે
પ્રશ્નઃ પદ્મનંદી પંચવિંશતિમાં દશ પ્રકારના ધર્મનું વર્ણન છે ત્યાં તો એમ આવે છે કે મુનિએ બાહ્ય વસ્તુનો ત્યાગ કર્યો છે? (ગા. ૧૦૩, ધર્મોપદેશામૃત અધિકાર)
સમાધાન: હા, પણ બાપુ! એનો અર્થ શું? એનો અર્થ એમ છે કે બાહ્ય વસ્તુ પ્રત્યેનો જે વિકલ્પ છે એનો ત્યાં ત્યાગ છે. અહા ! જ્યાં અહીં નિજસ્વરૂપમાં ઠરે છે ત્યાં એ વિકલ્પનો ત્યાગ થઈ જાય છે. બાકી વ્યવહારથી એમ જ કહેવાય કે મુનિએ બાહ્ય વસ્તુનો ત્યાગ કર્યો છે. વ્યવહારનયનાં બધાં વચન એવાં જ હોય છે. (ભાઈ, નયવિભાગ બરાબર જાણવો જોઈએ).
અહાહા..! અહીં કહે છે-અમે શુદ્ધાત્માને એકને સતત અનુભવીએ છીએ. કેમ? “કારણ કે અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી જ, નથી જ.'
ન રજુ ર હેતુ સ્નાન્યથી સાધ્યસિદ્ધિ:'—એમ સમયસારમાં (કલશ ૨૦માં) પણ આવે છે ને? તો, અહીંયાં પણ એ જ શૈલી લીધી છે. ત્યાં પણ “ર ન વસુ' એમ છે, ને અહીંયાં પણ એ જ શબ્દો છે. જુઓ, અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી એમ પાછું સ્પષ્ટ કરે છે. એટલે કે આત્માના અનુભવથી મુક્તિ છે, ને દયા-દાન-વ્રત-ભક્તિ ઇત્યાદિના વિકલ્પથી મુક્તિ છે-એમ જરીયે છે જ નહિ. “નાન્યથા” –અન્ય કોઈ પ્રકારે મુક્તિ નથી એમ બેય જગ્યાએ સ્પષ્ટ છે.
અહા! “અન્યથા'—એટલે અનેરા પ્રકારે. અહા! અમારા જ્ઞાનકમળમાં સ્થિત નિત્ય, ધ્રુવ, જ્ઞાનાનંદસ્વરૂપ ભગવાન આત્માના એકના અનુભવથી તો મુક્તિ છે, પણ અન્યથા અર્થાત્ અનેરા કોઈ પ્રકારે મુક્તિ નથી જ, નથી જ. ભાઈ, આ શુભભાવ હુમણાં કરીએ, ને પછી હળવે હળવે એનાથી શુદ્ધભાવ થશે એ તો મિથ્યાષ્ટિએ માનેલી વાત છે. અહા ! જ્યાં સ્વભાવમાં રાગ જ નથી ત્યાં એનાથી મુક્તિ થાય એ પ્રશ્ન જ ક્યાં છે? જે પોતામાં નથી એનાથી શું લાભ થાય? અહીં તો “અન્ય કોઈ પ્રકારે મક્તિ નથી જ. નથી જ '_એમ અત્યંત સ્પષ્ટ કહ્યું છે. તો હવે ક્યો પ્રકાર બાકી રહ્યો? અહો ! મુનિરાજે કાંઈ કલશો મૂકયા છે! જંગલમાં રહેતાં મુનિવરોએ સિદ્ધની સાથે વાત માંડી છે. એમ કે ભગવાન! તમે નિવૃત્ત થઈને જેમ અંદરમાં ગયા છો, તેમ હું પણ નિવૃત્ત થઈને અંદરમાં જાઉં છું. આવી અલૌકિક વાતુ છે ભાઈ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com