________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૨
| [ નિયમસાર પ્રવચન અહા ! ભગવાન! તું અસ્તિ છો ને? ને તારી સત્તા તો જ્ઞાનાનંદસ્વભાવથી–સુખના સાગરથીભરેલી છે. અહાહા....! પૂર્ણ વીતરાગ સ્વભાવથી ભરેલું પ્રભુ! તારું હોવાપણું છે. તો પછી, નિજસ્વભાવની સત્તામાં જે છે જ નહિ એવા શુભરાગ ને વિકલ્પની શી ચિંતા? અહા! આત્મસ્વભાવમાં વિભાવ છે જ નહિ, તો પછી એની શી ચિંતા? જુઓ, મુનિરાજ અહીં કહે છે-“તેની અમને ચિંતા નથી.'
હવે, વસ્તુને વર્ણવે છે: “અમે તો હૃદયકમળમાં સ્થિત...'
લ્યો, હૃદયકમળમાં અર્થાત્ અમારા જ્ઞાનકમળમાં સ્થિત...અહા! અમારી જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા સ્થિત છે એમ કહે છે.
શું જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા આવે છે?
એમ નહિ બાપુ! એ તો જ્ઞાનની પર્યાયમાં આખો આત્મા પૂર્ણ સામર્થ્ય સહિત જણાય છે, ને પ્રગટ જ્ઞાનની પર્યાયને પૂર્ણ, આખા આત્માનો આશ્રય પ્રવર્તે છે. પૂર્ણ શુદ્ધાત્માના આશ્રયે વર્તમાન જ્ઞાનની પર્યાય પ્રગટ થઈ છે, તેથી પર્યાયમાં આખો આત્મા સ્થિત છે એમ કહ્યું છે.
આ શું કીધું?
કે સ્વભાવમાં વિભાવ નથી, તેથી તેની ચિંતા નથી; તો શું છે? તો, કહે છે–અમારી જ્ઞાનની પ્રગટ પર્યાયમાં આખો ભગવાન આત્મા સ્થિત છે. અહો! આવો આ મારગ તો કોઈ મારગ છે! અને એટલે જ આગળ (૩૬મા) કળશમાં કહેશે કે-આ પૃથ્વી ઉપર પર મતના કથનથી સજ્જનોને શું ફળ છે? અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરે જે આ માર્ગનું સ્વરૂપ કહ્યું છે તેવું અન્યમાં ક્યાંય છે નહિ. માટે બીજાના કથનોથી તને શું કામ છે? એનાથી તને શું લાભ છે? કાંઈ જ નહિ. આવી વાત છે.
અહાહા...! કહે છે-અમારા વીતરાગસ્વભાવમાં પરની તો શું?-રાગનીય ગધેય નથી. અહા ! જે ભાવે તીર્થકર નામકર્મ બંધાય તે ભાવ પણ આત્માના સ્વભાવમાં નથી; કેમકે એ સોલહકારણ ભાવના તો રાગ છે. અહા ! સોલહકારણ ભાવનાથી તીર્થકર નામકર્મ બંધાય છે ને ? માટે તે વિકલ્પ-રાગ છે. અને તેને ટાળવાની અમને ચિંતા નથી. કેમકે તે અમારામાં હોય તો તેને ટાળવી ને? અમે તો જ્યાં છીએ ત્યાં જ ઠરીઠામ છીએ. તેથી હવે અમને રાગની ઉત્પત્તિ જ થતી નથી. અને એને જ રાગને ટાળ્યો એમ વ્યવહારથી કહેવાય છે, બાકી રાગને ટાળવો એ પણ અમને છે નહિ. અહા ! અમારા હૃદયકમળમાંસ્વભાવસભુખનું ખીલેલું જે જ્ઞાન છે તે જ્ઞાનકમળમાં-પૂર્ણાનંદનો નાથ, ચૈતન્યચિંતામણિ એવો ભગવાન આત્મા બિરાજે છે.
અહાહા...! કહે છે-“અમે તો હૃદયકમળમાં સ્થિત, સર્વ કર્મથી વિમુક્ત, શુદ્ધ આત્માને એકને સતત અનુભવીએ છીએ...'
પહેલાં કહ્યું કે અમારા આત્મસ્વભાવમાં વિભાવ નથી. અહાહા...! ભગવાન આત્મા અંદર વિભાવથી રહિત છે. વળી, હવે કહે છે કે તે સર્વ કર્મથી રહિત છે; સર્વ કર્મથી-દ્રવ્યકર્મ, ભાવકર્મ ને નોકર્મથી–ભગવાન આત્મા રહિત છે. અહા ! આવા નિજ શુદ્ધાત્માને એકને અમે નિરંતર અનુભવીએ છીએ. અહાહા..! અમારી દષ્ટિમાં તો આવો પરમસ્વભાવમય આખો ભગવાન આત્મા વર્તે છે એમ કહે છે. અહા ! આવો મારગ બહુ ઝીણો! સમજાણું કાંઈ....?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com