________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૮ ]
કહે છે. સમજાય કે કાંઈ...?
અહાહા...! જુઓ આ ભેદવિજ્ઞાન! કહે છે–‘વિભાવ અસત્ હોવાથી તેની અમને ચિંતા નથી.'
એટલે શું કે આ વિભાવ મને થાય છે, ને તેને ટાળી દઉં–એમ અમને નથી. આમાં અનંત પુરુષાર્થ છે હોં, આ કાંઈ વાતુ નથી. અહા! અનંત આનંદનું ધામ અંદરમાં ચિદાનંદઘન પ્રભુ આત્મા છે તે અમે છીએ, એ અમારું સ્વરૂપ છે–આવી અમને અંતરદષ્ટિ થઈ છે તો વિભાવ અમારામાં છે એમ અમને દેખાતું નથી; અને તો પછી એની શું ચિંતા? અહા ! વિભાવ અમારામાં નથી, એટલે તે સંબંધીનું અમને કોઈ દુ:ખ છે જ નહિ. તેથી, તેને ટાળવું એ પણ અમારે છે નહિ. જે અમારામાં-અમારા સ્વભાવમાં-છે જ નહિ તેને શું ટાળવો ? અહા ! વીતરાગનો મારગ અલૌકિક છે. ભગવાન! સ્વરૂપથી જ તું વીતરાગસ્વભાવી છો, તો પછી તારામાં રાગ ક્યાંથી હોય? ન હોય. તો પછી એની શું ચિંતા ?–એમ કહે છે. ઝીણી વાત ભાઈ !
૨૯૧
અહા ! મારો સ્વભાવ જ વીતરાગ છે, ત્રિકાળી સહજ વીતરાગસ્વભાવનું હું ઢીમ છું. અહા ! આવા મારા સ્વભાવમાં, કહે છે, રાગ (વિભાવ ) અસત્ છે. અર્થાત્ મારા સ્વભાવમાં રાગનો-વિભાવનો અભાવ છે. તેથી બીજી કાંઈ પણ કલ્પના કરવી ને તેમાં કંઈક ઠીક કરીએ છીએ એમ માનવું એ મિથ્યા ભ્રમ છે એમ કહે છે. અહા ! આ કળશો અજ્ઞાનીની કર્તાપણાની ગાથા ઉપર મૂકયા છે ને? તો, આ બધો એનો સાર છે. અહો! મુનિરાજે અલૌકિક કળશો મૂકયા છે!
ભાઈ, તારી હયાતીમાં શ૨ી૨, મન, વાણી ને કર્મ તો નથી, તારી હયાતીમાં વિભાવ પણ નથી. અહાહા...! ભગવાન ! તારી હયાતીમાં જ્ઞાન, આનંદ ને શાંતિનાં ભરપુર સરોવર ભર્યાં છે. અહાહા...! છલોછલ સુખથી ભરેલો એવો તું ભગવાન છો. તો પછી, તારામાં એ વિભાવ એટલે કે દુઃખ ક્યાંથી હોય ? –એમ કહે છે. અરે! પણ એનો સ્વીકાર કાંઈ એમ ને એમ ( અંતઃપુરુષાર્થ વિના ) થાય? અરે! પણ આવો ધર્મ લોકોને બેસે નહિ એટલે બહારમાં ધર્મ માની લીધો છે, ને બિચારા ક્રિયાકાંડમાં ચઢી ગયા છે. શું થાય?
અહા ! ‘વિભાવ અસત્ હોવાથી...' પાઠમાં પણ ‘અસતિ સતિ વિમાવે...' એમ જ શબ્દ છે ને સીધો ? તો પછી એનો ન્યાય તો કાઢવો જોઈએ ને? એમ કે વિભાવ શેમાં અસત્ છે? તેથી તેનો ભાવ કૌંસમાં દીધો કે અમારા આત્મસ્વભાવમાં...' અહા ! મુનિરાજ કહે છે-અમારો આત્મા તો પૂર્ણ વીતરાગસ્વભાવી છે. અહાહા...! પરમ નિર્દોષ સ્વભાવનો કંદ પૂર્ણ આનંદકંદ એવો હું આત્મા છું. માટે, મારામાં દોષ ને દુઃખ ક્યાંથી હોય? ન હોય. તો પછી, એની અમને શું ચિંતા? પણ અરે ? આવી નિજઘરની વાતુ એને સાંભળવા મળવી પણ મુશ્કેલ થઈ પડી છે એટલે બિચારો બહારની વાતોમાં-આ કરું ને તે કરું એમ કરવાની વાતોમાં-એ ચઢી ગયો છે.
પ્રશ્ન: પણ પૈસાના આધારે ધર્મ તો ચાલે ને? શું એમ ને એમ પૈસા વિના ચાલે ?
સમાધાનઃ ધૂળેય પૈસાના આધારે ધર્મ ન ચાલે સાંભળને ? હવે આત્મામાં જ્યાં રાગેય નથી ત્યાં વળી પૈસા ક્યાંથી આવ્યા? તો પછી એને લઈને ધર્મ ચાલે એ ક્યાંથી લાવ્યો? બાપુ! આત્મા તો પરમ વીતરાગ સ્વભાવી છે, ને એમાં દૃષ્ટિ મૂકતાં, ને એમાં સ્થિર થતાં ધર્મ ચાલે છે. હવે રાગથીય ધર્મ ન ચાલે, તો પછી પૈસાથી ધર્મ ચાલે એ વાત ક્યાં રહે છે? એ તો ભ્રમ છે બાપુ !
Please inform us of any errors on rajesh@AtmaDharma.com