________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૯૦
[નિયમસાર પ્રવચન
છે, ને તેથી તે અતિશય ચૈતન્યમય, એકરૂપ અદ્વિતીય સુખીની શાને પામે છે. રીત તો આ જ છે બાપુ ? પહેલાં પણ આ જ રીત હોય છે. સમજાણું કાંઈ...?
અહા ! કરવાનું હોય તો આ છે. છાલામાં પણ આવે છે ને કે66 લાખ વાત કી બાત યહૈ, નિશ્ચય ઉ લાઓ; તોરિ સકલ જગ દંદ-ફંદ, નિત આતમ
ધ્યાઓ; (૯,–ચોથી ઢાલ. )
ભાઈ, સુખી થવાની રીત તો આ જ છે. તું જે રાગનો અનુભવ કરે છે એ તો એકલા ઝેરની અનુભવ છે. તેથી, તેને છોડીને નિજ શુદ્ધાત્મામાં આવ, સ્વાનુભવમાં સાવધાન થા; તેને પૂર્ણાનંદદશાની પ્રાપ્તિ થશે.
ઓહો ! ભગવાન આત્મા સુખામૃતથી છલોછલ ભરેલો સાગર છે, તેથી, તેમાં જે મન્ન થાય છે તે એકરૂપ, પૂર્ણ અદ્વિતીય આનંદને પામે છે. મગ્ન થાય છે-એમ કહીને માર્ગ કહ્યો છે. સમસ્ત કર્મજનિત સુખસમૂહને પરિહરે છે–એમ કહીને બંધમાર્ગનો નિરોધ-નાશ કહ્યો છે, અને એકરૂપ પૂર્ણ, અદ્વિતીય આનંદને પામે છે–એમ કહીને મોક્ષ કહ્યો છે. ભાઈ, મોક્ષમાર્ગ જ આ છે કે-સહજાનંદમય નિજ શુદ્ધ ચૈતન્યમય આત્મામાં લીન થવું. એ જ સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રરૂપ શુદ્ઘરત્નત્રય છે. અહા! એ ત્રણેય આત્મામાં લીનતારૂપ આનંદની દશા છે. આ સિવાય કોઈ માર્ગ છે જ નિહ. આવી વાતુ છે બાપુ !
શ્લોક ૩૪: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
‘(અમારા આત્મસ્વભાવમાં ) વિભાવ અસત્ હોવાથી...'
જુઓ, આ ધર્મીની દષ્ટિ! કહે છે-અમારા આત્મસ્વભાવમાં વિભાવ નથી. અહા! આ જે સુખની કલ્પના, રાગદ્વેષ અને શુભાશુભભાવ છે તે અમારા એક જ્ઞાયકસ્વભાવમાં નથી. અમારો તો એક
જ્ઞાયકભાવ છે બસ. અહા! અમે જ્યાં છીએ ત્યાં એ બીજી ચીજ-વિભાવ નથી એમ તે કહે છે. કેમકે ધર્મી પુરુષની દૃષ્ટિ પોતાના શુદ્ધ ચૈતન્ય...ચૈતન્ય એવા ચૈતન્યમાત્ર સ્વભાવ ઉપર રહેલી છે, અને એ ત્યાં જ સ્થિત છે
‘ અસતિ સતિ વિમાવે’-એમ પાઠ છે ને? તો, ‘વિભાવ અસત્ હોવાથી...' અહાહા...! વિભાવ વિભાવમાં હો, અમારા સ્વભાવમાં વિભાવ નથી. અહા! અમારા સ્વભાવમાં-એક જ્ઞાયકભાવમાં-શરીર, મન, વાણી કર્મ-એ બધી ૫૨વસ્તુ તો નથી, પરંતુ વિભાવ પણ અમારા સ્વભાવમાં નથી. અહા ! આવો શુદ્ધ ચિદાનંદઘન અમારો સ્વભાવ છે.
પ્રશ્નઃ તો આ પૈસામાં સુખ હોય એવું લાગે છે?
સમાધાનઃ અહા ! સુખનો સાગર તો તું છો પ્રભુ! તારો સ્વભાવ જ સુખથી ભરપૂર ભરેલો છે. અહા ! આત્મસ્વભાવને છોડીને બીજે ક્યાં સુખ હોય? એ તો તને સુખની કલ્પનાના-ઝેરના મીણા ચઢયા છે એટલે પૈસામાં સુખ લાગે છે. બાકી સંયોગોમાં ક્યાંય સુખ નથી. કોઈપણ સંયોગોમાં તને પ્રસન્નતા થતી હોય તો દુઃખ જ છે. તે દુ:ખ, અહીં કહે છે, અમારા આત્મસ્વભાવમાં નથી. અહાહા..! અમે જેને આત્મા માનીએ છીએ, અમે જે આ આત્મા છીએ ત્યાં વિભાવ નથી એમ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com