________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૯
ગાથા-૧૮] જાહોજલાલીમાં કુટુંબ-પરિવારમાં, શરીરની સુંદરતામાં, સંપત્તિમાં ને અનેકવિધ ભોગમાં-સુખ છે એવી કલ્પના એને જ હોય છે. પણ એ તો વાસ્તવમાં દુઃખ જ છે. તો, એ કર્મજનિત સુખને-રાગના સમસ્ત સમહુ-છોડી દે. ને પડખું ફેરવી નાખ; કારણ કે નિજ સહજાનંદસ્વરૂપ આત્મા સિવાય બીજે કયાંય સુખ છે જ નહિ. લ્યો, આવી વાત કહે છે.
આમ બહારમાં કોઈ અનુકૂળ હોય તો ઠીક પડે, ને પ્રતિકૂળ હોય તો ઠીક ન પડ-એ બધી તારી કલ્પના છે ભગવાન! અહા ! ભૂખ લાગી હોય, ને ભાણામાં મૈસુબ, મોહનથાળ, ગુલાબ-જાંબુ કે રસગુલ્લાં આવે તો બહુ હરખાઈ જાય. પણ એમાં શું છે બાપુ? એ તો બધું દુઃખ છે. અહા ! અનુકૂળ પત્ની હોય, ને તેમાંય કરોડપતિની દીકરી હોય, તેને ભાઈ ન હોય, ને આશા હોય કે સંપત્તિ બધી આપણને જ આવશે તો જુઓ પછી એની કલ્પના! જાણે મજા જ મજા ! અરે! શું છે પ્રભુ? ત્યાં શું ધૂળ મજા-સુખ છે? એ તો તે બધી કલ્પનાને સાચી માની છે; બાકી ત્યાં જરીય સુખ નથી. એ સુખની કલ્પનામાંથી તો ઝેર વરસે છે બાપુ! માટે જો સુખી થવું હોય, સાચી શાંતિ મેળવવી હોય તો એ કલ્પના છોડી દે, પડખું બદલી દે, ને અહીં (શુદ્ધાત્મામાં) દષ્ટિ કર એમ કહે છે. અહીં ભવ્ય જીવ લીધો છે ને? માટે, કહે છે કે, તું તો સુખી થવાને લાયક છો.
અહા! નિષ્કર્મ એટલે રાગના કાર્ય વિનાનું સુખ, સહજ-સ્વાભાવિક સુખ, અને તેનો સમૂહ.., પહેલાં પણ નિઝર –સમૂહું શબ્દ હતો, ને અહીંયાં પણ “નિર' શબ્દ છે. પહેલાં “ર્મશર્મેઝર' હતું,
જ્યારે હવે અહીં “નિઃર્મશર્મેનિઝર' છે.-આમ સામસામે શબ્દ નાખ્યા છે ને ભવિ જીવ લીધો છે. મતલબ કે મોક્ષને લાયક એવો એ જીવ કર્મજન્ય સુખને પરિહરીને અવશ્ય નિષ્કર્મ-વીતરાગી સુખને પામે છે.
અહા! ભગવાન આત્મા સુખામૃતનું સરોવર છે. તો, તેમાં મગ્ન થતાં અતિશય ચૈતન્યમય જે આનંદ છે તેને તે પામે છે. જુઓ, તે આનંદ અતિશય ચૈતન્યમય છે. જ્યારે એનું કલ્પનાનું સુખ તો ઝર-રાગ છે. પણ અજ્ઞાની ત્યાં ભરમાય છે ને? તો, કહે છે-જે ભવ્ય પુરુષ છે તે ભ્રમરહિત થઈ આ અતિશય ચૈતન્યમય વીતરાગી આનંદને પામે છે. વળી તે “એકરૂપ” છે. અહીં પૂર્ણ આનંદની વાત કરવી છે ને? માટે એ એકરૂપ-એકધારાએ છે એમ કહ્યું છે. વળી, તે “અદ્વિતીય છે, અર્થાત્ અજોડ સુખ છે, તેની સાથે કોઈની ઉપમા અપાય કે તુલના કરાય એવું કાંઈ પણ છે નહિ. અહા ! આવા “નિજ ભાવને પામે છે.” અહા! આવી જે એકાંત સુખની-પૂર્ણાનંદની-પરમાનંદમય દશા છે તેને તે પામે છે.
અહા! બહુ ટુંકામાં સંકેલ્યું છે હોં. ટુંકામાં પૂર્ણ પ્રાપ્તિની વાત કરી છે. આશય એમ છે કે પરમાં ક્યાંય પણ-શુભભાવમાં પણ-જો તને સુખની કલ્પના હોય તો છોડી દે, ને સહજ સુખામૃતનો સાગર ભગવાન આત્મા છે તેમાં લીન થઈ જા. એનાથી તને શુદ્ધ ચૈતન્યમય, એકરૂપ, અતુલ એવો આનંદ આવશે. બાકી આ રાગમય સુખની કલ્પના છે એ તો ઝેર છે, દુઃખ છે.
પ્રશ્નઃ આવો કેવો ઉપદેશ? પહેલાં તો કાંઈક બીજું હોય ને?
સમાધાન: ભાઈ, પહેલાં પણ આ જ છે. તું પહેલાં જેને માને છે તે શુભભાવ-પ્રશસ્તરાગ તો તને અનંત વાર થયો છે. એ ક્યાં પહેલો છે? અહીં તો, ટુંકામાં સંકેલ્યું છે કે ભવ્ય પુરુષ, પરમાં સુખની કલ્પનાના ભ્રમથી રહિત થઈને, સુખામૃતનો સમુદ્ર એવા નિજ શુદ્ધાત્મામાં મગ્ન થાય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com