________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૮
[ નિયમસાર પ્રવચન પુરુષ કર્મજનિત સુખસમૂહને પરિહરે છે. આમાં શુભ ને અશુભભાવ-બેય દુઃખરૂપ છે એમ વાત છે, બેય કર્મજનિત ભાવ છે ને! તો, બેય દુઃખરૂપ છે, છતાં પણ અનુકૂળતામાં એને સુખની કલ્પના થઈ જાય છે, સુખ નહિ હોં; તો એવા આખી દુનિયાના સુખની કલ્પનાના ભાવને જે પુરુષ છોડે છે, પરિહરે છે, કહે
તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખસમૂહુરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા....”
શું કીધું? કે તે ભવ્ય પુરુષ અર્થાત્ મોક્ષને લાયક આત્મા નિષ્કર્મ સુખને પામે છે. અહા ! કર્યજનિત કલ્પનાના સુખને જે છોડે છે તે ભવિ છે, ને તે નિષ્કર્મ સુખને પામે છે એમ કહે છે.
નિષ્કર્મ સુખ એટલે શું? નિષ્કર્મ નામ રાગરહિત એવું વીતરાગી સુખ. તો, એવા નિષ્કર્મવીતરાગી સુખના સમૂહરૂપ જે અમૃતનું સરોવર છે તેમાં મગ્ન થતા..., જોયું? કલ્પનાના સુખને છોડે છે તો સ્વરૂપમાં-સુખામૃતના સરોવરમાં-મગ્ન થાય છે.
પ્રશ્નઃ દ્રવ્ય મગ્ન થાય છે કે પર્યાય? (મગ્ર કોણ થાય છે? દ્રવ્ય કે પર્યાય ?) સમાધાનઃ પર્યાય; મગ્ન તો પર્યાય થાય છે. પ્રશ્નઃ પર્યાય, દ્રવ્યમાં મગ્ન થાય છે કે પર્યાયમાં?
સમાધાન: દ્રવ્યમાં પર્યાયમાં શું મગ્ન થાય? અહાહા...! સુખામૃતનું સરોવર જે ભગવાન આત્મા છે તેમાં પર્યાય મગ્ન થાય છે. અહા ! પરમ સુખની કલ્પના છોડે છે, ને અહીં ધ્રુવસ્વરૂપમાં મગ્ન થાય છે એમ કહે છે. સમજાણું કાંઈ...? આ તો બહુ ટુંકામાં સાર ભર્યો છે ભાઈ !
અહા! બેય-શુભ-અશુભભાવ-દુ:ખરૂપ છે, છતાં અનુકૂળતાની કલ્પનાના ઉલ્લસિત વીર્યમાં એને એમ લાગે છે કે આ મને ઠીક છે, આમાં-બહારની અનુકૂળતામાં પૈસા, આબરુ, ચક્રવર્તીના વૈભવ, સ્વર્ગની સંપદા, સ્ત્રીના ભોગ ને શરીરની નિરોગતા ઇત્યાદિમાં-મને ઠીક છે. પણ ભાઈ ! એવી જે કલ્પના છે તે ભ્રાન્તિ છે, મિથ્યાત્વભાવ છે. તો, જે પુરુષ એ મિથ્યાત્વભાવને છોડે છે, અહા ! તે નિષ્કર્મ સુખના-રાગ વિનાના સુખના-સમૂહુરૂપ અમૃત–સરોવર એવા ભગવાન આત્મામાં મગ્ન થાય છે.
તો, કહે છે-“તે ભવ્ય પુરુષ નિષ્કર્મ સુખસમૂહુરૂપી અમૃતના સરોવરમાં મગ્ન થતા એવા આ અતિશય-ચૈતન્યમય, એકરૂપ, અદ્વિતીય નિજ ભાવને પામે છે.”
લ્યો, નિજદશાને-પૂર્ણાનંદદશાને પામે છે એમ કહે છે.
અહીં તો એકદમ (પૂર્ણતાની) જ વાત છે ને? તેથી, કહે છે કે આ બાજુના (–બહારના, કર્મજન્ય) સુખની કલ્પનાને જે પરિહરે છે તે આ બાજુ (સ્વરૂપમાં, શુદ્ધાત્મામાં) લીન થતાં પૂર્ણ સુખનેપરમાનંદને પામે છે. ભાઈ, ખરેખર તો છોડવાનું શું છે? દષ્ટિ પલટી જાય છે, બસ, બાકી બીજું શું છોડવું છે? આ કાંઈ મહેલ-મકાન કે બહારના વૈભવ છોડવા છે એમ વાત નથી, કેમકે એ તો છૂટા જ પડયા છે. એ ક્યાં આત્માની અંદર આવ્યા છે? પણ પરવસ્તુમાં આ મને સુખરૂપ છે એવી જે કલ્પના કરી હતી તે કલ્પનાની દષ્ટિ સ્વના આશ્રયમાં જતાં, સ્તની દષ્ટિ કરતાં છૂટી જાય છે. અહીં આશય એમ છે કેભાઈ, સ્વ-આશ્રયે ઓલી સુખની કલ્પનાની દષ્ટિ છોડી દે, કેમકે તે બ્રાન્તિ છે, ને દુઃખરૂપ છે. સમજાય છે કાંઈ... ? અહા ! પરમાં સુખ છે એવી ( જૂઠી) કલ્પના મૂઢ અજ્ઞાનીને હોય છે. આ બહારની
Please inform us of any errors on rajesh@AtmaDharma.com