________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૮]
૨૮૭ અહા ! મોક્ષમાર્ગની વાંછા તો દૂર રહો, પણ તેની વાંછા કરવાનું તે જાણતો નથી એવો ભારે બેખબરો છે. અરેરે! એમ ને એમ ભ્રાન્તિમાં પાગલપણે એની જિંદગી ચાલી જાય છે!
અહા! અંદર છે, જુઓ, પાઠમાં (કળશમાં) છે કે “નિર્મુત્તિમાન અર્જુન પિ મવચ્છતું નો નાનાતિ' અહા! શુદ્ધ ચિત્માત્ર અભેદ આત્માની દષ્ટિ, અભેદ આત્માનું જ્ઞાન, ને અભેદ આત્મામાં રમણતા-એવો જે મોક્ષમાર્ગ તેને, કહે છે, વાંછવાનું અજ્ઞાની જાણતો નથી. અહા ! એને મોક્ષમાર્ગની ભાવના તો નથી, એવી ભાવનાની વાંછા પણ નથી, ને એની ભાવનાની વાંછા કરવાનું એ જાણતોય નથી. અહા! મુનિરાજે ગજબની વાત કરી છે ને! આવી વાત છે ભાઈ! અહા ! વીતરાગના મારગડા જુદા છે ભગવાન! માટે, તું ગમે તેટલાં બીજાં ( ક્રિયાકાંડનાં) ઝાવી નાખ, તોપણ એનાથી માર્ગ મળી જાય એમ છે નહિ.
અહીં તો એમ કહેવું છે કે એ શુભાશુભભાવ મારે કરવા જોઈએ, એમાં શું નુકસાન છે?—એમ જે શુભાશુભ ભાવનો કર્તા થાય છે તે મિથ્યાષ્ટિ જીવ છૂટવાના માર્ગને લેશમાત્ર પણ વાંછવાનું જાણતો નથી.
હવે કહે છે તેને લોકમાં (કોઈ ) શરણ નથી.'
અહા! આવા મૂઢ-ભ્રાન્ત જીવને લોકમાં ક્યાંય શરણ નથી. અર્થાત્ તે અશરણ...અશરણ... અશરણ-અત્યંત અશરણ જ છે. ચાર ગતિમાં જ્યાં જાય ત્યાં તે અશરણ જ છે. “તચ શરણે સમસ્તિ નો'—એમ છે ને? તેને લોકમાં કોઈ શરણ નથી. અહા! શરણ તો રાગના કર્તાપણાથી રહિત ચિદાનંદઘન પ્રભુ આત્મા પોતાની અંદર છે, પણ તે તો એણે દૃષ્ટિમાં લીધો નથી, અને આ શુભના કર્તુત્વની રુચિમાં એ ખૂંપી ગયો છે, માટે તેને લોકમાં ક્યાંય શરણ નથી. ભાઈ, શરણ તો નિજ શુદ્ધાત્મા છે, પણ તેને તો દષ્ટિમાં લીધો નથી. તેની તો ખબર નથી ને અજ્ઞાની-કર્તાપણામાં-રાગના કર્તાપણામાં મુગ્ધ છે ત્યાં શું થાય? અર્થાત્ એને કોણ શરણ થાય? કોઈ જ નહિ, કેમકે લોકમાં તો બધે અશરણ જ અશરણ છે. એક શુદ્ધાત્મા જ શરણ છે આમ મુનિરાજ ફરમાવે છે.
શ્લોક ૩૩: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન: અહા! આમાં બહુ ટૂંકામાં સાર મૂક્યો છે. આ ૧૮મી ગાથાનો સાર છે ને? તો, ૧૮મી ગાથામાં એમ કહ્યું હતું કે રાગ-દ્વેષ-મોહનો, શુભભાવરૂપ વ્યવહારની ક્રિયાનો જે કર્તા થાય છે તે અજ્ઞાની મિથ્યાદષ્ટિ છે; હવે એનાથી ( રાગના કર્તાપણાથી) જે રહિત છે એની વાત આમાં કરે છે.
તો, કહે છે-“જે સમસ્ત કર્મજનિત સુખસમૂહને પરિહરે છે.'
અહા! કર્મના નિમિત્તથી એને જે સુખની કલ્પના થાય છે, આ શરીરમાં, સ્ત્રીમાં, લક્ષ્મીમાં, આબરુમાં, સ્વર્ગમાં, ને અનેકવિધ ભોગમાં સુખ છે એવી જે કલ્પના થાય છે તે કર્મજનિત છે; અને તેને જે છોડે છે...અહા! બહુ ઝીણી વાત બાપુ! અહા ! પણ જુઓ, અંદર છે ને? કે-વર્મશર્મ્યુનિવરં પરિદૈત્ય' અહાહા..! કર્મથી ઉત્પન્ન થતા કલ્પનાના સુખને જે છોડે છે, શું કરીને? કે શુદ્ધાત્માની દષ્ટિ કરીને હું ચિન્માત્ર ચિદાનંદમય શુદ્ધાત્મા છું એમ અંતર-દષ્ટિ કરીને જે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com