________________
ગાથા-૧૮ ]
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
શ્લોક ૩૧: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચનઃ
૨૮૫
‘ ભાવકર્મના નિરોધથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે,...'
શું કીધું આ ? અહાહા...! ‘ભાવકર્મના નિરોધથી...' ભાઈ, આ પુણ્ય ને પાપના વિકલ્પ, ચાહે તો તીર્થંકર નામકર્મ બાંધવાનો ભાવ હોય તો તે પણ, ભાવકર્મ છે. તો આવો જે શુભ કે અશુભ વિકલ્પ છે તેને રોકવાથી, તેના નિરોધથી દ્રવ્યકર્મનો નિરોધ થાય છે. એટલે શું? કે દ્રવ્યકર્મ તેને આવતું નથી. નિરોધ થાય છે એટલે કે તેને આવતું નથી.
અહા! એણે પોતાના સ્વભાવની-ભગવાન જ્ઞાયકની-દષ્ટિ કરી એટલે એને ભાવકર્મનો નિરોધ થયો એમ કહેવું છે. અહા ! પુણ્ય-પાપના વિકલ્પનું એને કર્તાપણું મટી ગયું એટલે એને ભાવકર્મ અટકી ગયું, અને તેથી હવે એને દ્રવ્યકર્મ પણ આવતું નથી. ઓહો...! અંદર અભેદ નિર્વિકલ્પ શુદ્ધચૈતન્યમાત્ર નિજ સમયસાર વસ્તુ છે તેની જ્યાં દૃષ્ટિ ને અનુભવ થયાં તો ત્યાં શું થયું? તો કહે છે-એને ભાવકર્મ અટકી ગયાં, પુણ્ય-પાપ રોકાઈ ગયાં અર્થાત્ થયાં નહિ. અને પુણ્ય-પાપ રોકાતાં તેને હવે નવું દ્રવ્યકર્મ આવતું નથી, પરંતુ તે રોકાઈ ગયું. અહા! કર્મ આવતું હતું ને રોકાઈ ગયું એમ નહિ, પણ હવે તે આવતું નથી, અર્થાત્ પુદ્દગલ કર્મભાવે નવું થતું નથી. પણ ભાષામાં તો એમ જ આવે ને કે કર્મ રોકાઈ ગયું? સમજાવવું શી રીતે ?
હવે કહે છે–‘ દ્રવ્યકર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. '
સમયસારના સંવર અધિકારની છેલ્લી ગાથાઓમાં (ગા. ૧૯૦–૧૯૨માં ) પણ આમ જ આવે છે ને ? અહા ! અભેદ, શુદ્ધ ચિન્માત્ર, પૂર્ણાનંદ પ્રભુ આત્માનાં જ્યાં દષ્ટિ, જ્ઞાન ને રમણતા-લીનતા થયાં, તો શુદ્ધ પરિણતિ પ્રગટ થઈ, હવે તેને ભાવકર્મ કેમ ઉત્પન્ન થાય? ઉત્પન્ન ન થાય. અહાહા...! સ્વભાવની એકાગ્રતામાં શુદ્ધદશા જ્યાં પ્રગટ થઈ, ત્યાં અશુદ્ધ પરિણામ ઉત્પન્ન થતા નથી, પણ રોકાઈ જાય છે; અને અશુદ્ધતાનો નિરોધ થતાં નવું કર્મ તેને આવતું નથી; અને તેથી સંસા૨નો નિરોધ થાય છે, સંસારનો વ્યય થઈ જાય છે.
અહા! પૂર્ણ સ્વભાવની પરિણતિ પ્રગટ થતાં ભાવકર્મ ઉત્પન્ન થતું નથી, અને તેથી નવું દ્રવ્યકર્મ આવતું નથી. અને તે સ્વભાવની પરિણતિ પૂર્ણ થતાં સંસારનો વ્યય થઈ જાય છે. અર્થાત્ દ્રવ્યકર્મના અટકવાથી, દ્રવ્યકર્મને રોકવાથી-રુંધવાથી સંસારનો-જે ઉદયભાવ છે તેનો-અભાવ થઈ જાય છે. સંસાર એટલે ઉદયભાવ; અને તેનો અભાવ ગઈ જતાં એકલો ક્ષાયિકભાવ પ્રગટ થાય છે. આમ તે પૂર્ણ દશામોક્ષદશાને પ્રાપ્ત થાય છે. આવી વાતુ છે બાપુ!
શ્લોક ૩૨: શ્લોકાર્થ ઉ૫૨નું પ્રવચન:
જે જીવ સમ્યજ્ઞાનભાવરહિત વિમુગ્ધ (મોહી, ભ્રાંત ) છે,...’
અહાહા...! શું કીધું ? કે જે જીવ ‘સંજ્ઞાનમાવપરિમુ’ એટલે કે સમ્યજ્ઞાનરૂપી ભાવથી રક્તિ છે, અહા ! ચૈતન્યની નિર્મળ નિર્વિકાર પરિણતિથી રહિત છે તે વિમુગ્ધ અર્થાત્ મોહી-ભ્રાન્ત છે. અહાહા...! અંદર ભગવાન આત્મા નિત્ય નિર્વિકલ્પ સહજ ચિદાનંદમય પ્રભુ છે, પરંતુ તેનું જેને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com