________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૪
[નિયમસાર પ્રવચન અર્થાત્ તેને ગુરુએ આમ કહ્યું હતું. શું? કે ભગવાન! તું અંદર સહજાનંદની મૂર્તિ એવો આત્માકારણપરમાત્મા અભેદ સહજ સમયસાર છો. તો, એને જાણ, અંતર-એકાગ્ર થઈ એનું જ્ઞાન કર; પરંતુ પરનું, રાગનું કે પર્યાયનું જ્ઞાન ન કર. લ્યો, ગુરુઓએ શાસ્ત્રમાં પણ આ કહ્યું છે. પણ શાસ્ત્રને જાણ કે એવી કોઈ વાત અહીં લીધી જ નથી. અહો ! ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માનો ઉપદેશ આવો છે, ને ગુરુઓએ શાસ્ત્રોમાં તે પ્રસિદ્ધ કર્યો છે. અહો ! દિગંબર સંતોએ માર્ગને ટકાવી રાખ્યો છે.
અહાહા....! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યવહુ, કહે છે, નિર્વિકલ્પ અભેદ છે ને તેનું જ્ઞાન કર. લ્યો, આમાં પર્યાયનું રાગનું ને નિમિત્ત-પરવસ્તુનું જ્ઞાન કરવાનું પણ લીધું નથી. અહો ! કેવી વાત કરી છે! અહા ! ગુરુએ કહ્યું-ભગવાન! તું સહજ નિત્ય અભેદસ્વરૂપ છો. તો તેને જાણ, અર્થાત્ અંતર-એકાગ્ર થઈ તેનો અનુભવ કર. જાણ એટલે અનુભવ કર.-આ અમારો ઉપદેશ છે. પાછું આ નિયમસાર છે. એટલે એમાં માર્ગ ને માર્ગફળ-બેય લેવાં છે ને? મૂળ પાઠમાં (ગાથા બેમાં) છે ને? કે-“મો માનંતિ કે કુવિઠું' એમ કે મોક્ષમાર્ગ ને મોક્ષ-બેય આમાં કહ્યાં છે. માટે, કહે છે-જે નિર્ભેદ-નિર્વિકલ્પ એવા સહજ સમયસારને જાણે છે, અનુભવે છે તેને મુક્તિ-મોક્ષ થયા વિના રહે નહિ, અર્થાત્ તે અવશ્ય મુક્તિ પામે છે. અહા ! દિગંબર સંતોની કેવી શૈલી! દિગંબર સંતોની શૈલીમાં, ભગવાન કેવળીની પરંપરાએ જે કથનની પદ્ધતિ ચાલી આવે છે તે જ પદ્ધતિ છે. તેમ જ મુનિ હો કે સમકિતી હો-કોઈપણ હો, અનાદિથી આ રીતે જ તેઓ કહેતા આવે છે ને અહા! આ જ માર્ગ છે. જુઓને ! કળશમાં કેવું ભર્યું છે ! કેટલું ભર્યું છે!
અહા ! પાઠમાં (ગાથામાં) તો અજ્ઞાનીના કર્તા-ભોક્તાપણાની વાત કરી હતી. પણ હવે એને કહે છે–એ કર્તા-ભોક્તાપણું તો છે એમ તને જણાવ્યું, પણ એ અજ્ઞાનથી છૂટીને હવે તારે આ કરવાનું છે, શુદ્ધાત્માને અનુસરવાનું છે. અરેરે ! મરતાં વ્યાધિથી ઘેરાઈ જાય, ને અસાધ્ય-મૂચ્છિત થઈ જાય, કાંઈ સૂધ-બૂધ રહે નહિ, ને અજ્ઞાનભાવમાં દેહ છૂટી જાય-એ કાંઈ મરણ કહેવાય ? અરે ! અંતર-જ્ઞાનમાં પણ હું કોણ છું? ને આ બધું શું થાય છે તેની સાધ્ય ન રહી ને બહારમાં પણ અસાધ્ય થઈ ગયો તો એ કેવાં મરણ? (એમાં તો ચાર ગતિનું પરિભ્રમણ ને દુઃખ છે બાપુ!) અહીં કહે છે-નિજ નિર્વિકલ્પ સહજ સમયસારને.. અહાહા..! ચિન્માત્ર અભેદ આત્માને જાણીને અનુભવે તો તેના ભાનમાં દેહ છૂટે અને તે પછી અલ્પકાળમાં મુક્તિને પ્રાપ્ત થાય છે. અહા! આવી વાત!
લ્યો, એ જ કહે છે કે “તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો પ્રિય કાન્ત થાય છે.”
અહા ! પરમ કેવળજ્ઞાનરૂપી જે લક્ષ્મી છે-સિદ્ધપદરૂપી પોતાની જે લક્ષ્મી છે–અહા ! એવી જે સુંદરી અર્થાત્ પોતાની પરમોત્કૃષ્ટ પરિણતિ-તેનો પ્રિય કાન્ત અર્થાત્ વહાલો સ્વામી થાય છે. હવે, અપૂર્ણપણું એને રહેશે નહિ, ને હવે અવતાર ધારણ કરવાનું એ રહેશે નહિ. હવે માણસને આવી વાત સાંભળવી કઠણ પડે, પણ શું થાય? એ તો સાંભળનારાય વિરલ જ હોય છે ને? અને આવો ઉપદેશ પણ વિરલ જ છે, ક્યાંક-ક્યાંક છે.
તો, કહે છે-તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો અર્થાત્ પોતાની સુંદર પરિણતિનો પ્રિય કાન્ત અર્થાત્ વહાલો પતિ થાય છે. હવેથી એક સમય પણ એનાથી વિરહુ થશે નહિ, અર્થાત્ અનંતકાળ પર્યત તે પરમ સુખમય એવી મોક્ષદશામાં-સિદ્ધપદમાં રહેશે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com