________________
Version 001: remember to check hffp://www.AtmaDharma.com for updates
૨૮૩
ગાથા-૧૮ ]
કરીને અમને જે શુદ્ધાત્માનો ઉપદેશ દીધો એનાથી અમારા નિજવૈભવનો જન્મ છે. પાછો શિષ્ય કેવો ? તે કદી એમ ન વિચારે કે ગુરુ તો કહ્યા કરે, આપણે તો શક્તિ હોય તેમ કરીએ. અત્યારે પંચમ કાળ છે, તો વ્રત-તપ-ભક્તિ કરીએ તોય ઘણું છે. શિષ્ય આમ ન વિચારે અને જો વિચારે તો તે શિષ્ય જ નથી. ભાઈ, ગુરુની દેશનાથી જે વિપરીત વિચારે એને તો ગુરુના સ્વરૂપની ખબર નથી.
અહા! સાંભળનારો શિષ્ય પણ કેવો હોય છે? તે પ્રસન્નચિત્ત થઈ વિચારે છે કે અહો! અમારા
૫૨મ ગુરુએ આવો (શુદ્ધાત્માનો ) ઉપદેશ આપ્યો! અહા! અમને અંદરમાં ઠરવાની વાત કરી! શું કીધું ? કરવાની નહિ પણ ઠરવાની વાત ગુરુએ કરી હતી. આમ શિષ્ય અંદર ઉલ્લસિત થાય છે હોં. અહા! કરવાની (મિથ્યાદષ્ટિની) વાત તો ૧૮મી ગાથામાં આવી ગઈ. અને એ તો સત્ય ઉપદેશ પામ્યા વિના અનાદિથી કરે જ છે. તો, હવે અહીં કહે છે-સકળ મોહરાગદ્વેષવાળો હો તોપણ...અહા ! ભાષા તો જુઓ ! એમ કે પહેલાં ( ૧૮મી ગાથામાં ) જેવો કહ્યો તેવો અશુદ્ધ મિથ્યાદષ્ટિ હો તો પણ, ૫૨મ ગુરુના ચરણકમળની સેવાના પ્રસાદથી તે આત્મજ્ઞાન પામે છે. એટલે કે ગુરુએ જે ઉપદેશ દીધો એ એણે ઉલ્લાસથી અંગીકાર કર્યો છે. ગુરુની વાત એણે અંતરથી માની છે. લ્યો, આ ગુરુની સેવાનો પ્રસાદ. અહો ! મારગ આ છે ભાઈ! એમ કહે છે.
અહા! ગુરુએ શું કહ્યું ને શિષ્ય શું કર્યું-તે કહે છેઃ તો,
એવો જે કોઈ ‘નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે,...’
આ શું કીધું? અહા! ગુરુએ જે કહ્યું હતું એવું જ એણે કર્યું છે, અને જે એણે કર્યું છે એ જ ગુરુએ કહ્યું હતું. નિર્વિકલ્પ સહજ સમયસારને જાણવાનું ગુરુએ કહ્યું હતું, ને એ જ શિષ્યે કર્યું એમ કહે છે.-મોટો સિદ્ધાંત છે. અહો! વીતરાગ માર્ગ ને તેને પામવાની રીત-પદ્ધતિ જ આ છે. અહો! દિગંબર સંતોના હૃદયમાં આવી વાત છે જે બીજે ક્યાંય છે નહિ. હવે આમાં લોકોને પક્ષપાત જેવું લાગે છે, પણ શું થાય ? દિગંબર સંતોએ તો વસ્તુ ટકાવી રાખી છે. અહા! જુઓને! એ સંતોએ માખણ આપ્યું છે માખણ! જેમ માખણ વગર દાંતવાળા પણ ખાય, તેમ કોઈને ઝાઝી બુદ્ધિ ન હોય તોપણ એને પચી જાય–સમજાય જાય એવી આ વાતુ છે. અહા! આમાં તો રુચિનું કામ છે; બાકી બહુ બુદ્ધિ-ઉઘાડ ન હોય તો ચાલે. અંતરમાં પહેલાં અવ્યક્તપણે માર્ગની રુચિ જાગ્રત થવી જોઈએ. અર્થાત્ તેના અંતર જાણપણામાં આવવું જોઈએ કે આ માર્ગ છે.
અહા! ગુરુએ કહ્યું હતું કે-ભગવાન! તું અભેદ સહજ સમયસારસ્વરૂપ એવો આત્મા-પરમાત્મા છો, તો અંત૨-એકાગ્ર થઈ તેને જાણ, ને તેમાં ઠર. ગુરુએ આ કહ્યું હતું, ને શિષ્યે એમ જ કર્યું. ભાઈ, ચારે અનુયોગના શાસ્ત્રોમાં ગુરુઓનો આ જ ઉપદેશ છે. ચારેય અનુયોગની કથનીનો સાર આ છે એમ વાત છે. પણ ધર્મકથામાં (પ્રથમાનુયોગમાં) વળી બીજું કહ્યું છે, ને ચરણાનુયોગમાં વળી બીજું કહ્યું છે એમ નથી. ચારેય અનુયોગનું પ્રયોજન વીતરાગતા છે, ને તે અંતર-એકાગ્ર થઈ ત્યાં જ ઠરતાં પ્રગટ થાય છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ ચરણાનુયોગ, કરણાનુયોગ, ને દ્રવ્યાનુયોગનું સમકિત જુદું-જુદું છે ને?
સમાધાનઃ એમ નથી ભાઈ! સમતિ તો જે છે તે જ છે, એ તો ચાર અનુયોગમાં એની કથનશૈલીમાં ફેર છે. બાકી ગમે તે અનુયોગ એને સંભળાવ્યો હોય, તોપણ એનો સરવાળો આ લેવો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com