________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૮૧
ગાથા-૧૮]
“ધાર તલવારની સોહવલી, દોહ્યલી ચૌદમા જિનતણી ચરણસેવા;
ધાર પર નાચતા દેખ બાજીગરા, સેવના ધાર પર રહે ન દેવા.” અહા ! દેવો પણ ભગવાનની સેવા-આજ્ઞામાં અર્થાત્ આત્માની સેવામાં રહી શકતા નથી. ભગવાનની સેવા એટલે આત્માની સેવા હોં. પણ અજ્ઞાની તો, અમે પરની સેવા કરીએ છીએ, પરને સુખ પમાડીએ છીએ, પરને સુધારવામાં અમારો હાથ છે-આવું માને છે. પરંતુ એ તો એનો મિથ્યા ભ્રમ છે; કેમકે બીજાનાં કામ કોણ કરી શકે છે? એ તો મફતમાં રાગનો કર્તા થાય છે.
અહા ! આમ અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયનયે મોહરાગદ્વેષાદિનો કર્તા ને ભોક્તા થાય છે. અહા ! આ શુભભાવથી અમને લાભ છે, અને એ ભાવ વડે અમે પ્રભાવનાનાં કામ કરીએ છીએ એમ એ અજ્ઞાની માને છે, પણ એ તો એનો મિથ્યા ભ્રમ છે. ઝીણી વાત ભાઈ ! અહા ! આ નિયમસાર છે ને? તોનિયમસાર એટલે મોક્ષમાર્ગ, અને એનાથી વિપરીત-વિરુદ્ધ ભાવ શું છે તે અહીં બતાવ્યું
પ્રશ્નઃ દાન કરતી વેળાએ અજ્ઞાનીને મિથ્યાત્વભાવ તો છે, સાથે શું તે અશુભભાવ પણ કરે છે?
સમાધાનઃ હા, મિથ્યાત્વ તો અશુભ છે જ, સાથે માન-સન્માન ને મોટાઈના હેતુએ જો તે દાન કરે છે તો તેય અશુભ અર્થાત્ પાપભાવ છે. અરે ! એણે પોતાને છેતર્યો છે. ધર્મના નામે પણ એણે પોતાને છેતર્યો જ છે.
પ્રશ્નઃ આ ગાથા ખાસ આમાં (આ અધિકારમાં) કેમ નાખી છે?
સમાધાન: કેમકે આ જીવ અધિકાર છે ને? તેથી, જીવની વિકારી પર્યાયોનું કર્તા-ભોક્તાપણું અજ્ઞાન છે એમ અહીં સિદ્ધ કરવું છે. કોઈ જીવ એમ માને કે રાગાદિ કરવાનો મારો અધિકાર છે. ને
ગનાં ફળ ભોગવવાનો મારો અધિકાર છે અર્થાત્ આ માનેલી કલ્પનાનો-સુખદુ:ખનો-હું ભોક્તા છું એમ કોઈ માને તો, તે મિથ્યાત્વભાવ છે, તેથી મિથ્યાત્વની પુષ્ટિ થાય છે. એ વાત અહીં સ્પષ્ટ બતાવવાનું પ્રયોજન છે.
હવે કહે છે-“અનુપચરિત અસદ્દભૂત વ્યવહારથી (દાદિ) નોકર્મનો કર્તા છે....'
દ્રવ્યકર્મ નિકટવર્તી છે ને? તેમ શરીર-નોકર્મ નિકટવર્તી નથી, તેથી આમાં “નિકટવર્તી” શબ્દ કાઢી નાખ્યો છે. પણ શરીર એકત્રાવગાહે છે, તો કહે છે-તે “અનુપચરિત” છે. વળી શરીર જડ અચેતન છે, ચેતન નથી, અને તે શરીર ચેતન આત્મામાં–તેની પર્યાયમાં પણ નથી, ભિન્ન છે, માટે
અસદ્દભૂત” છે. વળી તે નિમિત્ત-પરવસ્તુ છે માટે “વ્યવહાર” છે. તો દેહાદિની ક્રિયાનો-તે હાલેચાલે તેનો, ને વાણી બોલાય છે તેનો-કર્તા અજ્ઞાનીને અનુપચરિત અસભૂત વ્યવહારનયથી (ઉપચારથી) કહેવામાં આવે છે.
હવે બીજા જે ઘટ-પટ છે ને? એની વાત કરે છે. એ ઘટ-પટ એટલે આ બધું-ઘડો, વસ્ત્ર, પુસ્તક, મંદિર ઇત્યાદિ તો, કહે છે –
ઉપચરિત અસદભૂત વ્યવહારથી ઘટ-પટ-શકટાદિનો (ઘડો, વસ્ત્ર, ગાડું ઇત્યાદિનો) કર્તા છે.' એ બધા દૂર ક્ષેત્રે છે ને? એટલે “ઉપચરિત–ઉપચાર છે. કર્મ ને દેહાદિ નજીક છે. કર્મ તો
Please inform us of any errors on rajesh@AtmaDharma.com