________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates ૨૮O
[ નિયમસાર પ્રવચન હવે કહે છે-“અશુદ્ધ નિશ્ચયનયથી સમસ્ત મોહરાગદ્વેષાદિ ભાવકર્મનો કર્તા અને ભોક્તા છે , –આ અજ્ઞાનીની વાત છે હોં. પ્રશ્નઃ અશુદ્ધ નિશ્ચયનયથી એટલે શું?
સમાધાનઃ મોહરાગદ્વેષાદિ એની પર્યાયમાં થાય છે માટે નિશ્ચય છે. (નિશ્ચય=એની પર્યાયમાં છે), અને તે મલિન છે માટે અશુદ્ધ છે. તો, એવા મલિન સમસ્ત મોહરાગદ્વેષાદિ અર્થાત્ સમસ્ત મિથ્યાત્વ અને શુભાશુભભાવ આદિ ભાવકર્મનો અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયનયથી કર્તા છે. ભાઈ, એ શુભાશુભ વિકલ્પનું કરવુંકરવાપણું એ તો દષ્ટિ મિથ્યા છે. અહા! જેની દષ્ટિ મિથ્યા હોય તે કર્તા થાય છે. અહા! અજ્ઞાની તો શુભભાવ કરે છે, ને અશુભભાવ પણ કરે છે, ને માને છે કે એ શુભ-અશુભ રાગ આપણે કરવા જોઈએ. એમાં શું નુકશાન છે? આ એની દષ્ટિ મિથ્યા છે. (કમકે રાગનું કરવાપણું એ કાંઈ આત્માનું નિજસ્વરૂપ નથી).
અહીંયાં “સમસ્ત” શબ્દ છે ને? મતલબ કે શુભભાવના જે ઘણા પ્રકાર છે તેમાંનો કોઈપણ પ્રકારનો શુભભાવ હોય, અને અશુભભાવના જે ઘણા પ્રકાર છે તેમાંનો કોઈપણ પ્રકારનો અશુભભાવ હોય, તોપણ તે નુકશાનકારી જ છે એમ કહે છે. છતાં, અરે ! અજ્ઞાની એનો કર્તા થાય છે. ભારે વાત ભાઈ ! આ ધર્મના પુસ્તકો બનાવું, મંદિરો બંધાવું, ને પ્રભાવનાના કાર્યમાં રોકાઉં, કેમકે એ ભાવમાં લાભ છે,-અહા ! એવી માન્યતા એ બધો મિથ્યાત્વભાવ છે. બહુ આકરી વાત બાપા! પણ મારગ આવો છે ભાઈ, હોં.
અહા! “સમસ્ત' શબ્દ વાપર્યો છે ને? એટલે અમુક શુભાશુભભાવનો કર્તા ને અમુક શુભાશુભભાવનો કર્તા નહીં-એમ નહિ; પણ જે કોઈ શુભાશુભ વિકલ્યો છે તે બધાયનો અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયથી કર્તા છે. અર્થાત્ અજ્ઞાની અશુદ્ધ નિશ્ચયથી પુણ્ય-પાપરૂપ સઘળાય વિકલ્પોની વૃત્તિઓનો રચનારો છે, અને તે બંધનું કારણ છે. તેમ જ તેનો-હુરખશોકનો-તે ભોક્તા પણ છે. આ હરખ આવે છે ને? શુભભાવ કરવામાં એને હોંશ આવે છે, એમાં એને આનંદ-મઝા આવે છે. તો, એ હરખનો-દુ:ખનો તે ભોક્તા થાય છે.
પ્રશ્ન: ભાવકર્મ એટલે દુઃખ?
સમાધાનઃ હા, ભાવધર્મ એટલે દુઃખ. ભાવકર્મ બંધરૂપ ને બંધનું કારણ છે માટે દુઃખરૂપ છે. અહા ! સમાધિશતકમાં (ગા. ૧૯માં) તો એમ કહ્યું છે કે હું બીજાને સમજાવું, ને બીજાથી હું સમજું-એ પાગલપણું છે. મારગ આવો છે બાપા! અહા ! વીતરાગ નિર્વિકલ્પ એવો આત્મા કોને સમજાવે? ને તે કોનાથી સમજે ?
પ્રશ્ન: ભગવાન તો દિવ્યધ્વનિ દ્વારા સમજાવે છે?
સમાધાન: એ તો વ્યવહારથી એમ કહેવાય છે, બાકી દિવ્યધ્વનિ ક્યાં ભગવાનની છે? અને એ વાણીથી કોણ સમજે? બહુ આકરી વાત ભાઈ ! એ તો સમજવાવાળો પોતાની (જ્ઞાનની) પર્યાયથી સમજે છે, વાણીથી-નિમિત્તથી નહિ. વળી સાંભળવા કાળે તે (જ્ઞાનની) પર્યાય થઈ એ તો પરલક્ષી જ્ઞાન છે. અહા! એ પરલક્ષી જ્ઞાનનો તું કર્તા થા એ બંધનું કારણ છે. સમજાય છે કાંઈ....? બહુ આકરી વાત પ્રભુ !
અહા ! (આનંદધનજીકૃત) અનંતનાથ ભગવાનના સ્તવનમાં આવે છે કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com