________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૮]
૨૭૯ [શ્લોકાર્ચ- ] સંસારીમાં સાંસારિક ગુણો હોય છે અને સિદ્ધ જીવમાં સદા સમસ્ત સિદ્ધિસિદ્ધ (મોક્ષથી સિદ્ધ અર્થાત્ પરિપૂર્ણ થયેલા) નિજ પરમગુણો હોય છે-આ પ્રમાણે વ્યવહારનય છે. નિશ્ચયથી તો સિદ્ધિ પણ નથી જ અને સંસાર પણ નથી જ. આ બુધ પુરુષોનો નિર્ણય છે. ૩૫.
ગાથા ૧૮: ટીકા ઉપરનું પ્રવચન: આ, કર્તૃત્વ-ભોક્નત્વના પ્રકારનું કથન છે.”
શું કીધું? અહા! અજ્ઞાની મિથ્યાદષ્ટિ જીવને કર્તૃત્વ ને ભોસ્તૃત્વ કઈ રીતે છે તેનું આ કથન છે. તો, કહે છે
આત્મા નિકટવર્તી અનુપચરિત અસભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા અને તેના ફળરૂપ સુખદુ:ખનો ભોક્તા છે....”
કર્મો દૂર નથી નજીકમાં એકત્રાવગાહે રહે છે, તેથી તેને “નિકટવર્તી' કહ્યા છે. વળી તેઓ જીવની (સંસારાવસ્થામાં) સાથે ને સાથે રહે છે, અર્થાત્ તેઓ સદા-કાયમ સંબંધમાં રહે છે, એટલે અનુપચરિત છે. પરંતુ તેઓ જીવથી અત્યંત જુદી ચીજ છે-જીવની પર્યાયમાં પણ કર્મ નથી, બહાર છે એટલે “અસભૂત” છે, અને એ નિમિત્ત-પરવસ્તુ છે માટે “વ્યવહાર” છે. આમ અજ્ઞાની નિકટવર્તી અનુપચરિત અસદ્દભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા અને તેના ફળરૂપ સુખદુઃખનો ભોક્તા છે. અહીં ! ખરેખર તો એ કર્મનો અજ્ઞાની કર્તા-ભોક્તા નથી, પણ અસભૂત વ્યવહારનયથી ઉપચાર વડે તેને કર્તાભોક્તા કહેવામાં આવે છે.
શું કીધું?
કે અજ્ઞાનભાવે પણ આત્મા જડ કર્મનો કર્તા નથી, પણ અસદભૂત વ્યવહારનયે તેને કર્તા કહેવામાં આવે છે. અને એ કર્મનું ફળ જે આ સ્ત્રી, કુટુંબ-પરિવાર, આબરું, ધન આદિ આવે છે તેને આત્મા ભોગવે છે એમ કહીએ તે પણ અસદ્દભૂત વ્યવહારનયથી (ઉપચારમાત્ર) છે; કેમકે તેને ખરેખર આત્મા ભોગવતો નથી. પરંતુ વિકારના ભોગવવામાં તે નિમિત્તપણે છે તેથી તેને અસભૂત વ્યવહારનયે ભોગવે છે એમ આરોપથી કહેવામાં આવે છે.
આ લોકો નથી કહેતા કે આને બાદશાહી છે, એને હામ, દામ, ને કમ-બધુંય છે એમ લોકો કહે છે
ને?
પ્રશ્ન: પણ એને એ બધુંય હોય છે એટલે કહે છે ને?
સમાધાનઃ એને શું હોય છે? એને હોય છે એટલે કે અજ્ઞાની એ પદાર્થોને પોતાના માને છે. બાકી એને એ કાંઈ હોય છે ક્યાં? એનામાં એ ચીજો ક્યાં હોય છે? એ બહારની ચીજો એના દ્રવ્યપર્યાયમાં
ક્યાં આવી ગઈ છે? એ ચીજો તો એના રાગને ભોગવવામાં નિમિત્ત છે બસ. તેથી એને (અજ્ઞાનીને) એ ચીજોનો નિકટવર્તી અનુપચરિત અસભૂત વ્યવહારનયથી ભોક્તા કહેવામાં આવે છે. એ ચીજો એનામાં નથી માટે અસદ્દભૂત છે ને તે બધી નિમિત્ત-પરવસ્તુ છે માટે વ્યવહાર છે. આવી વાત છે બાપુ! સમજાણું કાંઈ...?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com