________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૬
[નિયમસાર પ્રવચન પણ બહાર પડવા, બહારમાં મોટા ગણાવા ને માન મેળવવા પ્રયત્ન કરે છે ને? પણ દુનિયામાં પ્રસિદ્ધિ કેમ થાય, લોકો કેમ ઓળખે ને મારી ગણતરી કેમ ગણાય-એવી બહારની ઇચ્છાપૂર્વક પ્રયત્ન કરનારા, કહે છે, બધા મૂઢ મિથ્યાદષ્ટિ છે.
અહા! મુનિરાજને અંતરમાં પ્રચુર આનંદના સંવેદન સહિત નિજ વૈભવ પ્રગટ થયો છે. તો, કહે છે –ભગવાન! તારો આનંદ તો તારી પાસે છે ને ? તારો વૈભવ તો તારી પાસે છે ને? છતાં, અરેરે ! આવા ચૈતન્યના અતીન્દ્રિય આનંદના વૈભવની રુચિ ને એકાગ્રતા છોડીને તને આવા જડ વૈભવની અભિલાષ છે! તું જડમતિ છો, અજ્ઞાની મિથ્યાષ્ટિ છો એમ કહે છે. અહા ! શુભભાવ કરીને તેના કર્તા થવું, ને તેના ફળ તરીકે મને બહારના વૈભવની અનુકૂળ સામગ્રી મળશે એમ અભિલાષા કરવી એ મિથ્યાષ્ટિપણું છે. અરે ! કેટલાક તો એનાથી (શુભભાવથી) ધર્મ થશે એમ પણ માને છે. અહા ! એ તો ભારે ઠગાયા છે. ધર્મના નામે એ ઠગાયા છે. સમજાણું કાંઈ...?
પ્રશ્નઃ એને કોણે ઠગ્યો છે?
સમાધાન: એણે પોતે જ પોતાને ઠગ્યો છે. જ્યાં (શુભભાવને ધર્મ માનતાં) નુકસાન જ નુકસાન છે ત્યાં એ લાભ માને છે. આવો તે દંભી છે, માયાચારી છે. ભારે આકરી વાત! તો, બાપુ! બાહ્ય વૈભવની જે ઇચ્છા કરે છે, ને એવા ઇચ્છાના ભાવથી મને લાભ થાય છે એમ જે માને છે તે મહામૂઢ છે.
અહા! એ વૈભવો તો, અહીં કહે છે, ભગવાનના ચરણકમળની પૂજા-ભક્તિનો ભાવ હોય તો સહેજે (આપોઆપ ) મળે છે. પરંતુ એવો (ભક્તિનો) ભાવ કોને હોય? શુદ્ધદષ્ટિ સમ્યગ્દષ્ટિને, જ્ઞાનીને. અહા ! જેને એક નિજ શુદ્ધાત્માની જ અભિલાષા છે, શુદ્ધ ચૈતન્યસ્વરૂપની જ જેને રુચિ ને ભાવના છે, તેને જ વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની પૂજા-ભક્તિનો ભાવ હોય છે, અને તેને એ ભાવમાં આવ વૈભવો સહેજે-તેની મેળે-મળી રહે છે, તે મેળવવા પડતા નથી.
જુઓને, આ દુનિયાના લોકો માન માટે કેવા-કેવા જલસા ઉડાવે છે? પાંચ-પચીસ માણસોને તૈયાર કરે, ને કહે–આવું મોટું મહાન કામ અમે કર્યું તો મોટી સભા ભરીને અમારી કદર કરો, અમારું સન્માન કરો, અભિનંદન કરો. બહારથી તો તે ના પાડ હતું, પણ અંદર ગલગલિયાં થતા હોય છે. પણ પ્રભુ! તારી કદર તું કર ને? અહાહા...! અંદર અનંત ગુણસ્વભાવોની રિદ્ધિ ભરી છે તો તારું અભિનંદન તું કર ને? અર્થાત્ ત્યાં એકાગ્ર થઈને પ્રસન્ન-આનંદિત-અભિનંદિત થા ને? તારું અભિનંદન કરનાર આ દુનિયા કોણ ? શું એ મૂર્ખ, પામર પ્રાણીઓ તારું અભિનંદન કરી શકે? અરે ! મિથ્યાત્વના અંકુરા તને છે! તું મૂઢમતિ છો !—આમ અહીં કહે છે.
અહા! શુભભાવ કરીએ છીએ એમાં ખોટું શું કરીએ છીએ? વળી, એ પુણ્યભાવ કરતાં બાહ્ય અનુકૂળતા પણ મળશે. તેથી એમાં કાંઈ ખોટું નથી એમ માનીને એ મિથ્યાત્વને પોષે છે. છતાં માને છે કે મને લાભ થાય છે. અહીં કહે છે-ભાઈ, નિજસ્વભાવની દષ્ટિ જો તને થઈ હોય તો એવાં પુણ્ય તો તને સહેજે થઈ જશે. અહા! જિનેન્દ્રની ભક્તિનો ભાવ કે જે વૈભવનું કારણ છે તે તને સહેજે થઈ જશે, સહજપણે જ આવશે. (કર્તા થયા વિના સહુજ જ આવશે).
હવે, એના કર્તાપણાની વાત ૧૮મી ગાથામાં કહેશે.
એ પહેલાં અહીં કળશમાં ઉપોદઘાત કીધો. એ તો ટીકાકારની (શ્રી પદ્મપ્રભમલધારિદેવની) એવી શૈલી છે. શ્રી અમૃતચંદ્રાચાર્યની પણ એવી જ શૈલી રહી છે કે આગળની ગાથામાં જે કહેવું હોય તે વાત કહેવાનું પહેલાં શરૂ કરી દે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com