________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬–૧૭]
૨૭૫ સાંભળીને વા દેખીને જો તને એમ થયા કરે છે કે આ મને હોય તો ઠીક, તો તું જડમતિ છો, મૂર્ખ છો. અહા ! નરાધિપતિ અર્થાત્ રાજા; એનો બહારમાં જે વૈભવ છે એ તો જડ માટી-ધૂળ છે. છતાં એવા વૈભવોને સાંભળીને કે નજરે દેખીને તું એની અભિલાષ કરે છે તો તું જડમતિ છો, કેમકે એનાથી તો ફોગટ કલેશ જ થાય છે. અહા ! આવો વૈભવ મને હો એવા વાંછાના વિકાર ભાવથી તું ફોગટ દુઃખી થા' છો. જગતની અનુકૂળતાની સામગ્રી મને હો, હું બહારમાં (પ્રસિદ્ધિમાં) પડું, દુનિયા મને માને, ઓળખેએવી ઇચ્છા કરીને હું જડમતિ! તું ફોગટ દુઃખી થા” છો.
તે વૈભવો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે.'
શું કીધું આ? કે એ બાહ્ય વૈભવો તું ઇચ્છા કરે તેથી પ્રાપ્ત થાય એમ તો છે નહિ. એ તો ખરેખર પુણ્યથી પ્રાપ્ત થાય છે. તો, પુણ્યભાવ-શુભભાવ તો કરવો જોઈએ ને? એમ વાત નથી બાપુ! આપણે શુભભાવ કરવો જોઈએ, કેમકે તેનાથી આપણને અનુકૂળ સામગ્રીની પ્રાપ્તિ થશે, લોકો આપણને માનશે, ને લોકોમાં આપણી ગણતરી થાશે-એમ તો અજ્ઞાની માને છે ભાઈ ! અહીં કહે છે કે એ તો પૂર્વના પુણ્ય હોય તો બાહ્ય વૈભવો પ્રાપ્ત થયા છે, કાંઈ તારી ઇચ્છાથી તે પ્રાપ્ત થાય છે એમ છે નહિ.
તે (પુણ્યોપાર્જનની) શક્તિ જિનનાથના પાદપદ્મયુગલની પૂજામાં છે.'
અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વરની અર્થાત પોતાના એક જ્ઞાયકસ્વભાવી શુદ્ધાત્માની જેને અંતરંગમાં શ્રદ્ધા થઈ હોય તેને ત્યારે ભગવાન જિનેન્દ્રદેવની ભક્તિનો ભાવ આવે છે, અને એ ભક્તિના ભાવમાં એવા એવા વૈભવોની પ્રાપ્તિની તાકાત છે એમ કહે છે. પરંતુ તું ઇચ્છે કે આ વૈભવ મને મળે તો તે પ્રાપ્ત થાય એમ છે નહીં. તેમજ પુણ્ય કરું તો આ વૈભવ મને મળે એવી જે તારી ઇચ્છા છે એ તો અજ્ઞાનભાવ છે, મિથ્યાત્વભાવ છે.
તો, કહે છે-હે જડમતિ!જુઓ, અહીં એને જડમતિ કહ્યો છે. પ્રશ્ન: એ જડમતિ છે એટલે કહ્યો છે કે પછી...?
સમાધાનઃ તે એવો (-જડમતિ) છે, ને એવો કહ્યો છે. દુનિયાની સભામાં નરપતિ બેઠો હોય તો તેને જોઈને અજ્ઞાની કહે કે-અહો ! આવું આપણને હોય તો ઠીક. તો, એ બધા બહારના વૈભવોની અભિલાષા મિથ્યાષ્ટિને હોય છે, અને તેથી એને જડમતિ કહ્યો છે, કેમકે તેને નિજ ચૈતન્યનું ભાન નથી, એને ચૈતન્યસ્વરૂપની અંતરમાં જાગૃતિ નથી.
ભાઈ, અંતરંગમાં પોતાનો જે વીતરાગસ્વભાવી ભગવાન આત્મા છે તેની તને જો દષ્ટિ હોય, તેની તને જો રુચિ હોય તો આવી જડમતિ તને ઉત્પન્ન થાય નહિ. અહાહા...! અંતરમાં અનંતગુણની ઋદ્ધિ અને રિદ્ધિથી ભરપૂર ભરેલો ભગવાન આત્મા છે, તો એ અંતરના આત્મવૈભવની જો દષ્ટિ અને રુચિ હોય તો, પુણ્ય કરું, શુભભાવ કરું, ને એનાથી મને વૈભવ મળશે એવી જડમતિ તને ઉત્પન્ન થાય નહિ એમ કહે છે. અહા ! કર્તાની વાત ૧૦મી ગાથામાં કહેશે ને? તેથી તેના ઉપોદઘાત તરીકે આ શ્લોક અહીં લીધો છે.
જો તને એ જિનપાદપદ્મની ભક્તિ હોય, તો તે બહુવિધ ભોગો તને (આપોઆપ ) હશે.”
અહાહા..! લ્યો, કહે છે-એ વૈભવ તો, ભગવાનની પૂજા-ભક્તિના ભાવમાં સહેજે આવીને મળશે. પણ તું માગણી કરીશ તો હું જડમતિ! તને નહિ મળે. જુઓને, આ કેટલાક ધર્મના નામે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com