________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૪
[ નિયમસાર પ્રવચન મને વીતરાગતાની જ ઉત્પત્તિ હો એમ શાન્તિ અને સ્થિરતાની મુનિરાજ ભાવના કરે છે. સમજાય છે કાંઈ....? અહા ! આ ચાર ગતિનું (ગાથામાં) વર્ણન કર્યું છે એની ટીકાના સારરૂપે મુનિરાજે આવી અલૌકિક વાત કરી છે. એમ કે જે ચાર ગતિનું વર્ણન છે એ તો જાણવા માટે છે, પરંતુ આદરવા માટે તો મારો એક ભગવાન જ્ઞાયક જ છે કે જેના આશ્રયે મને સ્થિરતા અને વીતરાગી શાન્તિ પ્રગટ થશે.
અહા! આ શાસ્ત્રના મહાન ટીકાકાર શ્રી પદ્મપ્રભમલધારિદેવ દિગંબર સંત-મુનિવર હતા. તેઓ ૯૦૦ વર્ષ પહેલાં થઈ ગયા. અહાહા...! શું દિગંબર સંતો ! આભના થોભ જેવા-આકાશના થાંભલા જેવા-શાસનના સ્થંભ, કેવળજ્ઞાનના જાણે થાંભલા પાડ્યા છે ને! અહો! સંતોની બલિહારી છે.
અહીં કહે છે-હે પ્રભુ! હું ચાર ગતિમાં ગમે ત્યાં હોઉં, તોપણ મને કર્મની ઉત્પત્તિ ન હો, વિભાવની ઉત્પત્તિ ન હો, પણ સ્વભાવની ઉત્પત્તિ હો. અહા! હું તો આવો ને આવો-જેવો વર્તમાનમાં છું એવો-મારા જ્ઞાનભાવમાં જ રહું, મને શુદ્ધિ જ થાઓ, પણ અશુદ્ધિ ન થાઓ. લ્યો, મુનિરાજની આવી પ્રાર્થના છે, આવી ભાવના છે.
કહે છે-હે નાથ! “મને કર્મનો ઉદ્દભવ ન હો, ફરી ફરીને આપના પાદપંકજની ભક્તિ હો.'
હે નાથ! મને ફરી ફરીને વારંવાર આપના પાદપંકજની-ચરણકમળની ભક્તિ હો. અહા ! અશુભભાવ ન આવે ને વારંવાર વીતરાગ પરમેશ્વરની ભક્તિનો વિકલ્પ આવે એવું તો જ્ઞાનીને જ હોય છે. તેથી કહે છે કે-હે નાથ ! મને તો વારંવાર આપના ચરણકમળની ભક્તિ હો. એનો અર્થ જ એ છે કે- શુભભાવનો પણ અભાવ થઈ જશે, ને અલ્પકાળમાં મને પૂર્ણ શુદ્ધિ થઈ જશે. અહા ! શુદ્ધદષ્ટિવંત પુરુષને જ વીતરાગ પરમેશ્વરની સાચી ભક્તિ હોય છે. કેમકે અંદર નિશ્ચય હોય ત્યારે જ બહારમાં ભગવાનની ભક્તિનો વ્યવહાર હોય છે. બાકી બીજાને (અજ્ઞાનીને) ભગવાનની સાચી ભક્તિ હોતી નથી.
શ્રી સમતભદ્રાચાર્યક્ત ચોવીસ ભગવાનની સ્તુતિમાં આવે છે ને? કે-(“હું જિન! સુર અસુર તુમ્હ પૂજ઼, મિથ્યાત્વી ચિત નહિં તુમ પૂજૈ.-શ્રી મહાવીર જિનસ્તુતિ.)
હે નાથ ! મિથ્યાત્વી જીવ આપની ભક્તિ નહીં કરી શકે. કારણ કે એ રાગની રુચિવાળો છે. તે બહારથી જે ભક્તિ કરે છે તે ખરેખર તો રાગની જ ભક્તિ કરે છે. વીતરાગી ભગવાન પાસે ઊભો હોય ત્યારે પણ તેને અંદરમાં રાગની જ રુચિ હોય છે, તેથી તે રાગની જ ભક્તિ કરે છે.
જ્યારે રાગથી રહિત હું અંદરમાં એક જ્ઞાયકભાવમાત્ર છું એમ નિજસ્વરૂપની ભક્તિ કરનારો તો એક વીતરાગી શુદ્ધદષ્ટિવંત સમ્યગ્દષ્ટિ જ હોય છે, અને તેને બહારમાં વીતરાગ સર્વજ્ઞદેવની ભક્તિનો ભાવ વારંવાર આવે છે.
શ્લોક ૨૯: શ્લોકાર્થ ઉપરનું પ્રવચનઃ નરાધિપતિઓના અનેકવિધ મહા વૈભવોને સાંભળીને તથા દેખીને, હે જડમતિ, તું અહીં ફોગટ કલેશ કેમ પામે છે!' શું કહે છે? કે હે જીવ! દુનિયાની આ બધી અનુકૂળતા અને સાહ્યબી-વૈભવની વાત
Please inform us of any errors on rajesh@AtmaDharma.com