________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬-૧૭]
૨૭૩ છે. તો, એવા જિનભવનમાં હું કદાચિત્ ગયો હોઉં તો... ,
જુઓ, આમ કહીને આ બધું સિદ્ધ કર્યું કે આવું આવું બધું જગતમાં છે. તેમ જિનભવન પણ છેએમ જિનભવન સિદ્ધ કર્યા. કોઈ એમ કહે કે જિનભવન છે જ નહિ, દેવલોકમાં પણ જિનભવન ને જિનપ્રતિમા નથી તો એની એ જૂઠી વાત છે. ભાઈ, આ લોકમાં શાશ્વત જિનમંદિરો છે, ને અશાશ્વત જિનમંદિરો પણ છે. તેથી જે કોઈ તેનો નિષેધ કરે છે તેને સત્યાર્થ તત્ત્વની સંપ્રદાયના પક્ષમાં જે આવી જાય છે તેને સાચા તત્ત્વની ખબર રહેતી નથી.
અહા ! શાશ્વત મંદિરો ઘણાં છે; અને તે એક-એક મંદિરમાં મણિરત્નની સુંદર ૧૦૮ જિનપ્રતિમાઓ છે. જેમ વીતરાગભાવ અનાદિનો છે, કેવળી અનાદિના છે, તેમ તેમની સ્થાપના પણ અનાદિની છે. અહા! કેવળજ્ઞાનનો વિરહુ જગતમાં કદી હોતો નથી. શું કીધું? ત્રણ કાળમાં ત્રણ કાળ-ત્રણ લોકને જાણનારનો કદી વિરહ્યું હોતો નથી. ત્રણ લોક જેમ અનાદિના છે, તેમ તેને જાણવાવાળા કેવળી પણ અનાદિના છે, અને એવી રીતે કેવળજ્ઞાનીનું પ્રતિબિંબ-જિનબિંબ પણ અનાદિનું છે. ભાઈ, આ વસ્તુસ્થિતિ છે. (કોઈ ન માને તેથી શું?).
તો, કહે છે-“જિનપતિના ભવનમાં હોઉં...' પ્રશ્નઃ શું વીતરાગનું ભવન હોય?
સમાધાનઃ હા, અંદર (ભવનમાં) જિનપ્રતિમા–વીતરાગની પ્રતિમા હોય છે તે અપેક્ષાએ તેને જિનપતિનું-વીતરાગનું ભવન કહેવામાં આવ્યું છે. અને એવાં ઘણાં જિનમંદિરો છે. આઠમો નંદીશ્વર દ્વીપ છે ને? ત્યાં મોટાં મોટાં બાવન જિનભવન છે, અને તેમાં મહારત્નોની નયનરમ્ય શાશ્વત જિનપ્રતિમાઓ છે. ઇન્દ્રો ને દેવો ત્યાં અષ્ટાત્ત્વિક ઉજવવા જાય છે. કારતક સુ. ૮ થી ૧૫, ફાગણ સુ. ૮ થી ૧૫, ને અષાડ સુ. ૮ થી ૧૫-આ દિવસોમાં ત્યાં જાય છે.
પ્રશ્નઃ મહાવિદેહક્ષેત્રમાં શું એક જ મત પ્રવર્તે છે?
સમાધાન: હા, ત્યાં આ એક જ મત છે. પરંતુ “દિગંબર' એવું નામ નથી. ત્યાં એક જૈનધર્મ જ (એવું નામ) છે; કેમકે બીજો કોઈ ધર્મ-મત જ ત્યાં નથી ને? અહા! આ એક જ ધર્મ અનાદિનો છે. અર્થાત્ જે સનાતન ધર્મ છે તે જ આ છે. તો, ત્યાં બીજાનાં મંદિરો પણ નથી. ત્રિલોકસારમાં પાઠ છે કે મહાવિદેહમાં એક જાતનાં મંદિરો છે, જિનમંદિરો જ છે, અને તેમાં ભગવાનની પ્રતિમાઓ કૃત્રિમ છે.
જ્યારે બીજે શાશ્વત પ્રતિમાઓ છે. અહા ! ત્યાં (મહાવિદેહમાં) તો ભગવાન બિરાજે છે, પણ બધી જગાએ તો ભગવાન ન હોય, એટલે ઘણાં જિનમંદિરો ત્યાં પણ છે. પંડિત શ્રી બનારસીદાસજીએ વ્યવહારથી કહ્યું છે ને કે-“જિનપ્રતિમા જિનસારખી.' પરંતુ માણસને પક્ષ થઈ જાય એટલે તે સાચી વાતને પણ ઉડાવી દે છે, ને તેથી તેને સાચા તત્ત્વની ખબર રહેતી નથી. અરે પક્ષાંધપણું? પક્ષનું આંધળાપણું માણસને મારી નાખે છે. અહા ! આવી વાત !
અહીં કહે છે-હે નાથ ! હું “જિનપતિના ભવનમાં હોઉં કે અન્ય ગમે તે સ્થળે હોઉં, (પરંતુ) મને કર્મનો ઉદ્દભવ ન હો.'
અહાહા...! જુઓ, આ ભવના અભાવની ભાવના! કહે છે-હું ગમે તે સ્થળે હોઉં, મને કર્મનો ઉદ્દભવ ન હો. અર્થાત્ ભવનું કારણ જે કર્મ-રાગ છે તે રાગની મને ઉત્પત્તિ ન હો એમ ભાવના ભાવે છે. હું તો મારી ચીજ જે એક જ્ઞાયકભાવસ્વરૂપ છે તેમાં જ સ્થિર થઈને રહું, અને
Please inform us of any errors on rajesh@AtmaDharma.com