________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
[ નિયમસાર પ્રવચન
શ્લોક ૨૮: શ્લોકાર્ધ ઉપરનું પ્રવચન અહા! બે હજાર વર્ષ પર સં. ૪૯માં શ્રી કુંદકુંદાચાર્ય ભગવાન સીમંધરસ્વામી પાસે ગયા હતા. ત્યાં આઠ દિવસ રહ્યા હતા, ને ત્યાંથી આવીને આ શાસ્ત્રો બનાવ્યાં છે. તો, મૂળ ગાથા ભગવાન શ્રી કુંદકુંદાચાર્યની છે. જ્યારે એના પરની ટીકા દિગંબર મુનિરાજ શ્રી પદ્મપ્રભમલધારિદેવની છે. તેઓ આજથી ૯૦૦ વર્ષ પહેલાં થયા હતા. આ કળશમાં ટીકાકાર મુનિરાજ કહે છેઃ
(હે જિનેન્દ્ર !) દૈવયોગે હું સ્વર્ગમાં હોઉં....'
અહાહા...પુણ્ય બાકી હોય ને હું સ્વર્ગમાં જાઉં તો, અહા! આ તો પંચમ આરાના મુનિ છે ને? માટે, તેઓ તો સ્વર્ગમાં જ ગયા છે, કેમકે અહીંથી મુક્તિ તો અત્યારે થતી નથી. તેથી કહે છે કેદૈવયોગે હું સ્વર્ગ હોઉં...” અહા ! ભાષામાં તો એમ જ કહેવાય ને? બાકી તેઓ તો આત્મામાં જ છે. અહા ! ધર્મી શુદ્ધદષ્ટિ પુરુષ તો જ્યાં હોય ત્યાં આત્મામાં જ છે. આત્મા શું કાંઈ સ્વર્ગલોકમાં છે? ના, એ તો નિજ ચૈતન્યલોકમાં જ છે. આ તો અહીં પર્યાયની (વિભાવવ્યંજનપર્યાયની) અપેક્ષાએ વાત છે. મુનિરાજે સ્વયં પહેલા (૨૭માં) કળશમાં કહ્યું હતું કે-જગતમાં હું (-સમયસાર) જ એક છું, મારી અપેક્ષાએ નિજ સમયસાર સિવાય અન્ય કાંઈ જ નથી. ત્યાં એ દ્રવ્ય અપેક્ષાએ કહ્યું હતું. અહો ! વીતરાગનો સ્યાદ્વાદ માર્ગ એની કથનપદ્ધતિ! કોઈ અલૌકિક છે.
તો, કહે છે-હે નાથ ! આવી તિર્યંચાદિ ગતિની વાત તો મેં સાંભળી, ને મારા ખ્યાલમાં પણ એ ચાર ગતિ છે. તો, હે પ્રભુ! જો હું દૈવયોગે સ્વર્ગમાં હોઉં, જુઓ, અહીંયાં પહેલાં સ્વર્ગની વાત કરે છે, કેમકે મુનિરાજ તો અહીંથી દૈવયોગે-પ્રબળ પુણ્યના યોગ-સ્વર્ગમાં જ જવાના છે. વળી દેવલોકમાંથી નીકળીને પછી મનુષ્ય જ થશે. કહે છે
આ મનુષ્યલોકમાં હોઉં...'
અહા! પંચમ આરાના મુનિનો અત્યારે મોક્ષ તો છે નહિ. તેથી કહે છે-હું સ્વર્ગમાં હોઉં, કે મનુષ્યમાં હોઉં, ધર્મી આરાધક જીવને તો બે (દવ ને મનુષ્ય) જ ગતિ બાકી રહે છે, પણ નરક કે પશુ ગતિ હોતી નથી. એટલે પ્રથમ એ બે (દેવ ને મનુષ્ય ) ગતિની વાત કરી છે.
હવે કહે છે-“ વિદ્યાધરના સ્થાનમાં હોઉં...' વૈતાલ પર્વતમાં વિધાધર છે ને? તો, કદાચિત્ પર્યાયની એવી સ્થિતિને કારણે ત્યાં ઉત્પન્ન થઈ ગયો હોઉં તો... ,
વળી, “જ્યોતિષ્ક દેવોના લોકમાં હોઉં?-કદાચિત મારી જ્યોતિષ લોકમાં ઉપસ્થિતિ હોય તો..., તથા, “નાગેન્દ્રના નગરમાં હોઉં....” નીચે અસુરકુમારાદિ છે ને? તો, કદાચ ત્યાં હોઉં તો...,
નારકોના નિવાસમાં હોઉં...” –એ તો અપેક્ષાથી વર્ણન કર્યું છે હો. કે “જિનપતિના ભવનમાં હોઉં,.. જિનેન્દ્રોના શાશ્વત ભવનો છે તેમાં હોઉં તો... જુઓ, ભવનવાસી, વ્યંતર, જ્યોતિષ્ક ને વૈમાનિક સ્વર્ગમાં શાશ્વત જિનમંદિરો છે. તેમાં વીતરાગ પરમેશ્વરની મૂર્તિ એવી હોય છે કે જાણે હુમણાં બોલશે.આવો શાસ્ત્રમાં પાઠ છે. શાશ્વત જિનમંદિરોમાં મણિરત્નની મહામનોહર પ્રતિમાઓ હોય છે, ને તે એવી દેખાય કે જાણે હમણાં બોલશે. અહા ! એવી સુંદર મનોજ્ઞ આકૃતિની તે હોય
Please inform us of any errors on rajesh@AtmaDharma.com