________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬-૧૭ |
૨૭૧ “અનંત સુખ નામ દુઃખ, ત્યાં રહી ન મિત્રતા!
અનંત દુઃખ નામ સુખ, પ્રેમ ત્યાં વિચિત્રતા !!' અહા! આ જ સાચું મુનિપણું છે ત્યાં સુખ છે. મુનિને આનંદ જ આનંદ, પ્રચુર આનંદ હોય છે, નામનું કહેવામાત્ર દુઃખ છે, અર્થાત્ દુઃખ નથી. ભાઈ, સમ્યગ્દર્શનથીજ સુખ શરુ થાય છે, અને તેથી સમ્યગ્દષ્ટિ જીવો જ લોકમાં સુખી છે. શું કીધું? રાગની અગ્નિથી શેકાતા જગતમાં સમ્યગ્દષ્ટિને જ સુખ છે, મુનિવરોને જ સુખ છે. પણ અરે! ત્યાં એને (-મૂઢ જીવને) મિત્રતા નથી! ત્યાં એને રુચિ નથી! અહા ! બહારમાં અનંત દુઃખ છે, નામ સુખ અર્થાત્ સુખ છે નહિ. શું કીધું? મોટા ચક્રવર્તી રાજા ને ઇન્દ્રો પણ, જો તે મિથ્યાદષ્ટિ છે તો દુ:ખી જ છે, સુખી નથી. પણ અરેરે! ત્યાં (બહારમાં, ભોગમાં, વિષયમાં) તે પ્રેમ કરે છે! ભારે વિચિત્રતા બાપા! ( તો, શ્રીમદ્ તેને કરુણા કરી શીખ દે છે )
ઉઘાડ ન્યાય-નેત્રને, નિહાળ રે! નિહાળ તું;
નિવૃત્તિ શીઘ્રમેવ ધારી, તે પ્રવૃત્તિ બાળ તું.” શ્રીમદ્ કહે છે-ભાઈ ! હવે ન્યાય-નેત્રને ખોલી જો તો ખરો ! તુલના તો કર! અહીં પણ એ જ વાત આવી ને? કે એક શ્વાસના ભોગના ફળમાં ભારે અનંતુ દુઃખ, અને એક સમયના મોક્ષમાર્ગના ફળમાં અનંતુ મુક્તિનું સુખ. તો, બાપુ ! ન્યાયના નેત્રથી તુલના તો કર ! તું ક્યાં ઊભો છો એ પ્રભુ! જો તો ખરો ! રાગથી ને પરથી એકદમ ખસી જા ભગવાન! વિષયથી હુમણાં જ ખસી જા, નિવૃત્ત થઈ જા; ને તે સઘળી પ્રવૃત્તિને બાળીને ખાખ કરી દે. રાગાદિની પ્રવૃત્તિને બાળી મૂક, ભસ્મ કરી દે. અહા ! આવો ન્યાયનો માર્ગ !
લ્યો,-એ નરકની વાત કરી.
“હવે વિસ્તારના ભયને લીધે સંક્ષેપથી કહેતાં, તિર્યંચોના, ચૌદ ભેદ છેઃ (૧-૨) સૂક્ષ્મ એકેન્દ્રિય પર્યાય અને અપર્યાપ્ત, (૩-૪) બાદર એકેન્દ્રિય પર્યાય અને અપર્યાય, (૫-૬) દ્વિદ્રિય પર્યાય અને અપર્યાપ્ત, (૭-૮) ત્રીદ્રિય પર્યાપ્ત અને અપર્યા, (૯-૧૦) ચતુરિંદ્રિય પર્યાય અને અપર્યાપ્ત, (૧૧-૧ર) અસંજ્ઞી પંચેન્દ્રિય પર્યાય અને અપર્યાય, (૧૩-૧૪) સંજ્ઞી પંચંદ્રિય પર્યાય અને અપર્યાય.'
-આ જાણવા માટે કહ્યું છે હોં; કેમકે અજ્ઞાનવશ જીવની આવી આવી દશાઓ થઈ છે. બાકી સમ્યગ્દષ્ટિ તો તિર્યંચમાં જતા જ નથી. હા, મનુષ્ય ને દેવમાં જાય, પણ તિર્યંચના જતા નથી. છતાં અહીં (કલશમાં) કહેશે કે-“હું નરકમાં હોઉં તો પણ...' એમ જરી કહેશે. પણ એ તો ગતિમાત્રને ગૌણ કરવી છે ને? એટલે એ રીતે વાત કરી છે.
દેવોના ચાર નિકાય (સમૂહ) છે: (૧) ભવનવાસી, (૨) વ્યંતર, (૩) જ્યોતિષ્ક અને (૪) કલ્પવાસી.'
આ ચાર ગતિના જીવોના ભેદોના ભેદ લોકવિભાગ નામના પરમાગમમાં જોઈ લેવા. અહીં (આ પરમાગમમાં) આત્મસ્વરૂપના નિરૂપણમાં અંતરાયનો હેતુ થાય તેથી સૂત્રકર્તા પૂર્વાચાર્ય મહારાજે (તે વિશેષ ભેદો) કહ્યા નથી.”
Please inform us of any errors on rajesh@AtmaDharma.com