________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૭૦
| [નિયમસાર પ્રવચન તો, એક શ્વાસના ફળમાં ૧૧, પ૬, ૯૨૫ પલ્યોપમનું સાતમી નરકનું અતિ ઘોર દુઃખ એને મળ્યું. એ દુ:ખને કોણ કહે ? જ્યારે અહીંયાં એક શ્વાસ જેટલા કાળના સ્વાનુભવમાં-સમ્યગ્દર્શન-જ્ઞાન-ચારિત્રમાંએના ફળ તરીકે અનંત સુખમય એવી સિદ્ધદશાને અનંતકાળ પર્યત પામે છે.
અહા ! પોતાના ધ્રુવ એક જ્ઞાયકભાવની સમ્યકશ્રદ્ધા-જ્ઞાન-ચારિત્રરૂપ જે મોક્ષમાર્ગની પર્યાય તે અસંખ્ય સમય જ રહે છે. શું કહ્યું? કે મોક્ષમાર્ગ બે-ચાર ભવ રહો કે પંદર ભવ રહો, પણ તે અસંખ્ય સમય જ રહે છે, તે અનંત સમય રહેતો નથી. તો, અસંખ્ય સમયના મોક્ષમાર્ગના ફળમાં સાદિ-અનંત એવાં કેવળજ્ઞાન, આનંદ આદિ અનંત ચતુષ્ટય પ્રાપ્ત થાય છે, અને તેથી એક એક સમયના મોક્ષમાર્ગના ફળમાં અનંતાઅનંત કોડીક્રોડી વર્ષનું મોક્ષ-ફળ આવ્યું.
એ વળી શું કહ્યું?
કે જ્યારે બ્રહ્મદત્ત ચક્રવર્તીને એક થાસના (ભોગના) ફળમાં ૧૧, પ૬, ૯૨૫ પલ્યોપમનું દુ:ખ મળ્યું છે, ત્યારે મોક્ષમાર્ગી જીવને એક સમયના મોક્ષમાર્ગના ફળમાં અનંતાનંત ક્રોડાકોડી વર્ષનું મોક્ષસુખ મળે છે; કેમકે મોક્ષમાર્ગ અસંખ્ય સમય જ રહે છે જ્યારે મોક્ષ તો સાદિ-અનંતકાળ રહે છે). અહા ! મોક્ષમાર્ગ કાંઈ અનંતકાળ સુધી નથી રહેતો. કેમકે પોતાના સ્વરૂપનું સાધન કરવામાંઅહા ! સમ્યગ્દર્શન પછી ચારિત્રની પ્રાપ્તિ થઈને કેવળજ્ઞાન પ્રાપ્ત થાય એમાં-અસંખ્ય સમય જ જોઈએ છે. ભલે વચ્ચે સાગરોપમ આયુષના ભવ થાય, તો પણ તે અસંખ્ય સમય જ છે. તો, અસંખ્ય સમયના મોક્ષમાર્ગનું જે મુક્તિ-ફળ આવ્યું છે તે સાદિ-અનંતકાળનું છે. માટે, એક સમયના મોક્ષમાર્ગના ફળમાં અનંત-અનંત ક્રોડાકોડી વર્ષના મોક્ષના આનંદનું-સુખનું ફળ છે. અહા ! આવી વાત !
અહાહા...! પોતાનો શુદ્ધ ચૈતન્યસ્વરૂપ ભગવાન આત્મા... , ત્રિલોકીનાથ સર્વજ્ઞ પરમાત્માએ કહ્યો છે તે આત્મા હોં, કેમકે બીજા અન્યવાદીઓ કહે છે તેવો આત્મા છે નહિ; જેઓ પોતાની આત્મવસ્તુને જાણતા નથી. તેઓ આત્માને અનેક પ્રકારે કહે છે; તો, એ નહિ, પણ સર્વજ્ઞ પરમેશ્વર ત્રિલોકીનાથ પરમાત્માએ જે આત્મા જયો ને કહ્યો છે એની વાત છે. તો, ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યવહુ અસંખ્યપ્રદેશી છે. અહાહા.! અનંત ગુણોનું ધામ અર્થાત્ અનંતગુણની પવિત્ર પ્રજા જેમાં વસી છે એવો ભગવાન આત્મા છે. અહા ! પોતાના એ અસંખ્ય પ્રદેશના દેશમાં–આ જ પોતાનો દેશ છે હોં, તો એમાં અનંત પવિત્ર ગુણ ભર્યા પડયા છે. અહા ! આવા સ્વ-દેશની સારસંભાળ કરી જે અંદરમાં જઈ વસે છે તેની અલ્પકાળમાં મુક્તિ થશે કે જે પછી અનંતકાળ રહેશે. કેટલો અનંતકાળ? તો વીતેલા અનંતા ભૂતકાળથી અનંતગુણો અનંતકાળ તેને મોક્ષ-સુખ પ્રાપ્ત થશે. અહા ! આવી વાત ! સમજાણું કાંઈ?
તો, એવા ૭00 વર્ષના ભોગના ફળમાં બ્રહ્મદત્ત ચક્રવર્તીને તેત્રીસ સાગરનું અતિ આકરું દુઃખ આવ્યું. જ્યારે અહીં ધર્મ પુરષને અસંખ્ય સમયના મોક્ષમાર્ગના ફળમાં અનંત-અનંત એમ અનંતા સાગરોપમનું મોક્ષસુખ મળે છે. અહાહા..! સ્વસ્વરૂપનાં દષ્ટિ-જ્ઞાન ને રમણતારૂપ જે અસંખ્ય સમયનો મોક્ષમાર્ગ તેના એક એક સમયના ફળમાં અનંત-અનંત ક્રોડાકોડ સાગરોપમનું મોક્ષ સુખ છે. તો પછી આવું કામ (સ્વાનુભવનું) કોણ ન કરે? શ્રીમદે પણ ૧૭માં વર્ષે કહ્યું છે ને કે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com