________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬–૧૭ ]
રહેનારા છે અને એક પલ્યોપમ, બે પલ્યોપમ અથવા ત્રણ પલ્યોપમના આયુષવાળા છે.’
જુઓ, ભોગભૂમિના મનુષ્ય એટલે જુગલિયા. તેઓ આર્ય છે. જુગલિયાનાં જઘન્ય, મધ્યમ ને ઉત્તમ એવાં ત્રણ પ્રકારનાં ક્ષેત્ર છે. દેવકુરુ, ઉત્તરુકુરુ આદિ જેટલા જુગલિયાનાં ક્ષેત્ર છે તે બધાં આર્યક્ષેત્ર, પુણ્યક્ષેત્ર છે. જઘન્યમાં એક પલ્યોપમની આયુષ્યની સ્થિતિ છે, મધ્યમમાં બે પલ્યોપમની સ્થિતિ છે, ને ઉત્તમમાં ત્રણ પલ્યોપમની સ્થિતિ છે. અહા! આવું બહારમાં (-પર્યાયમાં) છે હોં, છતાં ભગવાન ! તારા સ્વભાવમાં એ નથી. વળી આવું હો, તો પણ ધર્મીને સ્વભાવની દૃષ્ટિમાં એ કાંઈ નથી. લ્યો, અહીં આ બતાવવું છે. આ જીવ અધિકા૨ છે ને? તો જીવની પર્યાયમાં આવું હોય છે (અને તે ય છે) એમ બતાવે છે. સમજાણું કાંઈ...?
૨૬૯
હવે સાત પ્રકારે નરક કહે છેઃ ‘રત્નપ્રભા ’–એ પહેલી ન૨કનું નામ છે. ‘શર્કરાપ્રભા ’–બીજી નરક છે, શર્કરા = પથરા, કાંકરા ત્યાં છે. ‘વાલુકાપ્રભા ’–ત્રીજી નરક છે, ત્યાં રેતી છે. ‘શંકપ્રભા ’–ચોથી નરક છે, ત્યાં કાદવ છે. ‘ધૂમપ્રભા ’-પાંચમી નરક, ત્યાં ધુમાડો છે. ‘તમઃપ્રભા'-છઠ્ઠી નક, ત્યાં અહંકાર છે, અને ‘મહાતમઃપ્રભા’ સાતમી નરક, ત્યાં મહાઅંધકાર છે. અહા!-આવા ‘નામની સાત પૃથ્વીના ભેદને લીધે ના૨ક જીવો સાત પ્રકારે છે.' લ્યો, નારકી સાત પ્રકારે છે એમ કહીને નરકગતિ સિદ્ધ કરે છે. ભાઈ, પર્યાયમાં આવી વસ્તુસ્થિતિ છે એમ સિદ્ધ કરે છે. (અહા ! તીવ્ર પાપી જીવોનાં આવાં સ્થાનકો છે.)
‘પહેલી નરકના નારકો એક સાગરોપમના આયુષવાળા છે...'
સાગરોપમ એટલે ? અહા ! એક સાગરોપમમાં દસ ક્રોડાક્રોડી પલ્યોપમ જાય છે, ને એક પલ્યોપમના અસંખ્યાતમા ભાગમાં અસંખ્ય અબજ વર્ષ જાય છે. અહા! એમાં પણ ભગવાન! તું અનંતવા૨ ગયો છે. એમાં નવું શું છે? પહેલી નરકમાં ઉત્કૃષ્ટ એક સાગરોપમની સ્થિતિ છે, જ્યારે જઘન્ય દસ હજા૨ વર્ષની સ્થિતિ છે. તેમાં આત્માના અનુભવ અર્થાત્ સ્વાનુભવ વિના બધાય જીવો અનંતવાર ગયા છે. અહા! સમ્યગ્દર્શન વિના મિથ્યાત્વવશ તીવ્ર પાપો કરીને એ અનંતવાર ત્યાં ગયો છે. અહા! ત્યાંથી બહાર આવ્યો તો એ ભૂલી ગયો છે, ને હું મોટો શેઠ, મોટો પૈસાવાળો એમ માનવા લાગ્યો છે; પણ બાપુ! તારી અવદશાનો કાંઈ પાર નથી. (તો, હવે આ ચેતવાનો અવસર છે ).
–એ પહેલી નરકના આયુષની વાત કરી. હવે કહે છે–
· બીજી નરકના નારકો ત્રણ સાગરોપમના આયુષવાળા છે, ત્રીજી નરકના નારકો સાત સાગરોપમના આયુષવાળા છે, ચોથી નરકના નારકો દસ સાગરોપમ, પાંચમી નરકના સત્તર સાગરોપમ, છઠ્ઠી નરકના બાવીશ સાગરોપમ અને સાતમી નરકના નારકો તેત્રીસ સાગરોપમના આયુષવાળા છે.'
એ તો પહેલાં દાખલો નહોતો કહ્યો? કે બ્રહ્મદત્ત ચક્રવર્તીએ સાતસો વર્ષ રાજ્ય કર્યું, ને પછી મરીને સાતમી નરકે ગયો છે. અત્યારે તે સાતમી નરકે ૩૩ સાગરોપમની સ્થિતિએ છે. તો, એ સાતસો વર્ષના જેટલા શ્વાસ થયા છે તેમાંથી એક શ્વાસના (કલ્પિત ) સુખના ફળમાં ૧૧, ૫૬, ૯૨૫ પલ્યોપમના કાળનું દુ:ખ તેને આવ્યું છે. અહા! ચક્રવર્તીના સુખની તો કલ્પના હતી હોં; એ સુખ ક્યાં હતું ? કેમકે આ મારી રાણી, ને આ મારું રાજ્ય-એવી એની ભ્રમણા તો કેવળ આકુળતા હતી.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com