________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૮
[ નિયમસાર પ્રવચન
ગાથા-૧૬-૧૭: ટીકા ઉપરનું પ્રવચન: હવે ગાથાઓ દ્વારા શું કહે છે? અહાહા...! અંદર પરમભાવસ્વરૂપ પૂર્ણ પોતાની ચીજ ત્રિકાળ હોવા છતાં તેને પર્યાયમાં ગતિ આદિ છે. આ મનુષ્યગતિ, દેવગતિ આદિ પર્યાયમાં ચાર ગતિ છે. અને એના પર્યાય, અપર્યાપ્ત આદિ ભેદો પણ છે. એ તો પછી કળશમાં મુનિરાજ કહે છે કે આવી ગતિ આદિ હો, અર્થાત્ આવી ગતિ આદિમાં હું ગમે ત્યાં હોઉં, તો પણ હે પ્રભુ! હું તો આપના ચરણકમળની ભક્તિમાં સદા તત્પર રહું એવો મારો ભાવ છે. લ્યો, એ તો વીતરાગ પરમેશ્વરની ભક્તિના બહાને મુનિરાજ વીતરાગતાની ભાવના દઢ કરે છે. અંદર આત્મદષ્ટિ છે ને? તો વીતરાગતાની ભાવના દઢ કરે છે હોં. (કાંઈ ગતિની ભાવના નથી).
તો, ભલે વસ્તુમાં ન હો, પણ જ્યાં સુધી સંસાર છે ત્યાં સુધી એની પર્યાયમાં આવી ચાર ગતિઓ છે એમ ભગવાને વર્ણવ્યું છે. એ વાત અહીં કરી છે. તો, કહે છે
આ, ચાર ગતિના સ્વરૂપનિરૂપણરૂપ કથન છે.'
અહીંયાં ચાર ગતિથી રહિત મુક્તિ-પર્યાયની પ્રાપ્તિ બતાવવી છે. પરંતુ જ્યાં સુધી એવી પર્યાયની પ્રાપ્તિ નથી ત્યાંસુધી પર્યાયમાં ગતિ આદિ છે એમ કહે છે. પરંતુ તે ગતિ આદિ ધર્મી જીવને હેય છે. ધર્મીને ગતિની ભાવના નથી. આ મનુષ્યગતિ છે તો તેના કારણે મોક્ષ થશે એમ ધર્મીને નથી. તેમ જ દેવગતિ થશે તો ત્યાંથી ભગવાન પાસે જવાશે ને સમકિત પમાશે એમ પણ નથી. અહા ! દેવગતિ આદિ પર્યાયમાં હોય છે, પણ ધર્મીને તો ગતિમાત્ર હેય છે. અરે! જ્યાં ભગવાનની ભક્તિનો ભાવ પણ હેય છે ત્યાં ગતિની તો વાત શું કરવી?
અહીં પહેલાં મનુષ્યની વાત કરે છેઃ મનુનાં સંતાન તે મનુષ્યો છે.'
અન્યમતમાં પણ મનુસ્મૃતિ આવે છે ને? તો, મનુ એટલે કુલકર; ને તેના સંતાનને મનુષ્યો કહેવામાં આવે છે. તેનો ખુલાસો જુઓ નીચે ફૂટનોટમાં છે કે-“ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાના સાધન શીખવીને લાલિત-પાલિત કરે છે તેથી તેવો મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં આવે છે.' આમ મનુષ્યો મનુના સંતાન કહેવાય છે. નાભિરાજા કુલકર અર્થાત મનુ હુતા. આજીવિકાનાં સાધન બનાવી મનુષ્યોનું લાલન-પાલન કરવાને કારણે મનુષ્યો તેમનાં સંતાન કહેવાય છે.
હવે કહે છે-“તેઓ બે પ્રકારના છે: કર્મભૂમિજ અને ભોગભૂમિજ. તેમાં કર્મભૂમિજ મનુષ્યો પણ બે પ્રકારના છે: આર્ય અને પ્લેચ્છ. પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે સ્વેચ્છા
અહાહા....! પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે, છતાં તે પુણ્યક્ષેત્ર ને આર્યપણું હેય છે એમ અહીં બતાવવું છે. શું કીધું? અહીં પુણ્યક્ષેત્રનો મહિમા નથી બતાવવો, પણ એ પુણ્યક્ષેત્ર ને આર્યપણું ય છે એમ બતાવવા માટે અહીં આ વાત છે. ભારે વાત ભાઈ !
પાપક્ષેત્રમાં રહેનારા પ્લેચ્છ છે. મ્લેચ્છના પાંચ ખંડ છે ને? તે બધા પાપક્ષેત્ર છે (તેય હેય છે). ભોગભૂમિજ મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં
Please inform us of any errors on rajesh@AtmaDharma.com