________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૮]
ગાથા - ૧૮ कत्ता भोत्ता आदा पोग्गलकम्मस्स होदि ववहारो। कम्मजभावेणादा कत्ता भोत्ता दु णिच्छयदो।।१८।। આત્મા કરે, વળી ભોગવે પુદ્ગલકરમ વ્યવહારથી; ને કર્મભનિત વિભાવનો કર્તાદિ છે નિશ્ચય થકી. ૧૮.
અન્વયાર્થ- [ માત્મા] આત્મા [પુનિર્મળ:] પુદ્ગલકર્મનો [ર્તા ભોકર્તા-ભોક્તા [ વ્યવહારત] વ્યવહારથી [ ભવતિ] છે [1] અને [ માત્મા] આત્મા [ર્મનમાવેન] કર્મજનિત ભાવનો [ કર્તા ભો] કર્તા-ભોક્તા [ નિશ્ચયત:] (અશુદ્ધ ) નિશ્ચયથી છે.
ટીકા - આ, કર્તુત્વ-ભોક્નત્વના પ્રકારનું કથન છે.
આત્મા નિકટવર્તી અનુપચરિત અસભૂત વ્યવહારનયથી દ્રવ્યકર્મનો કર્તા અને તેના ફળરૂપ સુખદુ:ખનો ભોક્તા છે, અશુદ્ધ નિશ્ચયનયથી સમસ્ત મોહરાગદ્વેષાદિ ભાવકર્મનો કર્તા અને ભોક્તા છે, અનુપચરિત અસભૂત વ્યવહારથી (દહાદિ) નોકર્મનો કર્તા છે, ઉપચરિત અસદભૂત વ્યવહારથી ઘટ-પટશકટાદિનો (ઘડો, વસ્ત્ર. ગાડું ઇત્યાદિનો) કર્તા છે. આમ અશુદ્ધ જીવનું સ્વરૂપ કહ્યું. [ હવે ૧૮ મી ગાથાની ટીકા પૂર્ણ કરતાં ટીકાકાર મુનિરાજ છ શ્લોકો કહે છે]
(મતિની). अपि च सकलरागद्वेषमोहात्मको यः परमगुरुपदाब्ज द्वन्द्वसेवाप्रसादात्। सहजसमयसारं निर्विकल्पं हि बुद्धा
स भवति परमश्रीकामिनीकान्तकान्तः।।३०।। [શ્લોકાર્ચ- ] સકળ મોહરાગદ્વેષવાળો જે કોઈ પુરુષ પરમ ગુરુના ચરણકમળયુગલની સેવાના પ્રસાદથી નિર્વિકલ્પ સહજ સમયસારને જાણે છે, તે પુરુષ પરમશ્રીરૂપી સુંદરીનો પ્રિય કાન્ત થાય છે. ૩૦.
(અનુપુમ) भावकर्मनिरोधेन द्रव्यकर्मनिरोधनम्। द्रव्यकर्मनिरोधेन संसारस्य निरोधनम्।।३१।।
[શ્લોકાર્ચ- ] ભાવકર્મના નિરોધથી દ્રવ્યકર્મનો વિરોધ થાય છે; દ્રવ્યકર્મના નિરોધથી સંસારનો નિરોધ થાય છે. ૩૧.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com