________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૬-૧૭ |
૨૬૭. ૧
ગાથા ૧૬ - ૧૭ माणुस्सा दुवियप्पा कम्ममहीभोगभूमिसंजादा। सत्तविहा रइया णादव्वा पुढविभेएण।।१६।। चउदहभेदा भणिदा तेरिच्छा सुरगणा चउब्भेदा। एदेसिं वित्थारं लोयविभागेसु णादव्वम्।।१७।। છે કર્મભૂમિજ ભોગભૂમિજ-ભેદ બે મનુજો તણા, ને પૃથ્વીભેદે સત ભેદો જાણવા નારક તણા. ૧૬. તિર્યંચના છે ચૌદ ભેદો, ચાર ભેદો દેવના; આ સર્વનો વિસ્તાર છે નિર્દિષ્ટ લોકવિભાગમાં. ૧૭.
અન્વયાર્થઃ- [ માનુષા: દ્વિવિવરુત્વા: ] મનુષ્યોના બે ભેદ છે: [ કર્મમહીમોગભૂમિસંગીત:] કર્મભૂમિમાં જન્મેલા અને ભોગભૂમિમાં જન્મેલા [ પૃથ્વીમેન] પૃથ્વીના ભેદથી [ નારવેશ: ] નારકો [ સપ્તવિધી: જ્ઞાતવ્યો:] સાત પ્રકારના જાણવા; [ તિર્યંગ્ય:] તિર્યંચોના [ વતુર્વસમેT:] ચૌદ ભેદ [ મળતા:] કહ્યા છે; [ સુરTMT.] દેવસમૂહોના [ વતુર્મેવા:] ચાર ભેદ છે. [ તેષાં વિસ્તાર:] આમનો વિસ્તાર [ સોવિભાગેડુ જ્ઞાતવ્ય: ] લોકવિભાગમાંથી જાણી લેવો.
ટીકા:- આ, ચાર ગતિના સ્વરૂપનિરૂપણરૂપ કથન છે.
મનુનાં સંતાન તે મનુષ્યો છે. તેઓ બે પ્રકારના છે. કર્મભૂમિ અને ભોગભૂમિજ. તેમાં કર્મભૂમિજ મનુષ્યો પણ બે પ્રકારના છેઃ આર્ય અને સ્વેચ્છ. પુણ્યક્ષેત્રમાં રહેનારા તે આર્ય છે અને પાપક્ષેત્રમાં રહેનારા તે મ્લેચ્છ છે. ભોગભૂમિજ મનુષ્યો આર્ય નામને ધારણ કરે છે, જઘન્ય, મધ્યમ અથવા ઉત્તમ ક્ષેત્રમાં રહેનારા છે અને એક પલ્યોપમ, બે પલ્યોપમ અથવા ત્રણ પલ્યોપમના આયુષવાળા
રત્નપ્રભા, શર્કરા પ્રભા, વાલુકાપ્રભા, પંકપ્રભા ધૂમપ્રભા, તમ:પ્રભા અને માતમપ્રભા નામની સાત પૃથ્વીના ભેદને લીધે નારક જીવો સાત પ્રકારે છે. પહેલી નરકના નારકો એક સાગરોપમના આયુષવાળા છે, બીજી નરકના નારકો ત્રણ સાગરોપમના આયુષવાળા છે, ત્રીજી નરકના નારકો સાત સાગરોપમના આયુષવાળા છે, ચોથી નરકના નારકો દસ સાગરોપમ, પાંચમી નરકના સત્તર સાગરોપમ, છઠ્ઠી નરકના બાવીશ સાગરોપમ અને સાતમી નરકના નારકો તેત્રીશ સાગરોપમના આયુષવાળા છે.
૧. ભોગભૂમિના અંતમાં અને કર્મભૂમિના આદિમાં થતા કુલકરો મનુષ્યોને આજીવિકાનાં સાધન શીખવીને
લાલિત-પાલિતા કરે છે તેથી તેઓ મનુષ્યોના પિતા સમાન છે. કુલકરને મનુ કહેવામાં આવે છે.
Please inform us of any errors on rajesh@AtmaDharma.com