________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
ર૬૭ (એમાં કાંઈ કમબદ્ધના નિયમને આંચ નથી આવતી. મોક્ષમાર્ગીને શીધ્ર મોક્ષ થાય છે તે ક્રમબદ્ધ જ છે.)
અહા ! વીતરાગ સર્વજ્ઞ પરમેશ્વર વસ્તુસ્વરૂપના પૂર્ણ જાણનાર છે, અને તેમણે કહેલો આ માર્ગ (રીત) છે. મતલબ કે અંતરદૃષ્ટિ ને અંતર-એકાગ્રતાનો, સ્વસ્વરૂપમાં લીનતાનો આ માર્ગ છે. ભાઈ, વ્યવહારના વિકલ્પથી ધર્મનો-મુક્તિનો માર્ગ પમાય એવું નથી, પરંતુ ત્રિકાળી ધ્રુવ ભગવાન સમયસારનાં-શુદ્ધ આત્માનાં-શ્રદ્ધાન-જ્ઞાન ને તેમાં લીનતા-રમણતાથી મોક્ષ પમાય છે. હા, વચમાં વ્યવહાર આવે, દયા, દાન, વ્રત, પૂજાદિના વિકલ્પ આવે, પણ તે કાંઈ મુક્તિનું કારણ નથી. મુક્તિનું કારણ તો નિજ પરમાત્મસ્વરૂપની અંતર્દષ્ટિ ને અંતરલીનતા, અંતર-રમણતા જ છે. ધર્માત્માને બસ આ જ અલ્પકાળમાં મુક્તિનું કારણ થાય છે, અને તે શુદ્ધદષ્ટિ પુરુષને મુક્તિ માટે ક્રમબદ્ધમાં હવે અલ્પકાળ જ રહ્યો છે, અર્થાત્ તે શીધ્ર મુક્તિ પામે છે. સમજાણું કાંઈ....?
અહાહા....! ભગવાન આત્મા શુદ્ધ ચૈતન્યમૂર્તિ પ્રભુ અતીન્દ્રિય છે. એટલે કે તે રાગથી પાર છે, મનથી પાર છે, ને એક સમયની પર્યાયથી પણ પાર છે. અર્થાત રાગ, મન ને એક સમયની પર્યાયના આશ્રયે તે પ્રાપ્ત થતો નથી. અહા! આવું માનનાર ધર્મીને નિજ મહાસત્તા-પૂર્ણ અતિરૂપ ચીજ-સિવાય બીજી કોઈ ચીજ છે જ નહિ. અહાહા....! અંદર ચૈતન્યનો અક્ષય-અમેય વૈભવ દીઠો છે તે પુરુષ, બસ હું જ એક છું, બીજું કાંઈ છે જ નહિ એમ માને છે. લ્યો, આ વૈભવ ! બાકી આ લૌકિક વૈભવ, કહે છે, કાંઈ ચીજ નથી; પરમ પવિત્ર પૂર્ણ પ્રભુ ચૈતન્યમય મહારાજાના વૈભવ આગળ તો એ બધી ધૂળની ધૂળ છે. એમાં શું છે? એમાં તો હેરાન થવાનું છે. આ વ્યવહારના-વ્રતાદિના વિકલ્પ ઊઠે એય અચેતન ધૂળ છે, કેમકે એમાં જ્ઞાનનો અંશ નથી. તે રાગનો અંશ છે ને? તેથી તે અચેતન છે, જડ છે. (તો, બીજી કોઈ ચીજ નથી એમ માનીને, શુદ્ધદષ્ટિ પુરુષ અંતર-એકાગ્રતા કરી શીધ્ર મુક્તિ પામે છે.) અહા ! વીતરાગનો આવો મારગ છે બાપા! અને તેને સંતોએ ઘણો જ સરળ કરી દીધો છે.
અહાહા...! કહે છે-એવો શુદ્ધદષ્ટિ પુરુષ શીઘ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. પરમશ્રી = પરમ + શ્રી = કેવળજ્ઞાનરૂપી લક્ષ્મી, અને એવી જે સુંદરી તે પરમશ્રીરૂપી સુંદરી. તો, સુંદર એવાં અનંત ચતુય તે-રૂપી સુંદરીનો તે વલ્લભ થાય છે. એટલે કે તેને પરમાત્મદશાની પ્રાપ્તિ થાય છે. વલ્લભ અર્થાત્ પરમ પ્રિય. અહાહા...! મુક્તિ સુંદરીનો એવો એ પરમ પ્રિય-વલ્લભ થાય છે કે એ એક સમય પણ એને છોડશે નહિ.
લોકમાં ઘેર વહાલામાં વહાલી સ્ત્રી હોય તેને અર્ધાગના કહે છે. પણ એ તો કથનમાત્ર છે, કેમકે એ તો આયુષ્ય પૂરું થતાં છોડીને ચાલી જાય છે. જ્યારે આ મુક્તિરૂપી સુંદરી તો એક ક્ષણ પણ એનો સહવાસ છોડશે નહિ. અહાહા...ધ્રુવ નિત્યાનંદ નિજ પરમાત્મસ્વરૂપમાં જેણે રમતુ માંડી છે, જે અંત:તત્ત્વસ્વરૂપ ભગવાન જ્ઞાયકમાં રમણતા કરનારો છે, તેને અલ્પકાળમાં જ મુક્તિરૂપી સ્ત્રી પ્રાપ્ત થાય છે, અર્થાત્ તે મુક્તિસુંદરીનો વલ્લભ થાય છે. કેવો? કે તે મુક્તિ એક ક્ષણ પણ તેને કદી છોડાશે નહિ એવો વલ્લભ થાય છે. અર્થાત્ મુક્તિ થઈ તે થઈ, હવે તે કદીય સંસારમાં અવતાર ધારણ કરશે નહિ. અહા ! એકવાર જેને પૂર્ણ પરમાત્મદશા પ્રગટ થાય તેને પછી અવતાર થાય એમ કદી બનતું નથી. અહા ! આવી પરમસુખની પ્રાપ્તિરૂપ અલૌકિક મોક્ષની દશા હોય છે. લ્યો, આટલું (બધું) એક કળશમાં આવ્યું!
Please inform us of any errors on rajesh@AtmaDharma.com