________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૬
[ નિયમસાર પ્રવચન જેને થયાં છે એવો પુરુષ નિજ સમયસાર સિવાય જગતમાં બીજી કોઈ ચીજ નથી એમ માને છે. લ્યો, અહીં તો એમ કહ્યું કે સમયસાર સિવાય બીજું કાંઈ નથી. અહા! નિજ પૂર્ણાનંદસ્વરૂપ પરમાત્મા (કારણપરમાત્મા) સિવાય બીજી કોઈ ચીજ અમારી અપેક્ષાએ નથી એમ તે માને છે. અહા! પર ચીજ શું, કે રાગાદિ વિકાર શું, કે એક સમયની પર્યાય શું?–અમારી ધ્રુવ નિત્યાનંદ ચીજની અપેક્ષાએ એ બધી ચીજ કાંઈ નથી એમ અહીંયાં કહે છે. ગજબનો કળશ છે ભાઈ !
અહાહા...! પવિત્રતાનો પિંડ, ધ્રુવ ચૈતન્ય મહાપ્રભુ એવો ભગવાન સમયસાર છે તે જ નિજ પરમ તત્ત્વ છે. જ્યારે તેનો અભ્યાસ, તેનું જ્ઞાન ને તેની દષ્ટિ તે પર્યાય છે. તે પર્યાયનો વિષય પર્યાય નહિ, પણ પૂર્ણ અંત:તત્ત્વ એવું આ પરમ તત્ત્વ છે. અર્થાત્ પર્યાયનો અભ્યાસ દ્રવ્ય તરફના ઝુકાવનો છે; પર્યાયનો અભ્યાસ પર્યાય તરફના ઝુકાવનો નથી એમ કહે છે. આવો બહુ ઝીણો ધર્મ બાપુ !
અહાહા....! સમયસારથી બીજું કાંઈ નથી, અર્થાત્ મારું જ એક પૂર્ણ-પરિપૂર્ણ શુદ્ધ અસ્તિત્વ છે એમ જાણી, તેની જ દષ્ટિ ને તેનો જ અંતર-અભ્યાસ કરીને તેમાં જ એકાગ્ર-લીન થઈ રહેવું તે ધર્મ છે. અહાહા..! શુદ્ધદષ્ટિવંત પુરુષ કહે છે-મારા પૂર્ણ જ્ઞાનાનંદસ્વરૂપની અપેક્ષાએ બીજી કોઈ ચીજ જ નથી ને! અહા ! પર્યાયની અપેક્ષાએ પર્યાય હો, ને રાગની અપેક્ષાએ રાગ હો, તથા પરની અપેક્ષાએ પર પણ હો; છતાં નિજ સમયસારથી અન્ય કાંઈ નથી. અહા ! આવો નિશ્ચય કરનાર શુદ્ધદષ્ટિવંત પુરુષ અંતરએકાગ્રતાના અભ્યાસ વડે શીધ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે. આવી માન્યતા ને પરમ તત્ત્વની એકાગ્રતાનો અભ્યાસ તે મોક્ષમાર્ગ છે, ને એનું ફળ મોક્ષ-મુક્તિ છે.
અહાહા.ભગવાન આત્મા પરમ પવિત્ર પૂર્ણ ચૈતન્ય મહાપ્રભુ..., એમાં અંદર કારણશુદ્ધપર્યાય આવી ગઈ હો, તો, તે સિવાયઆ નિજ સમયસાર સિવાય-અન્ય કોઈ ચીજ છે જ નહિ એમ ધર્મી માને છે. “સમયસારી અન્યત્ મસ્તિ રૂતિ મુસ્વા'—એમ પાઠ છે ને? અને સમયસારમાં પણ સર્વવિશુદ્ધજ્ઞાન અધિકારમાં (કળશ ૨૪૪માં) આવે છે ને કે સમયસારથી ઊંચી કોઈ ચીજ નથી. તો, કહે છે-હોવાપણેઅસ્તિપણે જો કોઈ હોય તો તે મારો એક, પૂર્ણ, ભગવાન સમયસાર જ અસ્તિ છે. અહા ! શુદ્ધદષ્ટિ પુરુષ એમ જાણીને-માનીને અંતર્દષ્ટિ વડે અંતર-એકાગ્ર થઈને શીધ્ર મુક્તિ પામે છે. અંતર-એકાગ્ર થવું તે પર્યાય છે, ને તે મોક્ષનો માર્ગ છે, ને એનું ફળ મોક્ષ છે. આ નિયમસાર છે ને? એટલે અહીં મોક્ષમાર્ગ ને તેનું ફળ વર્ણવ્યું છે.
અહા! આ નિયમસારમાં માર્ગ ને માર્ગફળ વર્ણવ્યું છે ને? તો, કહે છે કે, ત્રિકાળી પૂર્ણસ્વરૂપ ભગવાન આત્માનું જ્ઞાન કરવું, તેની દષ્ટિ કરવી ને તેમાં લીનતા કરવી તે માર્ગ છે. જૈનધર્મનો આ મોક્ષમાર્ગ છે અને આ મોક્ષમાર્ગમાં જે સ્થિત છે તે શીઘ્ર-અલ્પકાળમાં મુક્તિને પામે છે.
પ્રશ્ન: અહીં “શીઘ્ર” કહ્યું છે તો પછી ક્રમબદ્ધ ક્યાં ગયું?
સમાધાન: ભાઈ, એ કમબદ્ધમાં જ તેને શીધ્ર મોક્ષ હોય છે. અહાહા..પોતાની સમયસારમય વસ્તુ કે જે પૂર્ણાનંદ-ચિદાનંદસ્વરૂપ ભગવાન આત્મા છે તેમાં જેની બુદ્ધિ લાગી છે અને તેમાં જેની દષ્ટિ સ્થિત છે, તેને અલ્પકાળમાં જ પૂર્ણ શુદ્ધિ પ્રગટ થવાનો કાળ છે; કેમકે મોક્ષમાર્ગની સ્થિતિ જ અસંખ્ય સમયની છે. મુક્તિનો કાળ સાદિ-અનંત છે, પણ મોક્ષમાર્ગની સ્થિતિ અસંખ્ય સમયની છે. તેથી મોક્ષમાર્ગી જીવ શીધ્ર અર્થાત અલ્પકાળમાં જ મુક્તિ પામે છે
Please inform us of any errors on rajesh@AtmaDharma.com