________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
ગાથા-૧૫]
૨૬૫ સહજ અર્થાત્ સ્વાભાવિક પરમભાવમય શુદ્ધ, પરમ પવિત્ર, ધ્રુવ, એક, ચૈતન્યભાવ છે. તેના અભ્યાસમાં અમારી જ્ઞાનીની બુદ્ધિ પ્રવીણ હોય છે એમ કહે છે. જુઓ, પાઠમાં પણ અભ્યાસ ” શબ્દ છે. અંદર છે કેસનપરમતત્ત્વાભ્યાસનિષ્પતિવૃદ્ધિ:' તો, એ શુદ્ધ સચ્ચિદાનંદસ્વરૂપ નિજ પરમ તત્ત્વ છે તેના અભ્યાસમાં અર્થાત્ નિજ અંત:તત્વમાં એકાગ્ર થવાના અભ્યાસમાં ધર્મીની બુદ્ધિ પ્રવીણ-નિષ્ણાત થઈ છે એમ કહે છે. સમજાય છે કાંઈ?
અહા! સહજ પરમ તત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદષ્ટિવાળો પુરુષ..' પ્રશ્નઃ શુદ્ધદષ્ટિવાળો પુરુષ એટલે?
સમાધાન: અહા! પોતાનું પરમ ત્રિકાળી એક ચૈતન્યતત્ત્વ પરમ શુદ્ધ છે, અને એ શુદ્ધની દષ્ટિમાં તથા એ શુદ્ધના અભ્યાસમાં જે પુરુષ પ્રવીણ છે તેને શુદ્ધદષ્ટિવંત પુરુષ કહે છે. માર્ગ આવો છે ભાઈ ! અરે, પહેલાં સમજમાં તો લે કે પોતાની ચીજ આવી છે.
વિભાવ નામ વિકાર, વિશેષ ભાવ. તો, કહે છે–રાગાદિ ભાવ ને એક સમયની પર્યાય પણ હોવા છતાં, હું તો મારી ચીજ કે જે પરમ સ્વાભાવિક ધ્રુવ, શુદ્ધ ચિતૂપસ્વરૂપ છે તેમાં એકાગ્ર થવાના અભ્યાસમાં પ્રવીણ બુદ્ધિવાળો છું. લ્યો, આવો શુદ્ધદષ્ટિવંત પુરુષ હોય છે, અને તે નિયમથી જન્મમરણનો અંત કરવાવાળો છે. સમજાણું કાંઈ..? અહાહા...! જેને પોતાનાં હિત-અહિતનો વિવેક વર્તે છે, અને તેથી જેને પોતાનાં શુદ્ધ સ્વભાવની એકાગ્રતાની પ્રવીણતા થઈ છે તે શુદ્ધદષ્ટિવંત પુરુષ છે, અને તે અલ્પકાળમાં મુક્તિ પામે છે. કેવી રીતે? તો, કહે છે
“સમયસારથી અન્ય કોઈ નથી એમ માનીને, શીધ્ર પરમશ્રીરૂપી સુંદરીનો વલ્લભ થાય છે.”
અહાહા...! શુદ્ધદષ્ટિ પુરુષ કહે છે-મારી ચીજ કે જે ત્રિકાળ ધૃવસ્વરૂપ કારણપ્રભુ સમયસાર છે એનાથી વિશેષ મને અન્ય કાંઈ નથી. સમય નામ આત્મા ને સાર નામ વિકાર ને એક સમયની પર્યાયથી રહિત. તો આવો જે ત્રિકાળી ભગવાન સમયસાર છે એનાથી અન્ય કાંઈ નથી અર્થાત્ બીજી કોઈ ચીજની કિંમત નથી. અન્ય કોઈ નથી”—એનો અર્થ એમ છે કે મારી ચીજમાં અન્ય કોઈ ચીજ નથી, તથા બહારની અન્ય કોઈ ચીજની કિંમત મને નથી. ભારે માર્ગ બાપા! અહા ! પણ આ તો અનંતા તીર્થકરો ને કેવળી ભગવંતો જે માર્ગ ફરમાવતા હતા તે બહાર આવ્યો છે. સમજાણું કાંઈ...?
અહાહા...! ભગવાન! તું અંદર પરિપૂર્ણ છો ને! પરમેશ્વરસ્વરૂપ જ તું છો. અહાહા...! અંદર શુદ્ધ ચિદાનંદકંદ ધ્રુવ પરમેશ્વરતાનો પિંડ એવો સમયસાર છે તે તારું પરમ તત્ત્વ છે. તો, તે તરફના ઝુકાવ દ્વારા અંતર-એકાગ્રતામાં પ્રવીણ એવો શુદ્ધદષ્ટિવંત પુરુષ તે એકને જ (સમયસારને જ) પોતાની ચીજ માને છે. પણ તે સિવાય બીજી કોઈ પણ ચીજને તે પોતાની માનતો નથી. અહા! પોતાનું અસ્તિત્વ એવું પૂર્ણ ચિદાનંદઘન છે કે તેમાં વિકાર તો શું? એક સમયની પર્યાયનો પણ પ્રવેશ નથી એમ તે માને છે. કેમકે તે (પર્યાય) વિભાવભાવ છે ને? વિભાવભાવમાં તો વિશેષ ભાવ ને વિકારભાવ-બધા આવી ગયા.
અહા ! આ તો પંદરમી ગાથાનો કળશ છે ને? એટલે કહે છે કે-બધા વિશેષ હો, ને વિકાર પણ હો, છતાં મારી પરમ ત્રિકાળી ચીજમાં એ કાંઈ છે નહિ. અહા ! આવું જ્ઞાન ને આવી દષ્ટિ
Please inform us of any errors on rajesh@AtmaDharma.com