________________
Version 001: remember to check http://www.AtmaDharma.com for updates
૨૬૪
[નિયમસાર પ્રવચન વિશ્રાંત થવું-રહેવું.).
શ્લોક ૨૭: શ્લોકાર્થ ઉપરનું પ્રવચન બહુ વિભાવ હોવા છતાં પણ,.”
શું કહે છે? પંદરમી ગાથા ચાલી ને? તો, તેમાં આ બધી પર્યાયો-સ્વભાવકારણશુદ્ધપર્યાય અર્થાત્ ત્રિકાળી ધ્રુવ કારણપર્યાય, સ્વભાવકાર્યશુદ્ધપર્યાય અર્થાત્ સાદિ-અનંત એવી કેવળજ્ઞાનાદિ કાર્યપર્યાય ને વિભાવવ્યંજનપર્યાય એમ બધી પર્યાયોની વાત આવી. તો, કહે છે–ભલે એ રાગાદિ ને વિશેષ ભાવો અનેક પ્રકારે પર્યાયમાં હો, તોપણ, પર્યાયમાં પુણ્ય-પાપના ભાવ અને ગતિ આદિ પરિણામ છે એમ એની અતિ તો સિદ્ધ કરી; પણ એ બધું પર્યાયમાં હોવા છતાં પણ....
શું કહેવું છે પ્રભુ? તો, કહે છે–અમારી અર્થાત્ ધર્મીની દષ્ટિ ને બુદ્ધિ એમાં લાગેલી નથી. તો શું છે? તો, કહે છે
બહુ વિભાવ હોવા છતાં પણ, સહજ પરમ તત્ત્વના અભ્યાસમાં જેની બુદ્ધિ પ્રવીણ છે એવો આ શુદ્ધદષ્ટિવાળો પુરુષ...'
લ્યો, આ ધર્મ ને ધર્મીની રીત ! અહાહા....! નિજ સ્વાભાવિક પરમ તત્ત્વ અર્થાત્ શુદ્ધ એક જ્ઞાયક તત્ત્વ એવું જે ચૈતન્યમૂર્તિ ભગવાન આત્માનું નિત્ય ધ્રુવ સ્વરૂપ છે એમાં એના અભ્યાસમાં-ધર્માનું ચિત્ત લાગેલું છે. શું કીધું? અહાહા...! સહજ અર્થાત્ અણ-ઉત્પન્ન અને અવિનાશી એવું જે આત્માનું કાયમી મૂળ ચિત્માત્ર ચિદાનંદમય સ્વરૂપ છે તેના અભ્યાસમાં ધર્માત્માની બુદ્ધિ પ્રવીણ-નિષ્ણાત છે. જુઓ, આ અભ્યાસ! આત્માનો (એની એકાગ્રતાનો) અભ્યાસ તે અભ્યાસ છે, બાકી આ લૌકિક અભ્યાસ અને વ્યવહારનો-રાગનો અભ્યાસ તો બધો અનર્થકારી છે, ને તેથી નિરર્થક છે. સમજાણું કાંઈ...!
અહાહા...! મુનિરાજ કહે છે-સહજ પરમ તત્ત્વ, અર્થાત્ ત્રિકાળી ધ્રુવ એવું શુદ્ધ ચૈતન્યતત્ત્વ જેનું અંત:તત્ત્વ છે એવા અંતરંગ આત્મતત્વના અભ્યાસમાં અમારી બુદ્ધિ પ્રવીણ છે. આ તો સાર છે સાર! એકલું માખણ છે. અહાહા..! કહે છે-વિભાવ ભલે હો, અને ગતિ આદિ પણ ભલે હો અમારી અર્થાત્ ધર્મીની બુદ્ધિ તો નિજ ચૈતન્ય સ્વભાવના-પ્રયોજનભૂત જે નિજતત્ત્વ છે તેના-અભ્યાસમાં પ્રવીણ થઈ છે. અહાહા...! પર્યાયમાં રાગાદિ ને બહારમાં નિમિત્તાદિ હો પણ ત્યાંથી હુઠી જઈને, પૂર્ણ એક જ્ઞાયકસ્વભાવી નિજ પરમ તત્ત્વના અભ્યાસમાં જ અમારી બુદ્ધિ જાય છે. લ્યો, આવી બુદ્ધિ તે પ્રવીણ બુદ્ધિ છે. (બાકી રાગમાં ને નિમિત્તમાં લાગેલી બુદ્ધિ તો જડ છે, મિથ્યા છે.) ભાઈ, અનેક શાસ્ત્રનું જાણપણું હો કે ન હો, પ્રયોજનભૂત જે કરવાલાયક છે, જે ચોરાસીના જન્મ-મરણના અંત લાવનારી દષ્ટિ છે તે આ છે. શું? કે બુદ્ધિને નિજ પરમ તત્વના અભ્યાસમાં લગાવી દેવી. અને આ સાચો અભ્યાસ છે.
અહા ! “બહુ વિભાવ હોવા છતાં પણ,....'—એમ કહીને વ્યવહાર સિદ્ધ કર્યો. એમ કે એ અનેક પ્રકારના રાગાદિ ભાવ પર્યાયમાં છે, ને છે તો ભલે હો; પણ તેમાં અમારી બુદ્ધિ નથી, તેમાં અમને મમત્વ નથી, તેના પ્રતિ અમારો ઝુકાવ નથી. પરંતુ જે સહજ પરમ તત્ત્વ છે. જોયું?
Please inform us of any errors on rajesh@AtmaDharma.com